Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે કર્મચારીને મોટા નાયતા પાસે અકસ્માત નડ્યો:પાટણ-શિહોરી હાઇવે પર આઈસર ટ્રકે બાઈકને ટક્કર મારી, ગંભીર રીતે ઘાયલને ધારપુર સિવિલમાં દાખલ કરાયા

    4 days ago

    પાટણ-શિહોરી હાઇવે પર મોટા નાયતા ગામ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. એક આઈસર ટ્રકે મોટરસાઈકલને ટક્કર મારતા રેલવે કર્મચારી લાલાભાઇ રાવળ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. આ ઘટના રાત્રિના 8:15 વાગ્યા આસપાસ બની હતી. પાટણના નિર્મળનગરમાં રહેતા અને મૂળ મહેસાણાના કામલી ગામના મંગાભાઇ ચમનભાઇ રાવળે સરસ્વતી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ નોંધાવી છે. તેમના 34 વર્ષીય પુત્ર લાલાભાઇ રાવળ કેન્દ્ર રેલવે વિભાગમાં ગેંટમેન તરીકે ફરજ બજાવે છે. લાલાભાઇ પોતાની સ્પેલન્ડર મોટરસાઈકલ (નંબર GJ 02 CQ 5899) પર નોકરી પર જઈ રહ્યા હતા. મોટા નાયતા ગામથી અડધો કિલોમીટર દૂર હાઇવે પર સામેથી આવતી આઈસર ટ્રક (નંબર GJ 23 AT 4973) ના ચાલકે બેદરકારીપૂર્વક વાહન ચલાવી તેમની બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં લાલાભાઇને મોઢાના ભાગે, જડબામાં ફ્રેક્ચર, માથાના પાછળના ભાગે અને જમણા પગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ આઈસર ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો. ઈજાગ્રસ્ત લાલાભાઇને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ધારપુર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમની ગંભીર હાલત જોતા વધુ સારવાર માટે તેમને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સરસ્વતી પોલીસે બી.એન.એસ.એસ.ની કલમ 173 હેઠળ આઈસર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી હેડ કોન્સ્ટેબલ જગતસિંહ રામાજીને વધુ તપાસ સોંપી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત SBI 50 લાખ લૂંટ કેસમાં પોલીસને મહત્વની લીડ મળી:લૂંટારૂઓ દોઢ મહિના રાંદેરમાં નાના રૂમમાં ભાડે રહ્યાં, 17 દિવસ રેકી કરી; 3 બાઈક કિમ-કોસંબા રોડ પરથી મળી
    Next Article
    મનપા, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીઓ માટે સેન્સ શરૂ:રાજકોટ મેયર પદ માટે બ્રાહ્મણ અથવા પાટીદાર સમાજને પ્રભુત્વ મળશે, OBC કોર્પોરેટરોની ડે.મેયર અને સ્ટેન્ડિંગ માટેની માગણી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment