Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્તી ગણતરીમાં OBC કોલમ હટાવવા સામે ભારે આક્રોશ:પાટણમાં કોંગ્રેસે વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું; માગણીઓ નહીં સંતોષાય તો રાષ્ટ્રીય સ્તરે ઉપવાસની ચીમકી

    15 hours ago

    કેન્દ્ર સરકાર દ્વારા આગામી વસ્તી ગણતરીમાં OBC સમાજનું અલગ કોલમ રદ કરવામાં આવતાં તેના વિરોધમાં પાટણ ખાતે કોંગ્રેસ દ્વારા વિશાળ રેલી યોજીને કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. દેશભરમાં જાન્યુઆરીથી શરૂ થનારી આ વસ્તી ગણતરીમાં જો OBC સમાજની અલગથી જાતિ આધારિત ગણતરી કરવામાં નહીં આવે તો યોગ્ય હિસ્સેદારી છીનવાઈ જશે તેવો ગંભીર આરોપ મૂકીને કોંગ્રેસ નેતાઓએ આગામી દિવસોમાં રાષ્ટ્રીય સ્તરે ઉગ્ર આંદોલન અને ઉપવાસ કરવાની કડક ચીમકી ઉચ્ચારી છે. દરેક વર્ગની યોગ્ય હિસ્સેદારી માટે આંદોલન પાટણમાં આયોજિત આ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અનિલ જૈન, પ્રદેશ OBC ચેરમેન મહેશ રાજપૂત, જિલ્લા પ્રમુખ ગેમર રબારી અને પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોર સહિતના અનેક નાના-મોટા આગેવાનો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન તમામ નેતાઓએ એકસૂરે કેન્દ્ર સરકારની નીતિઓ સામે વિરોધ નોંધાવીને OBC સમાજના અધિકારો માટે લડત ચાલુ રાખવાનો નિર્ધાર વ્યક્ત કર્યો હતો. ગણતરીના ફોર્મમાં OBC નો વિકલ્પ રદ કરાયો પ્રદેશ OBC ચેરમેન મહેશ રાજપૂતે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વસ્તી ગણતરીના નવા ફોર્મમાં માત્ર SC, ST અને અધર જેવા જ વિકલ્પો રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં આવેલી કુલ 147 જેટલી OBC જ્ઞાતિઓને સીધી રીતે 'અધર' કાસ્ટમાં મૂકી દેવામાં આવી છે. તેમણે સ્પષ્ટ માગ કરી હતી કે દેશમાં વસ્તી ગણતરી દરમિયાન જાતિ આધારિત ચોક્કસ ગણતરી થાય તો જ દરેક સમાજને વસ્તીના પ્રમાણમાં વાસ્તવિક હિસ્સો અને ન્યાય મળી શકે. ભાજપ સરકાર પર કોલમ રદ કરવાનો આરોપ બીજી તરફ પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે ભાજપ સરકાર પર સીધો પ્રહાર કરતાં આરોપ લગાવ્યો હતો કે, સરકાર આયોજનપૂર્વક વસ્તી ગણતરીમાંથી OBC કોલમ રદ કરીને પછાત સમાજના બંધારણીય હકો છીનવી રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે જો કોંગ્રેસની આ વાજબી માગણીઓ તાત્કાલિક સ્વીકારવામાં નહીં આવે તો સમગ્ર દેશમાં રાષ્ટ્રીય સ્તરે ગાંધીચિંધ્યા માર્ગે આંદોલન અને ભૂખ હડતાળના કાર્યક્રમો આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    કતારગામ GIDCમાં દેશનો સંભવિત પ્રથમ 3D સોલર પ્લાન્ટ:દીવાલ પર ઊભી પેનલથી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મળશે વીજળી, 12.5 લાખના ખર્ચે દીવાલ પર વર્ટિકલ સોલર પેનલો લગાવી
    Next Article
    'No Coercive Action': Supreme Court In Journalist vs Cop In Molestation Case During Delhi Protest

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment