Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં હોદ્દેદારોની નિમણૂકનું કાઉન્ટડાઉન શરૂ:જિલ્લા-તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ભાજપની સેન્સ પ્રક્રિયા ગોધરામાં

    6 days ago

    પંચમહાલ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત તેમજ ગોધરા અને શહેરા નગરપાલિકાના પ્રમુખ સહિતના હોદ્દેદારોની નિમણૂક માટેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. આ પ્રક્રિયાના ભાગરૂપે ગોધરા સ્થિત કમલમ કાર્યાલય ખાતે પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલી ત્રણ સભ્યોની ટીમ દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. પ્રદેશ ભાજપ દ્વારા નિયુક્ત કરાયેલી આ ત્રણ સભ્યોની ટીમે સૌપ્રથમ નવ મંડળના પદાધિકારીઓને સાંભળ્યા હતા. આ બેઠકમાં પદાધિકારીઓએ પોતાના મંતવ્યો અને ભલામણો રજૂ કર્યા હતા. મંડળના પદાધિકારીઓ સાથેની ચર્ચા બાદ, તબક્કાવાર રીતે પ્રમુખપદના દાવેદારોને પણ રૂબરૂ સાંભળવામાં આવ્યા હતા. આવતીકાલે જિલ્લાના સાંસદ અને ધારાસભ્યો તેમજ જિલ્લાના અગ્રણી પદાધિકારીઓની ઉપસ્થિતિમાં એક મહત્વપૂર્ણ સંકલન બેઠક યોજાશે. આ સંકલન બેઠકમાં વિસ્તૃત ચર્ચા-વિચારણા કર્યા બાદ નામોની આખરી યાદી પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. પંચમહાલ જિલ્લામાં પ્રમુખ સહિતના વિવિધ હોદ્દાઓ મેળવવા માટે સક્ષમ દાવેદારોએ સક્રિયપણે લોબિંગ શરૂ કરી દીધું છે.
    Click here to Read More
    Previous Article
    સોશિયલ મીડિયા પર અફવા ફેલાવવી ભારે પડી:પેટ્રોલ-ડીઝલના ભાવ વધારાની ખોટી પોસ્ટ મૂકનાર AAP કાર્યકર રવિ કળથીયાની ધરપકડ
    Next Article
    દેવભૂમિ દ્વારકામાં મેગા ડિમોલિશન:છેલ્લા 2 દિવસમાં 4.44 કરોડ અને અત્યાર સુધીમાં 325 કરોડની સરકારી જમીન ખુલ્લી કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment