Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજાપુર તા.પં.ના પ્રમુખ પદ માટે નેહા સુથારની દાવેદારી:મહેસાણા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારી નક્કી કરવા ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી

    2 days ago

    મહેસાણા જિલ્લા ભાજપ કાર્યાલય 'કમલમ' ખાતે આજે રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો. સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ખાલી પડનારા પ્રમુખ અને મેયર જેવા મહત્વના પદો માટે ભાજપ દ્વારા ઉમેદવારોની પસંદગી કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ માટે પ્રદેશ કક્ષાએથી નિમણૂક પામેલા ત્રણ નિરીક્ષકો વિનોદભાઈ ચાવડા, પલ્લવીબેન ઠાકર અને સુરેશભાઈએ મહેસાણા પહોંચીને કાર્યકરો અને દાવેદારોની સેન્સ લેવાની કામગીરી શરૂ કરી છે. આ સેન્સ પ્રક્રિયામાં મહેસાણા મહાનગરપાલિકાના આગામી મેયરની પસંદગી માટે ઝીણવટભરી ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ, જિલ્લાની 10 તાલુકા પંચાયતોના પ્રમુખ તેમજ 5 નગરપાલિકાઓના પ્રમુખ પદ માટે યોગ્ય ચહેરાઓની પસંદગી કરવા માટે નિરીક્ષકો દ્વારા સ્થાનિક હોદ્દેદારો અને સદસ્યોના મંતવ્યો લેવામાં આવી રહ્યા છે. વિજાપુર તાલુકા પંચાયતનું પ્રમુખ પર ઓબીસી મહિલા માટે અનામત હોય લોકગાયિકા નેહા સુથાર દ્વારા દાવેદારી કરવામાં આવી છે. સેન્સ બાદ પાર્લામેન્ટરી બોર્ડ આખરી નામો પર મહોર મારશે નોંધનીય છે કે મહેસાણા જિલ્લાની તમામ સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ભાજપ સ્પષ્ટ બહુમતી ધરાવે છે.જેના કારણે પ્રમુખ પદ માટેના દાવેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલી આ સેન્સનો રિપોર્ટ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને સોંપવામાં આવશે, જેના આધારે આખરી નામોની જાહેરાત કરવામાં આવશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવ્યા બાદ હવે સત્તાના મહત્વપૂર્ણ પદો માટે પસંદગી પ્રક્રિયા તેજ બની છે. આજે મહેસાણા મહાનગરપાલિકાના મેયર તેમજ જિલ્લા પંચાયત, 10 તાલુકા પંચાયત અને 5 પાલિકાઓમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનની પસંદગી માટે પ્રદેશ ભાજય દ્વારા નિયુક્ત નિરીક્ષક મહેસાણા કમલમ ખાતે સેન્સ લીધા બાદ દરેક પદ માટે ત્રણ -ત્રણની પેનલ બનાવાશે. હોદા મેળવવા સભ્યોનું લોબિંગ શરૂ આ પહેલા જ મહત્વના પદ મેળવવા માટે ચૂંટાયેલા સભ્યોમાં અંદરખાને લોબિંગ તેજ થઈ ગયું છે. તે માટે પતિદેવો દોડાદોડ કરી રહ્યા છે. જોકે ચર્ચા એવી પણ ચાલી રહી છે કે સંગઠનમાં પોતે અથવા તેમના પતિ કોઇ હોદ્દા પર હોય તો આવી ઉમેદવારીને પ્રાથમિકતા આજે સવારે 9-30 વાગ્યાથી કમલમ ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ થઈ હતી. જેમાં સૌપ્રથમ તાલુકા પંચાયતોમાં અનુક્રમે જોટાણા, કડી, બહુચરાજી, વિસનગર, ઊંઝા, વિજાપુર, સતલાસણા, ખેરાલુ, વડનગર અને મહેસાણા તાલુકા પંચાયતના દાવેદારો અંગે સેન્સ લેવાશે. ત્યાર પછી બપોરે 3.30 વાગ્યાથી નગરપાલિકાઓ કડી, બહુચરાજી, વિજાપુર, ઊંઝા અને વિસનગર માટે સેન્સ લેવાશે. સાંજે 6 વાગે જિલ્લા પંચાયત માટે અને છેલ્લે સાંજે 7 વાગ્યાથી મહેસાણા મહાનગરપાલિકા માટે સેન્સ લેવામાં આવશે. દરેક સંસ્થા માટે અડધા ક્લાકનો સમય નક્કી કરાયો છે.તેવું જાણવા મળ્યું છે લોક ગાયિકા નેહા સુથાર સેન્સ આપવા પહોંચ્યા મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાની ફુદેડા બેઠક પરથી વિજયી થયેલા જાણીતા લોક ગાયિકા નેહા સુથાર હવે લોક સેવિકા તરીકેની નવી ભૂમિકા ભજવવા તૈયાર છે. વિજાપુર તાલુકા પંચાયત પ્રમુખનું પદ OBC મહિલા માટે અનામત હોવાથી, તેઓ પોતાની સેન્સ આપવા જિલ્લા ભાજપ કાર્યાલય પહોંચ્યા હતા, જ્યાં તેમણે લોક ગાયિકામાંથી લોક સેવક બનવા બદલ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું કે પ્રજાના કામો અને વિસ્તારનો વિકાસ તેમની સર્વોચ્ચ પ્રાથમિકતા રહેશે અને જો પાર્ટી તેમને પ્રમુખ પદની જવાબદારી સોંપશે, તો તેઓ વ્યવસાય કરતા જનસેવાને વધુ મહત્વ આપશે. ખાસ કરીને તેમણે એક સૂચક નિવેદન આપ્યું હતું કે, જો તેઓ પ્રમુખ બનશે તો દિવસ દરમિયાન યોજાતા વરઘોડાના કાર્યક્રમો બંધ કરી પ્રજાના કામોમાં સમય આપશે, જોકે રાત્રિના ગરબાના કાર્યક્રમો ચાલુ રાખશે.
    Click here to Read More
    Previous Article
    હિંમતનગરની હિંમત હાઈસ્કૂલમાં પરિણામ જાહેર:1345 વિદ્યાર્થીને માર્કશીટ અપાઈ, ઉનાળુ વેકેશન શરૂ
    Next Article
    વટવા GIDC અને SG હાઇવે પરથી 1034 દારૂની બોટલો ઝડપાઈ:પીસીબીએ બે ભાઈઓની ધરપકડ કરી, એક ફરાર આરોપીને શોધવા તજવીજ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment