Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હિંમતનગરમાં પાંચ કેન્દ્રો પર નીટ પરીક્ષા યોજાશે:તૈયારીઓ શરૂ, શિક્ષકોની બેઠક અને પોલીસ રિહર્સલ યોજાયું

    12 hours ago

    હિંમતનગરમાં આવતીકાલે પાંચ કેન્દ્રો પર NEET પરીક્ષા યોજાશે. આ માટે કેન્દ્રો પર તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે. પોલીસ વિભાગ દ્વારા બંદોબસ્ત માટે રિહર્સલ પણ યોજાયું હતું. સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં મેડિકલ પ્રવેશ માટેની રાષ્ટ્રીય કક્ષાની NEET પરીક્ષા રવિવારે યોજાશે. હિંમતનગરમાં પાંચ કેન્દ્રો પર આ પરીક્ષા લેવાશે: પીએમ શ્રી કેન્દ્રીય વિદ્યાલય, હિંમત હાઈસ્કૂલ, જૈનાચાર્ય વિદ્યાલય, સરકારી પોલિટેકનિક કોલેજ અને પાણપુરમાં આદર્શ હાઈસ્કૂલ. કુલ 84 બ્લોકમાં 2005 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. વિદ્યાર્થીઓ માટે કેન્દ્રમાં પ્રવેશ રવિવારે સવારે 11 વાગ્યે શરૂ થશે અને બપોરે 1:30 વાગ્યે બંધ થશે. પરીક્ષા બપોરે 2 થી સાંજના 5 વાગ્યા સુધી યોજાશે. NEET પરીક્ષામાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને બાયોલોજીના પેપર હશે. પરીક્ષા કેન્દ્રો પર આજથી તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી. હિંમતનગરની હિંમત હાઈસ્કૂલ ખાતેના કેન્દ્રમાં બેઠક ક્રમાંક અને બ્લોક પ્રમાણેની યાદીઓ પ્રદર્શિત કરવામાં આવી હતી. સાથે જ જરૂરી મશીનરીનું પણ ચેકિંગ કરાયું હતું. શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલના અધ્યક્ષસ્થાને શિક્ષકોની બેઠક યોજાઈ હતી. જેમાં પરીક્ષાની કામગીરી સંબંધિત સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, પોલીસ વિભાગ દ્વારા પણ કેન્દ્રો પર પોલીસ બંદોબસ્ત ગોઠવીને રિહર્સલ કરવામાં આવ્યું હતું, જેથી પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં યોજાઈ શકે.
    Click here to Read More
    Previous Article
    કાર બસના પાછળના ભાગે ઘૂસી ગઈ, સુરતના કોન્સ્ટેબલનું મોત:પાદરા પાસેથી પસાર થતા દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ વે પર અકસ્માત, ભારે જહેમતથી મૃતકને બહાર કાઢ્યો
    Next Article
    જાણીતા નાટ્યકારની સ્ક્રિપ્ટ ચોરીનો મામલો:વર્ષો જૂની મિત્રતાનો ભંગ કરી નાટકનું નામ બદલ્યું, 'ડાયલ રોંગ નંબર' તરીકે રજૂ કરી કરોડોની કમાણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment