Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાના પદાધિકારીઓ માટે ભાજપમાં મંથન:મેયર, ડે. મેયર સહિતના પદો માટે પેનલ તૈયાર કરવાની કવાયત તેજ, હાથમાં નીડલ સાથે હોસ્પિટલથી ભાજપ કાર્યાલય ભાવિશા પટેલ પહોંચ્યા

    9 hours ago

    સુરત મહાનગરપાલિકામાં ભાજપના ભવ્ય વિજય બાદ હવે મેયર સહિતના મહત્વના પદો પર કોની તાજપોશી થશે તે અંગે ઉત્તેજના વધી છે. ભાજપ કાર્યાલય ખાતે જ્યારે નિરીક્ષકો સેન્સ લેવા પહોંચ્યા, ત્યારે એક અનોખો દ્રશ્ય જોવા મળ્યું હતું. વોર્ડ નં. 1ના વિજયી ઉમેદવાર ભાવિશાબેન પટેલ છેલ્લા બે દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતાં. જોકે, પક્ષ પ્રત્યેની નિષ્ઠા અને જવાબદારી સમજીને તેઓ હાથમાં મેડિકલ નીડલ (સોય) સાથે સીધા જ હોસ્પિટલથી નિરીક્ષકો સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા. તેમની આ તસ્વીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહી છે, જે દર્શાવે છે કે સત્તાના સૂત્રો સંભાળવા માટે કાર્યકરોમાં કેટલો ઉત્સાહ અને સમર્પણ છે. પાર્ટી જે નક્કી કરશે તે શિરોમાન્ય ભાવિશાબેન પટેલ સીધા હોસ્પિટલથી ભાજપ કાર્યાલય પહોંચેલા ભાવિશાબેન પટેલે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, હું છેલ્લા 2 દિવસથી હોસ્પિટલમાં એડમિટ હતી, પણ પક્ષે જે જવાબદારી આપી છે અને જે પ્રક્રિયા ચાલી રહી છે તેને નિભાવવી મારી ફરજ છે. એટલે હું સીધી અહીં આવી છું. મારે કોઈ પદની માંગણી નથી, પાર્ટી મારી કામગીરીની નોંધ લે છે અને પક્ષ જે પણ નિર્ણય કરશે તે મને માન્ય છે. ત્રણ નિરીક્ષકોની ટીમ સુરતમાં તૈનાત સુરતના આગામી પદાધિકારીઓની પસંદગી માટે ભાજપ પ્રદેશ દ્વારા ત્રણ અનુભવી નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. જેમાં શબ્દશરણ બ્રહ્મભટ્ટ, જાનવી વ્યાસ અને માજી પ્રદેશ મંત્રી તેમજ પૂર્વ ધારાસભ્ય મયુર રાવલનો સમાવેશ થાય છે. આ ત્રણેય નિરીક્ષકો ભાજપ કાર્યાલય ખાતે બેસીને શહેરના વિવિધ સ્તરોના હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પાસેથી મંતવ્યો મેળવી રહ્યા છે. સુરત મહાનગરપાલિકામાં ભાજપને ૧૧૫ બેઠકો સાથે સ્પષ્ટ બહુમતી મળી હોવાથી, દાવેદારોની સંખ્યા પણ મોટી છે. 250થી વધુ લોકોના મંતવ્યો લેવાશે સુરત શહેર ભાજપ પ્રમુખ પરેશ પટેલે આ પ્રક્રિયા અંગે વિગતવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, ભાજપની પરંપરા મુજબ દરેક કાર્યકર અને પ્રતિનિધિનો અવાજ સાંભળવામાં આવે છે. નિરીક્ષકો આજે 200 થી 250 જેટલા અપેક્ષિત શ્રેણીના લોકોને વ્યક્તિગત રીતે સાંભળશે. આ યાદીમાં કોર્પોરેટરો, સંગઠનની ટીમ, વોર્ડ પ્રમુખો, મહામંત્રીઓ, ધારાસભ્યો અને સાંસદોનો સમાવેશ થાય છે. દરેક વ્યક્તિને ઇન્ડિવિડ્યુઅલી બોલાવીને તેમનો અભિપ્રાય લેવામાં આવશે જેથી લોકશાહી ઢબે યોગ્ય નેતૃત્વની પસંદગી થઈ શકે. વિકાસ અને ક્ષમતાના આધારે પસંદગી થશે આ વખતે પદાધિકારીઓની પસંદગીમાં કયા માપદંડો ધ્યાનમાં લેવાશે તે અંગે પરેશ પટેલે સ્પષ્ટ કર્યું કે આ પક્ષની આંતરિક બાબત છે, પરંતુ સુરત શહેરના વિકાસને વેગ આપે તેવા નામો પર ભાર મૂકાશે. સુરત શહેરના બજેટનું કદ, શહેરના ભાવિ ડેવલોપમેન્ટ પ્રોજેક્ટ્સ અને જે વિકાસની વાતો પર જનતાએ ભાજપને મતો આપ્યા છે, તે વાતોને સાકાર કરી શકે તેવી ક્ષમતા ધરાવતા નેતાઓને જ પદ પર બેસાડવામાં આવશે. કાર્યકરોની કાર્યક્ષમતા અને લોકોમાં તેમની લોકપ્રિયતા પણ મહત્વનો ભાગ ભજવશે. મેયર સહિત 4 મુખ્ય પદો અને શિક્ષણ સમિતિ પર નજર નિરીક્ષકો માત્ર મેયર પદ માટે જ નહીં, પરંતુ મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને શાસક પક્ષના નેતા એમ કુલ 4 મુખ્ય પદો માટે સેન્સ લઈ રહ્યા છે. આ ઉપરાંત, મનપાની શિક્ષણ સમિતિના સભ્યો માટે પણ યોગ્ય નામોની વિચારણા કરવામાં આવશે. જેટલી પણ ખાલી બેઠકો અને હોદ્દાઓ છે, તે તમામ માટે વિસ્તૃત ચર્ચાઓ કરવામાં આવી રહી છે. દરેક વોર્ડ દીઠ સમીકરણો તપાસીને એવી પેનલ બનાવવાની કોશિશ છે જે આગામી સમયમાં વિપક્ષ સામે મજબૂત રીતે ટકી શકે. પેનલ તૈયાર થયા બાદ પ્રદેશ કારોબારી લેશે આખરી નિર્ણય નિરીક્ષકો દ્વારા લેવામાં આવેલા સેન્સ બાદ એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે. આ રિપોર્ટના આધારે સંભવિત ઉમેદવારોની પેનલ બનાવવામાં આવશે. આ પેનલને પ્રદેશ ભાજપ અધ્યક્ષ અને પ્રદેશની કોર ટીમ સમક્ષ રજૂ કરવામાં આવશે. પ્રદેશ કારોબારીની બેઠકમાં સુરતના મેયર અને અન્ય પદાધિકારીઓના નામ પર આખરી મહોર મારવામાં આવશે. ભાજપમાં સામાન્ય રીતે શિસ્તબદ્ધ રીતે નામો જાહેર કરવાની પરંપરા છે, તેથી નામની જાહેરાત છેલ્લી ઘડીએ થવાની સંભાવના છે. શહેરી રાજકારણમાં ગરમાવો સુરતની જનતાની નજર અત્યારે ભાજપ કાર્યાલય પર છે. 115 બેઠકો જીત્યા પછી ભાજપ માટે પદાધિકારીઓની પસંદગી એ 'મીઠી મૂંઝવણ' જેવી સ્થિતિ છે. જૂના જોગીઓ અને નવા ચહેરાઓ વચ્ચે સંતુલન જાળવવું એ નિરીક્ષકો માટે પડકારજનક રહેશે. જોકે, જે રીતે ભાવિશાબેન પટેલ જેવા કાર્યકરો પક્ષ પ્રત્યે વફાદારી દર્શાવી રહ્યા છે, તે જોતા ભાજપ સુરતમાં ફરી એકવાર મજબૂત સંગઠનશક્તિના દર્શન કરાવી રહ્યું હોય તેમ જણાય છે. હવે જોવાનું એ રહેશે કે સુરતના પ્રથમ નાગરિક (મેયર) તરીકે પક્ષ કોને મેદાનમાં ઉતારે છે.
    Click here to Read More
    Previous Article
    અમરેલીમાં ટેમ્પો-બાઇક અકસ્માત: પતિનું મોત:જેસિંગપરામાં ઘટના, પત્ની ઇજાગ્રસ્ત; મૃતદેહ 2 કલાક રઝળ્યો
    Next Article
    Iran Lost $4,800,000,000 In Oil Revenue Due To US Blockade: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment