Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વટવા GIDC અને SG હાઇવે પરથી 1034 દારૂની બોટલો ઝડપાઈ:પીસીબીએ બે ભાઈઓની ધરપકડ કરી, એક ફરાર આરોપીને શોધવા તજવીજ શરૂ

    2 days ago

    અમદાવાદમાં અલગ અલગ વિસ્તારોમાં દારૂની હેરાફેરી થતી હોય છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરની પીસીબી સ્ક્વોડે એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટી નજીક ગાડીમાં લઈ જવાતો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે. જ્યારે વટવા જીઆઇડીસી વિસ્તારમાં GIDC ફેઝ-2માં ચાની લારીમાં સંતાડેલો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. પીસીબીની ટીમે બંને જગ્યાએથી કુલ 1034 વિદેશી દારૂની બોટલો ફુલ રૂ. 5.88 લાખની જપ્ત કરી છે. બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે એક ફરાર આરોપીને શોધવા તજવીજ શરૂ કરી છે. કારની અંદર ગુપ્ત ખાનામાં દારૂની હેરાફેરી કરતાં હતા બે ઝડપાયા પીસીબી પીઆઇ જે.પી. જાડેજાની ટીમને બાતમી મળી હતી કે, હીરાવાડી વિસ્તારમાં બજરંગ આશ્રમ પાસે આવેલા હરી દર્શન ફ્લેટમાં રહેતા દિલીપ ચૌહાણ અને સંજય ચૌહાણ નામના બંને ભાઈઓ એસજી હાઇવે પર નિરમા યુનિવર્સિટી પાસેથી એક ગાડીમાં ગુપ્ત ખાનુ બનાવી અને તેમાં દારૂનો જથ્થો ભરીને આવી રહ્યા છે. 407 જેટલી વિદેશી દારૂની બોટલો જપ્ત કરી જેથી ટીમ દ્વારા વોચ ગોઠવવામાં આવી હતી અને દાંતની વાળી ગાડી આવવાની સાથે જ પોલીસે તેને રોકી હતી. પોલીસે કારમાં જોતા ડેકીના પાછળના ભાગ પતરું લગાવી એક ચોર ખાનુ બનાવેલું હતું. આકૃતિ ખોલતા તેમાં અલગ અલગ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી કુલ 407 જેટલી વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. બંધ ચાની લારીમાં છુપાવેલા દારૂને વટવામાથી ઝડપાયો જ્યારે વટવા જીઆઇડીસી વિસ્તારમાંથી બંધ ચાની લારીમાંથી પીસીબીની ટીમ દ્વારા દરોડો પાડીને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. વટવા વિસ્તારમાં રહેતો ઉગ્રસેન સિંહ રાજપુત નામના વ્યક્તિ દ્વારા વટવા જીઆઇડીસી ખાતે ટોરેન્ટ સબ સ્ટેશન નંબર 19 પાસે બંધ ચાની લારીમાં દારૂ છુપાવ્યો હોવાની બાતમીને લઈને તેઓ દરોડો પાડ્યો હતો. ત્યારે લારીમાંથી 627 જેટલી વિદેશી દારૂની બોટલો રૂ. 2.55 લાખની જપ્ત કરવામાં આવી હતી. સ્થાનિક વટવા જીઆઇડીસી પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીઓની જાણ બહાર જ પોલીસ કમિશનર સ્ક્વોડ દ્વારા દરોડો પાડીને દારૂ ઝડપવામાં આવ્યો હતો.
    Click here to Read More
    Previous Article
    વિજાપુર તા.પં.ના પ્રમુખ પદ માટે નેહા સુથારની દાવેદારી:મહેસાણા જિલ્લાની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના પદાધિકારી નક્કી કરવા ભાજપે સેન્સ પ્રક્રિયા હાથ ધરી
    Next Article
    Gujarat Mayor News | રાજ્યની 15 મનપામાં પદાધિકારીઓની નિમણૂકને લઈને ભાજપે કવાયત તેજ કરી | News18

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment