Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઓસ્કર એવોર્ડ્સના નિયમોમાં મોટો ફેરફાર:ભારતીય ફિલ્મો હવે રાજકારણનો ભોગ નહીં બને, પ્રતિષ્ઠિત ફેસ્ટિવલ્સમાં ટોપ પર રહેલી ફિલ્મો સીધી એન્ટ્રી કરી શકશે

    8 hours ago

    ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સૌથી પ્રતિષ્ઠિત ઓસ્કર એવોર્ડના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. ઓસ્કર 2027 માટે એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સિસે ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરીના નિયમોમાં ફેરફાર કર્યો છે, જેની અસર ભારત જેવા દેશો પર પડી શકે છે, જ્યાં દર વર્ષે ઓસ્કાર એન્ટ્રીને લઈને વિવાદો થતા રહ્યા છે. નવા નિયમો પછી હવે કોઈ દેશની સત્તાવાર એન્ટ્રી જ ઓસ્કાર સુધી પહોંચવાનો એકમાત્ર રસ્તો નહીં રહે. ફિલ્મ ફેસ્ટિવલમાં ટોપ પર રહેલી ફિલ્મો માટે સીધી એન્ટ્રી શક્ય એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સિસની નવી ગાઈડલાઈન્સ અનુસાર, જો કોઈ ફિલ્મ કાન, વેનિસ, ટોરોન્ટો, બર્લિન, સનડાન્સ કે બુસાન જેવા ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં ટોપ એવોર્ડ જીતે છે, તો તે સીધી ઓસ્કરની ઇન્ટરનેશનલ ફીચર કેટેગરી માટે ક્વોલિફાય કરી શકે છે. એટલે કે તે ફિલ્મને પોતાના દેશની ઓફિશિયલ એન્ટ્રી બનવાની જરૂર નહીં પડે. FFIનું એકહથ્થુ શાસન પૂરું થશે આ બદલાવનું ઉદાહરણ ભારતીય ફિલ્મમેકર પાયલ કપાડિયાની ફિલ્મ ‘ઓલ વી ઇમેજિન એઝ લાઇટ’થી સમજી શકાય છે. રિપોર્ટ અનુસાર, જો આ નિયમો પહેલા લાગુ પડ્યા હોત, તો ફિલ્મ ભારતની સત્તાવાર એન્ટ્રી બન્યા વિના પણ ઓસ્કરની રેસમાં સામેલ થઈ શકી હોત. ભારતમાં ઓસ્કર માટે ફિલ્મ પસંદ કરવાની જવાબદારી ફિલ્મ ફેડરેશન ઓફ ઇન્ડિયા (FFI) પાસે હોય છે, પરંતુ ઘણા વર્ષોથી તેની પસંદગી પ્રક્રિયા પર પ્રશ્નો ઉઠતા રહ્યા છે. વર્ષ 2013માં ઇરફાન ખાનની ફિલ્મ ‘ધ લંચ બોક્સ’ને લઈને વિવાદ થયો હતો. કાન ફિલ્મ ફેસ્ટિવલમાં પ્રશંસા મળવા છતાં તેને ભારતની ઓફિશિયલ એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી ન હતી. તેની જગ્યાએ ‘ધ ગુડ રોડ’ને મોકલવામાં આવી હતી. તે સમયે ફિલ્મમેકર અનુરાગ કશ્યપ સહિત ઘણા લોકોએ પસંદગી પ્રક્રિયાની ટીકા કરી હતી. નવી ગાઈડલાઈન હેઠળ હવે ઇન્ટરનેશનલ ફીચર એવોર્ડનો ક્રેડિટ દેશને બદલે ફિલ્મના ડિરેક્ટરને આપવામાં આવશે. આ સાથે જ એક દેશમાંથી એકથી વધુ ફિલ્મોના ઓસ્કર રેસમાં પહોંચવાની શક્યતા વધી ગઈ છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણકારો તેને ભારતીય સિનેમા માટે એક તક માની રહ્યા છે, કારણ કે હવે આંતરરાષ્ટ્રીય સ્તરે વખાણાયેલી ફિલ્મોને ઘરેલું પસંદગીની રાજનીતિમાંથી રાહત મળી શકે છે.
    Click here to Read More
    Previous Article
    From Dubai to London: ED sends 353 cross-border requests; asset seizures jump 23 times to 1.19 lakh crore between 2005-14 and 2014-24
    Next Article
    લખનઉમાં અજય રાયની તબિયત લથડી, મેદાંતામાં દાખલ:છાતીમાં ભારે દુખાવો થયો હતો, પીએમ મોદીના ટ્વિટના 11 કલાક પછી રાહુલનું ટ્વિટ; સ્વસ્થ થવાની પ્રાર્થના કરી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment