Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જાણીતા નાટ્યકારની સ્ક્રિપ્ટ ચોરીનો મામલો:વર્ષો જૂની મિત્રતાનો ભંગ કરી નાટકનું નામ બદલ્યું, 'ડાયલ રોંગ નંબર' તરીકે રજૂ કરી કરોડોની કમાણી કરી

    11 hours ago

    ગુજરાતી રંગભૂમિના નામાંકિત લેખક અને ગૌરવ પુરસ્કાર વિજેતા વિહંગ મહેતાએ દિગ્દર્શક સુરેશ રાજડા વિરુદ્ધ બૌદ્ધિક સંપત્તિની ચોરી અને છેતરપિંડીના ગંભીર આક્ષેપો સાથે વડોદરાની ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ કોર્ટમાં ફોજદારી અરજી દાખલ કરી છે. વર્ષો જૂના વ્યાવસાયિક સંબંધોમાં વિશ્વાસઘાત કરી, સ્ક્રિપ્ટમાં ફેરફાર કરી આર્થિક લાભ મેળવ્યા હોવાનો આરોપ લેખકે લગાવ્યો છે. 'ડાયલ રોંગ નંબર' તરીકે રજૂ કરી તેમાંથી કરોડોની કમાણી કરી અલકાપુરી વિસ્તારમાં રહેતા વિહંગ બળદેવભાઈ મહેતા છેલ્લા 40 વર્ષથી નાટ્ય લેખન ક્ષેત્રે કાર્યરત છે. તેમની ફરિયાદ મુજબ આરોપી સુરેશ રાજડાએ વર્ષ 1999-2000માં લેખકનું નાટક "અમે જાણીએ છીએ તમે કોણ છો" મંચન માટે લીધું હતું, જે ખૂબ જ સફળ રહ્યું હતું. લેખકનો આક્ષેપ છે કે આરોપીએ તેમની પૂર્વ મંજૂરી વગર આ સ્ક્રિપ્ટનું નામ બદલીને તેને "ડાયલ રોંગ નંબર" તરીકે રજૂ કર્યું અને તેમાંથી કરોડોની કમાણી કરી. આ જ મૂળ સ્ક્રિપ્ટ પરથી ફિલ્મની પટકથા તૈયાર કરી લેખકને જાણ કર્યા વગર નફો મેળવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આરોપીએ ફરિયાદીની અન્ય 18 નાટકોની સ્ક્રિપ્ટ પણ પોતાની પાસે રાખી શરતોનું ઉલ્લંઘન કર્યું હોવાનું જણાયું છે. અગાઉ કોર્ટે સુરેશ રાજડા વિરુદ્ધ મનાઈ હુકમ આપ્યો હતો આ વિવાદ નવો નથી, અગાઉ વર્ષ 2012માં વડોદરા કોર્ટમાં સિવિલ દાવો કરવામાં આવ્યો હતો, જેમાં કોર્ટે સુરેશ રાજડા વિરુદ્ધ મનાઈ હુકમ આપ્યો હતો. જોકે, વર્ષ 2024માં એક ફિલ્મમાં પોતાની સ્ક્રિપ્ટની સમાનતા જોતા વિહંગ મહેતાએ ફરીથી અવાજ ઉઠાવ્યો છે. પોલીસ દ્વારા કાર્યવાહી ન થતાં તેમણે અંતે કોર્ટમાં ફોજદારી રાહે ફરિયાદ કરી છે. આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહીની માંગ લેખક વિહંગ મહેતાના જણાવ્યા મુજબ, આરોપીનું આ કૃત્ય કૉપિરાઇટ કાયદાનો સીધો ભંગ અને છેતરપિંડી છે. તેમણે કોર્ટ સમક્ષ માંગ કરી છે કે તેમની બૌદ્ધિક સંપત્તિનો ગેરકાયદેસર ઉપયોગ કરનાર આરોપી સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરમાં પાંચ કેન્દ્રો પર નીટ પરીક્ષા યોજાશે:તૈયારીઓ શરૂ, શિક્ષકોની બેઠક અને પોલીસ રિહર્સલ યોજાયું
    Next Article
    Weather Forecast | જળક્રાંતિ ટ્રસ્ટ દ્વારા યોજાયેલી બેઠકમાં 11 વર્ષા વિજ્ઞાનના નિષ્ણાતોએ કરી આગાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment