Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સનું સમાપન:3.53 લાખ કરોડના 2,792 MOU સાથે દક્ષિણ ગુજરાતમાં રોકાણનો મહાકુંભ, 2.82 લાખ નવા રોજગારની તકો સર્જાશે

    2 days ago

    ગુજરાતના ઔદ્યોગિક ઇતિહાસમાં વધુ એક સુવર્ણ પ્રકરણ ઉમેરાયું છે. સુરતના આંગણે બે દિવસ માટે યોજાયેલી 'વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સ' આજે સંપન્ન થઈ છે. આ કોન્ફરન્સ માત્ર આંકડાકીય દ્રષ્ટિએ જ નહીં, પરંતુ ભવિષ્યના વિકાસના રોડમેપ તરીકે પણ ઐતિહાસિક સાબિત થઈ છે. બે દિવસના અંતે કુલ 2,792 જેટલા MOU (મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ) પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે, જે રાજ્યના અર્થતંત્રને નવી ઊંચાઈ પર લઈ જશે. સરકાર રોકાણકારોને પાયાની સુવિધાઓ પૂરી પાડવા માટે કટિબદ્ધ કોન્ફરન્સના બીજા દિવસે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રતિનિધિઓએ હાજર રહી ઉદ્યોગકારોનો ઉત્સાહ વધાર્યો હતો. કેન્દ્રીય કેમિકલ અને ફર્ટિલાઇઝર મંત્રી જે.પી. નડ્ડાએ ખાસ હાજરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, “ગુજરાત આજે વૈશ્વિક રોકાણકારો માટે પ્રથમ પસંદગીનું રાજ્ય બન્યું છે અને તેમાં સુરતનું યોગદાન અભૂતપૂર્વ છે.” આ પ્રસંગે રાજ્યના ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી, ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા, કૃષિ મંત્રી જીતુ વાઘાણી અને કુંવરજી બાવળીયા પણ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રીઓએ ઉદ્યોગ જગતને ખાતરી આપી હતી કે, સરકાર રોકાણકારોને પાયાની સુવિધાઓ અને નીતિગત સહાય પૂરી પાડવા માટે કટિબદ્ધ છે. ગુજરાતનો 27.9 લાખ કરોડ સુધીનો GDP ગ્રોથ પહોંચ્યો રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ સંબોધન કરતા જણાવ્યું હતું કે, વિદેશમાં પરિવાર સાથે સ્થાયી થયેલ લોકોનો હૃદય આજે પણ સુરતથી જોડાયેલ છે.હું આશા રાખું છું કે તમે જે સોચ લઈને આવ્યા છો તે સોચ સાથે આગળ વધશો.સુરતના લોકો લોકપ્રિય.નાની મોટી ભૂલ થઈ હોય તો ક્ષમા યાચના માંગુ છું.સુરતના લોકો મીઠું ખાઈ છે એટલા જ મીઠા પણ છે. ગુજરાતની ધરતીમાં તાકાત હતી. દેશ અને દુનિયાભરના લોકો સુધી પહોચાડવા એક ઐતિહાસિક શરૂઆત ગાંધીનગરથી થઈ. આજે ગુજરાતનો 27.9 લાખ કરોડ સુધીનો GDP ગ્રોથ પહોંચ્યો છે. કેટલીક મુશ્કેલીઓ નો સામનો કરવો પડ્યો.પરંતુ ટીમ ગુજરાતે ક્યારેય પીછેહઠ નહીં કરી.દેશમાં નંબર વન રાજ્ય બનવા તમામ મુશ્કેલીઓ માંથી પસાર રહ્યું.આ યાત્રામાં ક્યારેય તડકો અને વરસાદની ચિંતા નથી કરી.આ યાત્રા અહીં સુધી સિમિત નથી,આ યાત્રા વધુ ઝડપથી આગળ વધવા વાયબ્રન્ટ ગુજરાતને દરેક ક્ષેત્રમાં લઈ જવામાં આવશે.નાના નાના વેપારીઓને તેનો લાભ કઈ રીતે મળી શકે તે દિશામાં પ્રયાસ રહેશે. વાયબ્રન્ટ ગુજરાત થકી ગુજરાત એક મોટી છલાંગ લગાવવા તૈયાર કેન્દ્રીય મંત્રી જે.પી.નડ્ડાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે મારું સૌભાગ્ય છે કે આજે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યો છું. દક્ષિણ ગુજરાતના વિકાસ માટેની જે જરૂર હતી, તે જમીન પર જોવા મળ્યું છે.જે MOU થયા છે તે બતાવે છે કે વાયબ્રન્ટ ગુજરાત થકી ગુજરાત એક મોટી છલાંગ લગાવવા તૈયાર છે. આપના સૌ માટે ખુશીની વાત છે. 75 ટકા મેન્યુફેક્ચરિંગ ગુજરાતમાં છે. એર કાર્ગોમાં પણ ગુજરાત આગળ છે. ગુજરાતે સાચી દિશામાં એક લાંબી છલાંગ લગાવી છે. જે વાઇબ્રન્ટ ગુજરાત એક પ્રમાણ છે. ગુજરાતે પોતાનામાં એક આગવી ઓળખ ઊભી કરી છે. 21મી સદીની શરૂઆતમાં ઇન્ડસ્ટ્રીઝ ,પોલિટિક્સ અને બ્યુરોક્રેટ્સ સબંધો દૂર સુધીમાં હતા. ઇન્વેસ્ટમેન્ટનું એક વાતાવરણ હવે બની રહ્યું છે વધુમાં જણાવ્યું હતું કે, 2003માં પ્રથમ વાઈબ્રન્ટ ગુજરાત અમદાવાદમાં યોજાયું,જે પીએમ મોદીએ શરૂવાત કરી હતી.ડાયલોગ,ડિસ્કશન અને રોકાણ ની શરૂવાત થઈ.વાઈબ્રન્ટ ગુજરાત ભારતના અન્ય રાજ્યની પણ સંસ્કૃતિ બની ગઈ. રિઝનલ એક્પ્રેશનને વધાવવું જોઈએ, જેના પર આપણે સૌ આગળ વધી રહ્યા છે. ઇન્વેસ્ટમેન્ટનું એક વાતાવરણ હવે બની રહ્યું છે. અર્થતંત્ર ગ્રો કરે અને દેશ આગળ વધે તે માટેના પ્રયાસ છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી,હાઈસ્પીડ રેલ જેવી બાબતો વિકસિત ગુજરાતના સ્વરૂપમાં જોવા મળી રહી છે. આપણને આપણો આત્મવિશ્વાસ વધારવો પડશે. આપદા ને આપણે અવસરમાં બદલીએ. મેન્યુફેક્ચરિંગ પર વધુ ધ્યાન આપીએ.સમય સમય પર સપ્લાય ચેઇન પર ધ્યાન આપવાની જરૂરી. 2046 વિકસિત ભારત તરફ વધવું હોય તો આપણે આ બાબતો ધ્યાન આપવાની જરૂર. વાઈબ્રન્ટ ગુજરાત એક લાંબી યાત્રા બનશે. આપણે લાંબી છલાંગની તૈયારી કરી. દક્ષિણ ગુજરાતના પટ્ટામાં 3.53 લાખ કરોડના MOU થયા આ કોન્ફરન્સનું સૌથી મોટું જમા પાસું દક્ષિણ ગુજરાત માટે થયેલા રોકાણો છે. પ્રાપ્ત વિગતો અનુસાર, એકલા દક્ષિણ ગુજરાતના પટ્ટામાં 3.53 લાખ કરોડના MOU થયા છે. આ રોકાણ મુખ્યત્વે સુરતની ઓળખ સમાન આ ઉદ્યોગોમાં આધુનિક ટેકનોલોજી માટે મોટા રોકાણો થયા છે. ભરૂચ અને અંકલેશ્વર પટ્ટામાં નવા પ્લાન્ટ્સ માટે સહમતી સધાઈ છે. સોલાર અને વિન્ડ એનર્જી ક્ષેત્રે અનેક નવી કંપનીઓ દક્ષિણ ગુજરાતમાં એકમો સ્થાપશે. લોજિસ્ટિક્સ પાર્ક અને ટ્રાન્સપોર્ટ સુવિધાઓ વિકસાવવા માટે પણ સમજૂતી કરારો કરવામાં આવ્યા છે. 2.82 લાખ લોકોને રોજગારી મળવાની શક્યતા કોન્ફરન્સનો સૌથી માનવીય અભિગમ તેની રોજગારી સર્જનની ક્ષમતા છે. આગામી ત્રણ વર્ષમાં આ MOU કાર્યરત થવાથી અંદાજે 2.82 લાખ લોકોને રોજગારી મળવાની શક્યતા છે. આ માત્ર નોકરીઓ જ નહીં, પરંતુ સ્થાનિક સ્તરે નાના અને મધ્યમ ઉદ્યોગો (MSMEs) માટે પણ નવી તકો ઉભી કરશે. ખાસ કરીને ટેકનિકલ ક્ષેત્રના યુવાનો માટે સુરત અને આસપાસના વિસ્તારોમાં ઘરઆંગણે જ રોજગાર ઉપલબ્ધ થશે. આ કોન્ફરન્સમાં માત્ર ભારતીય જ નહીં, પરંતુ વિદેશી પ્રતિનિધિ મંડળોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રવાંડા, યુક્રેન, જાપાન અને સિંગાપુર જેવા દેશોના ડેલિગેટ્સની હાજરી સૂચવે છે કે ગુજરાતની 'ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ' નીતિની અસર વિશ્વભરમાં છે. જાપાન અને સિંગાપુર જેવા દેશોએ ખાસ કરીને ટેકનોલોજી ટ્રાન્સફર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સમાં રસ દાખવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    આ વખતે એવા મેયર મળશે જેને લોકો સદીઓ યાદ રાખે?:ડો. ઠાકોર પટેલ, નાનાલાલ ચોક્સી અને લલિતચંદ્ર પટેલ વડોદરા મનપાના ઇતિહાસમાં એવા મેયર રહ્યા કે જને લોકો હજુ પણ યાદ કરે છે
    Next Article
    Traffic drive in Arvalli | હેલ્મેટ વગર નીકળ્યા તો દંડ નક્કી | helmet | DGP | Modasa |News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment