Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જામનગરમાં નેપાળી યુવાનની હત્યા: મિત્ર આરોપી પકડાયો:પત્ની વિશે ટિપ્પણીથી ઉશ્કેરાઈ પથ્થર મારી હત્યા કરી

    7 hours ago

    જામનગરમાં નેપાળી યુવાનની હત્યા કેસમાં તેના જ મિત્રની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ પોલીસ પૂછપરછમાં પત્ની વિશેની ટિપ્પણીથી ઉશ્કેરાઈને હત્યા કર્યાની કબૂલાત કરી છે. પોલીસ પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે બંને મિત્રો સાથે બેઠા હતા. તે દરમિયાન મૃતકે આરોપીની પત્ની વિશે ટીકા-ટિપ્પણી કરી હતી, જે તેને ગમ્યું ન હતું. આથી આવેશમાં આવી તેણે પથ્થર મારી હત્યા કરી હતી. જામનગરના ગ્રીન સિટી નજીકથી ૨૮ વર્ષીય તપેન્દ્ર સાઉદ નામના નેપાળી યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથામાં પથ્થર મારી હત્યા કરાઈ હોવાનું સામે આવ્યું હતું. મૃતકના પિતા શંકર સાઉદે પોતાના પુત્રની હત્યા થઈ હોવાનું અને તેના મિત્ર રાકેશ ઉર્ફે રામુ છેત્રી નામના નેપાળી શખ્સે પથ્થર મારી હત્યા કરી હોવાનું જણાવ્યું હતું. આ ફરિયાદના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. સિટી એ. ડિવિઝન પોલીસ સાથે એલ.સી.બી. અને એસ.ઓ.જી.ની ટીમો પણ તપાસમાં જોડાઈ હતી. અલગ-અલગ ટીમો બનાવી પોલીસે આરોપી રાકેશ ઉર્ફે રામુ છેત્રી સાઉદની અટકાયત કરી હતી. પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    કાળઝાળ ગરમી વચ્ચે માનવતાનો શીતલ સ્પર્શ:વેરાવળ GSRTC દ્વારા મુસાફરોને વિનામૂલ્યે ઠંડી છાસ વિતરણ
    Next Article
    Bharti Singh’s husband Harssh has rented another flat to escape household chaos: ‘Koi chinta nahi’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment