Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કતારગામ GIDCમાં દેશનો સંભવિત પ્રથમ 3D સોલર પ્લાન્ટ:દીવાલ પર ઊભી પેનલથી સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી મળશે વીજળી, 12.5 લાખના ખર્ચે દીવાલ પર વર્ટિકલ સોલર પેનલો લગાવી

    14 hours ago

    સુરતના કતારગામ GIDC ખાતે આંગડિયા એન્ટરપ્રાઇઝિસ દ્વારા સામાન્ય સોલર પ્લાન્ટ કરતાં તદ્દન અલગ એવો વર્ટિકલ સોલર પાવર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પરંપરાગત રીતે ધાબા કે જમીન પર આડી પેનલ લગાવવાને બદલે અહીં બિલ્ડિંગની દીવાલ પર ઊભી પેનલ્સ લગાવીને વીજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ અનોખી ડિઝાઇનથી બિલ્ડિંગનું એલિવેશન કાચ કરતાં પણ સુંદર દેખાય છે, સાથે સાથે બહારની દીવાલ પર સીધો તડકો ન પડતો હોવાથી બિલ્ડિંગ અંદરથી ખૂબ ઓછું તપે છે. આ પ્લાન્ટમાં અત્યાધુનિક ઈઝરાયલી ઓપ્ટિમાઇઝર સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનાથી પેનલ પર છાંયો આવે તો પણ આખા પ્લાન્ટના ઉત્પાદન પર કોઈ માઠી અસર થતી નથી અને મહત્તમ સૌર ઊર્જા મેળવી શકાય છે. પરંપરાગત છત કરતાં દીવાલ પર ઊભી પેનલ્સની કાર્યપદ્ધતિ કેવી રીતે અલગ? સામાન્ય રીતે સોલર પ્લાન્ટ માત્ર ધાબા કે જમીન પર ફ્લેટ પેનલ મૂકીને તૈયાર થતા હોય છે, જેમાં સવારે 9 વાગ્યાથી સારું વીજ ઉત્પાદન શરૂ થાય છે અને બપોરે 3 વાગ્યા પછી સૂર્ય ઢળતાં તેનું ઉત્પાદન ઘટી જાય છે. તેની સામે કતારગામમાં ઊભી કરાયેલી આ વર્ટિકલ સોલર સિસ્ટમ સવારે 6 વાગ્યાના સૂર્યોદયથી લઈને છેક સાંજે 6 વાગ્યાના સૂર્યાસ્ત સુધી સતત વીજળી ઉત્પન્ન કરવા સક્ષમ છે. સાઉથ ફેસિંગ દીવાલ પર આ પેનલો સૂર્યના કિરણોને દિવસભર સીધા ઝીલે છે, જેના કારણે સામાન્ય પ્લાન્ટની સરખામણીએ આખો દિવસ સરખો અને સ્થિર ઊર્જા પ્રવાહ મળતો રહે છે. 25 KW કેપેસિટી અને ₹12.5 લાખનો પ્રોજેક્ટ ખર્ચ કતારગામ GIDC ખાતે કાર્યરત આ વર્ટિકલ સોલર પ્લાન્ટ 25 કિલોવોટની ક્ષમતા ધરાવે છે. આ પ્રોજેક્ટ તૈયાર કરવા પાછળ અંદાજે ₹12 થી ₹12.5 લાખનો ખર્ચ થયો છે. આ પ્લાન્ટમાંથી વર્ષે અંદાજે 18,000 યુનિટ વીજ ઉત્પાદન અપેક્ષિત છે, જે મુજબ રોજના સરેરાશ 50 યુનિટ અને દર મહિને 1500 જેટલા યુનિટ વીજળી ગ્રીડમાં બાદ મળશે. છત પર જગ્યા મર્યાદિત હોય ત્યારે દીવાલની ઊંચાઈનો ઉપયોગ કરીને વીજળી મેળવવાનો આ ઉત્તમ વિકલ્પ સાબિત થઈ રહ્યો છે. દરેક પેનલ પોતાનો પ્લાન્ટ, ઈઝરાયલી ઓપ્ટિમાઇઝરની વિશેષતા સામાન્ય સોલર સિસ્ટમમાં જો કોઈ એક પેનલ પર ધૂળ, વાદળ કે છાંયો આવી જાય તો આખી લાઇનનું પાવર આઉટપુટ ઘટી જતું હોય છે. પરંતુ આ પ્રોજેક્ટમાં લગાવેલી તમામ 42 પેનલ પર ખાસ ઈઝરાયલી ઓપ્ટિમાઇઝર લગાવવામાં આવ્યા છે. આ ટેક્નોલોજીના કારણે દરેક પેનલ એક સ્વતંત્ર પાવર પ્લાન્ટની જેમ કામ કરે છે. જો કોઈ એકાદ પેનલ પર પડછાયો આવે તો માત્ર તેટલી પેનલનું ઉત્પાદન પ્રભાવિત થાય છે, બાકીની 41 પેનલ પૂરી ક્ષમતાથી પાવર જનરેટ કરતી રહે છે. આ કેરફુલ એન્જિનિયરિંગના કારણે ઊભી પેનલ હોવા છતાં 40% જેટલું સ્થિર ઉત્પાદન સરળતાથી મળી રહે છે. ટેરેસની લિમિટ સામે Z-એક્સિસનો ઉપયોગ કોઈપણ ઉદ્યોગ કે બિલ્ડિંગ પાસે ટેરેસની સ્પેસ ફિક્સ હોય છે, જેમ કે 5,000 ચોરસ ફૂટની છત હોય તો તેના પર વધુમાં વધુ 40 KW ક્ષમતાનો પ્લાન્ટ જ સ્થાપી શકાય. ધાબું પૂરું થઈ ગયા પછી વધારાની ઊર્જા મેળવવા માટે ઊંચાઈ એટલે કે Z-એક્સિસનો ઉપયોગ આ પ્રોજેક્ટમાં કરાયો છે. એક્સ અને વાય એક્સિસ એટલે કે ધાબા ઉપરાંત ઊભી દીવાલની ઊંચાઈ પણ વાપરીને આખી જગ્યાના ત્રણેય પરિમાણોને કવર કરી લેવાયા છે. જેથી આ પ્રોજેક્ટ એક પ્રકારે સંપૂર્ણ 3D સોલર પ્લાન્ટ તરીકે ઉભરી આવ્યો છે, જે ભવિષ્યમાં જગ્યાની અછત ધરાવતા ઔદ્યોગિક એકમો માટે માર્ગદર્શક બનશે. નીચે 7 કનેક્ટરવાળું EV ચાર્જિંગ સ્ટેશન આ વર્ટિકલ સોલર પ્રોજેક્ટની સૌથી મોટી વિશિષ્ટતા તેનું ગ્રીડ ટાઈડ EV ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે. સોલર પેનલની બરાબર નીચે ટાટા પાવર સાથે મળીને પબ્લિક તેમજ પ્રાઇવેટ ઉપયોગ માટે ચાર્જિંગ સ્ટેશન શરૂ કરવામાં આવ્યું છે. જેમાં 7 અલગ-અલગ કનેક્ટર્સ આપવામાં આવ્યા છે, જેથી એક સાથે 7 વાહનો ચાર્જ થઈ શકે. અહીં ટુ-વ્હીલર, થ્રી-વ્હીલર અને ફોર-વ્હીલર સહિતના તમામ પ્રકારના ઇલેક્ટ્રિક વાહનોને ચાર્જ કરી શકાય છે. આ સિસ્ટમથી કાર્બન ઉત્સર્જન ઘટાડવામાં સીધી મદદ મળી રહી છે. રૂઝલ પરેશભાઈ આંગડિયા શું કહે છે? આંગડિયા એન્ટરપ્રાઇઝિસના પ્રોપરાઇટર રુઝલ પરેશભાઈ આંગડિયા જણાવે છે કે, બિલ્ડિંગની છત પર સોલર પેનલ્સ તો આખું ગામ લગાવે છે, પરંતુ જ્યારે ટેરેસ પર જગ્યા ખૂટી પડે ત્યારે દીવાલની ઊંચાઈનો ઉપયોગ કરવો એ જ શ્રેષ્ઠ ઉપાય છે. અમે સાઉથ ફેસિંગ દીવાલ, સૂર્યનું ઉત્તરાયણ અને દક્ષિણાયન તેમજ લેટિટ્યુડ-લોન્ગિટ્યુડ ધ્યાનમાં રાખીને ચોક્કસ એંગલ પર પેનલ્સ ગોઠવી છે. જો ઓરિએન્ટેશન સાચું ન હોય તો ઉત્પાદન 30 યુનિટ થઈ જાય અને જો યોગ્ય એન્જિનિયરિંગ હોય તો 60 યુનિટ પણ મળી શકે. દીવાલ પર પેનલ હોવાથી બિલ્ડિંગના સ્ટ્રક્ચરનું આયુષ્ય પણ વધે છે. આગામી 6 થી 8 મહિનાનો ડેટા તપાસીને અમે અમારી અન્ય મિલકતો પર પણ આવા વર્ટિકલ સોલર પ્લાન્ટ સ્થાપવાનું આયોજન કરી રહ્યા છીએ.
    Click here to Read More
    Previous Article
    'અમને કોઈ ડરાવી-ધમકાવી ન શકે':રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટની ફટકાર, CJI બોલ્યા- કોર્ટની અંદર અને બહાર શું બોલો છો તે જાણીએ છીએ, અલગ દુનિયામાં નથી જીવતા
    Next Article
    વસ્તી ગણતરીમાં OBC કોલમ હટાવવા સામે ભારે આક્રોશ:પાટણમાં કોંગ્રેસે વિશાળ રેલી યોજી કલેક્ટરને આવેદન આપ્યું; માગણીઓ નહીં સંતોષાય તો રાષ્ટ્રીય સ્તરે ઉપવાસની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment