Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મચ્છુકાંઠા રબારી સમાજનો ઐતિહાસિક નિર્ણય:દીકરી વિક્રય જેવા કુરિવાજો હટાવવા નવું 'સામાજિક બંધારણ' જાહેર; નિયમ ભંગ પર લાખ રૂપિયા દંડ

    2 days ago

    સમયની બદલાતી માગ અને સામાજિક મૂલ્યોના જતન માટે મોરબીના સમરસ યુવા સંગઠન દ્વારા આજે એક સીમાચિહ્નરૂપ મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. રવાપર-લીલાપર કેનાલ રોડ પર આવેલા સમરસ ભવન ખાતે આયોજિત આ કાર્યક્રમમાં સમસ્ત મચ્છુકાંઠા રબારી સમાજ માટે એક નવું સર્વગ્રાહી સામાજિક બંધારણ જાહેર કરવામાં આવ્યું છે. આ બંધારણનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજમાં વ્યાપેલા કુરિવાજોને તિલાંજલિ આપી સમાજને આર્થિક અને શૈક્ષણિક રીતે મજબૂત બનાવવાનો છે. નવા બંધારણના મુખ્ય નિયમો અને જોગવાઈઓ સમાજના અગ્રણી મહેશ ભુંભરીયાના જણાવ્યા અનુસાર, નવા બંધારણમાં જન્મથી લઈને મરણ સુધીના તમામ સામાજિક પ્રસંગો માટે સ્પષ્ટ મર્યાદાઓ નક્કી કરવામાં આવી છે. 1. સગાઈ અને લગ્નપ્રસંગ 2. સામાજિક અને ધાર્મિક પ્રસંગો ચુંદડીનો પ્રસંગ, લગ્નમાં છાબની ખરીદી, માતાજીના માંડવામાં વહેવાર પ્રથા, વાસ્તુ પૂજન અને હવન જેવા પ્રસંગોમાં થતા બિનજરૂરી ખર્ચાઓ પર કાપ મૂકવા માટે નિયમો ઘડાયા છે. 3. મરણપ્રસંગ અને લૌકિક પ્રથા મરણપ્રસંગે થતી ખર્ચાળ પ્રથાઓ જેવી કે પાણી ઢોર અને દાળા (બારમા-તેરમા)ના ભોજનમાં સાદગી અપનાવવાનો આદેશ કરાયો છે. સાદું ભોજન પીરસવાનું નક્કી કરી ખોટા દેખાડાને બંધ કરવા અપીલ કરાઈ છે. નિયમ ભંગ બદલ દંડની રકમનો સદુપયોગ સમાજ દ્વારા નક્કી કરાયેલા આ નિયમોનું પાલન ન કરનાર વ્યક્તિ પાસેથી ગુનાની ગંભીરતા મુજબ 11,000થી લઈને 1,00,000 રૂપિયા સુધીનો દંડ વસૂલવાની જોગવાઈ કરવામાં આવી છે. સૌથી મહત્વની વાત એ છે કે, દંડ પેટે વસૂલવામાં આવેલી આ રકમનો ઉપયોગ સમાજમાં શિક્ષણના વ્યાપ અને સામાજિક ઉત્થાનના કાર્યોમાં જ કરવામાં આવશે. મોરબી પંથકના ગામે-ગામ અને નેસડાઓ સુધી ફરીને યુવા સંગઠને તૈયાર કરેલું આ બંધારણ માત્ર કુરિવાજો દૂર કરવા પૂરતું સીમિત નથી, પરંતુ રબારી સમાજને એકતાના તાંતણે બાંધી પ્રગતિશીલ બનાવવાની દિશામાં એક મોટું પગલું છે. સંતો-મહંતોની પ્રેરક ઉપસ્થિતિ આ મહાસંમેલનમાં અનેક નામી સંતો અને મહંતોએ હાજરી આપી સમાજને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. જેમાં મુખ્યત્વે જગતગુરુ કનીરામદાસજી બાપુ અને વડવાળા મંદિર દુધરેજ ધામના લઘુ મહંત નાગરદાસજી બાપુનું ભવ્ય સન્માન કરાયું હતું. દુધઈ ધામના રામબાલકદાસજી બાપુ, આપાજાલા ધામના બંસીદાસજી બાપુ તેમજ વિવિધ મઢના ભૂવાઓ અને આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અમેરિકા પોતાના 5000 સૈનિકો જર્મનીથી પાછા બોલાવશે:જર્મન ચાન્સેલરે કહ્યું હતું- ઈરાન વિરુદ્ધ તેમનું પ્લાનિંગ યોગ્ય નથી, આનાથી ટ્રમ્પ નારાજ
    Next Article
    બોટાદમાં ભાજપે પ્રમુખ પદ માટે સેન્સ પ્રક્રિયા કરી:જિલ્લા-તાલુકા પંચાયત, નગરપાલિકાના હોદ્દેદારોની પસંદગી માટે કવાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment