Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ વખતે એવા મેયર મળશે જેને લોકો સદીઓ યાદ રાખે?:ડો. ઠાકોર પટેલ, નાનાલાલ ચોક્સી અને લલિતચંદ્ર પટેલ વડોદરા મનપાના ઇતિહાસમાં એવા મેયર રહ્યા કે જને લોકો હજુ પણ યાદ કરે છે

    2 days ago

    વડોદરા એ રાજકારણની પાઠશાળા રહી છે. વડોદરાએ ગુજરાત તેમજ દેશને અનેક એવા નેતાઓ આપ્યા છે જેને લોકો વર્ષો વર્ષ યાદ રાખે છે. વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણી તાજેતરમાં જ સંપન્ન થઇ છે, ત્યારે હવે વડોદરાને એવા મેયરની અપેક્ષા છે જે વડોદરા શહેરને એક નવા મુકામ સુધી પહોંચાડે. વડોદરા છેલ્લા કેટલાક વર્ષોમાં પાયાની જરૂરિયાતથી વંચિત રહ્યું છે. વડોદરાને કોઈ એવું સબળ નેતૃત્વ નથી મળ્યું. વડોદરા હાલ સુધી માત્ર વિવાદોના કારણે જ ચર્ચાયું છે, ત્યારે વડોદરાની પ્રજા પણ એવું ચોક્કસ ઇચ્છશે કે આગામી દિવસોમાં વડોદરાનું નેતૃત્વ તેના કામોના કારણે ઓળખાય. વડોદરાના પૂર્વ મેયરો પૈકી અનેક એવા મેયર છે જેઓને લોકો આજે પણ યાદ કરે છે. વડોદરાના સૌપ્રથમ મેયર બન્યા ડો. ઠાકોર પટેલ વડોદરામાં કોર્પોરેશનની સ્થાપના થઇ ત્યારે સૌપ્રથમ મેયર ડો. ઠાકોર પટેલ બન્યા હતા. શરૂઆતમાં તેઓએ બે વર્ષ શાસન કર્યું. પરંતુ આ બે વર્ષમાં લોકોનો અપાર પ્રેમ મળ્યો કારણ કે તેઓ જમીનના માણસ હતા. લોકો જયારે ઈચ્છે ત્યારે તેઓને મળી શકતા હોતા. તેઓ એક સમાજ સેવક હતા. આ અંગે એમ.એસ.યુનિવર્સિટીના પોલિટિકલ સાયન્સ વિભાગના વડા અમિત ધોળકિયાએ જણાવ્યું હતું કે, વડોદરાને અનેક મેયર મળ્યા પરંતુ લોકો વર્ષો સુધી યાદ કરે તેવા ત્રણ મેયર હતા જેમાં ડો. ઠાકોર પટેલ, નાનાલાલ ચોક્સી અને લલિતચંદ્ર મગનભાઈ પટેલ. આ ત્રણેય નેતાઓ પોતાની આગવી સુઝબુઝ અને કામગીરીના કારણે લોકોના દિલમાં રાજ કરતા થયા હતા. આજે પણ તેઓને લોકો ઓળખે છે. છેલ્લું બોર્ડ સૌથી વિવાદાસ્પદ રહ્યું હતું વડોદરા મહાનગરપાલિકા છેલ્લા કેટલાક વર્ષોથી અનેકવિધ સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. જો કે પાલિકાનું છેલ્લું બોર્ડ સૌથી વિવાદાસ્પદ બોર્ડ રહ્યું હતું. મેયર, ચેરમેન, દંડક, નેતા સહિતના પદાધિકારીઓ કોઈકને કોઈક વિવાદમાં સપડાતા રહ્યા હતા. કોર્પોરેશનનો વિવાદ એ સંગઠન માટે પણ માથાના દુખાવા સમાન બની ગયો હતો. અને તેથી જ આ વખતે તમામ પદાધિકારીઓને રિપીટ કરવામાં આવ્યા નથી. ત્યારે હવે આગામી સમય ચૂંટાયેલા સભ્યો માટે મોટો પડકાર બની રહેશે જેમાં કોઈ બેમત નથી. મેયર રબર સ્ટેમ્પ હશે? સંગઠન કે ધારાસભ્યો પોતાનું વર્ચસ્વ રાખશે? વડોદરા મહાનગરપાલિકામાં આ વખતે એસસી પુરુષ મેયર બને તેવી શક્યતા છે. તો સામે મહિલાઓ ઉપર પણ પસંદગી થઇ શકે છે. જો કે હાલમાં મેયર પદ માટે લોબિંગ તો શરુ થઇ જ ગયું છે. અને કોર્પોરેશન ઉપર પોતાનું પ્રભુત્વ રાખવા માટે સંગઠન, ચૂંટાયેલા ધારાસભ્ય, સાંસદ તમામ લોકો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. કારણ કે કોર્પોરેશન ઉપર જેનું પ્રભુત્વ હોય તે સર્વોપરી બની જવાની માનસિકતા છે. ત્યારે હવે આવનાર મેયર કોની લોબીનો હશે અને કોનું પ્રભુત્વ ચાલશે તેના ઉપર સૌની મીટ મંડાઈ છે. રોટેશનના કારણે કોઈ લાંબા ગાળાનું આયોજન કરતું નથી એમ.એસ.યુનિવર્સીટીના પોલિટિકલ સાયન્સના વડા અમિત ધોળકિયાએ જણાવ્યું હતું કે, નવા નિયમ મુજબ હવે મેયર સહિતના વડાઓ રોટેશનમાં રહે છે. અનામતના કારણે એક મેયરને રિપીટ થવામાં વર્ષો લાગી જાય છે. જેથી જે અઢી વર્ષ માટે મેયર બને છે તે લાંબા બદલે અઢીવર્ષમાં પોતાના માટે અને પોતાના પક્ષ માટે શું કરી શકે તેના ઉપર જ વધુ ધ્યાન કેન્દ્રિત કરે છે. કદાચ એ કારણ હોઈ શકે કે, શહેરમાં જે લાંબા ગાળાનું આયોજન દેખાવું જોઈએ તે દેખાઈ રહ્યું નથી. જે મેયર બનશે તેના માટે અનેક પડકાર મહાનગરપાલિકાના પદાધિકારીઓ માટે રવિવારે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં પ્રદેશમાંથી આવેલા નિરીક્ષકો ધારાસભ્યો, સાંસદ, સંગઠનના આગેવાનોના અભિપ્રાય મેળવશે. અને ત્યારબાદ મેયર કોને બનાવવા તે નક્કી કરવામાં આવશે. જો કે આ વખતે જે મેયર બનશે તેના માટે અનેક પડકાર સામે છે. શહેરમાં પીવાના પાણીની સમસ્યા સૌથી વિકટ છે તો વડોદરા એ ખાડોદરા બની ગયું છે. આ ઉપરાંત ચોમાસા દરમિયાન વિશ્વામિત્રી નદીમાં પૂર્ણ કારણે અનેક વિસ્તાર અસરગ્રસ્ત જોવા મળી રહ્યા છે. વિશ્વામિત્રી પ્રોજેક્ટ પણ હાલમાં પ્રથમ તબક્કામાં છે ત્યારે આવનાર પદાધિકારીઓએ 2027ની ચૂંટણી માટે હાલથી જ તૈયારીઓ કરી દેવી પડશે.
    Click here to Read More
    Previous Article
    વેટ ચોરી કેસમાં ઈગલ ટ્રાવેલ્સના સહમાલિકોની ધરપકડ:વેરા વસૂલાતની ખાસ સ્કવોડે એક ભાઈને રાજકોટથી, બીજાને અમદાવાદથી અમદાવાદથી અરેસ્ટ કર્યા
    Next Article
    સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું સમાપન:3.53 લાખ કરોડના 2,792 MOU સાથે દક્ષિણ ગુજરાતમાં રોકાણનો મહાકુંભ, 2.82 લાખ નવા રોજગારની તકો સર્જાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment