Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના હોદેદારો નક્કી કરવા ભાજપની કવાયત:આજે તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે અને આવતીકાલે મનપા અને જિલ્લા પંચાયત માટે સેન્સ લેવાશે

    10 hours ago

    વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે આજે તાલુકા પંચાયત અને નગરપાલિકાઓ માટે સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ પ્રક્રિયા અંતર્ગત પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ, પક્ષના નેતા અને દંડક જેવા મહત્વના પદો માટે અભિપ્રાય અને સંભવિત ઉમેદવારોની સેન્સ લેવામાં આવી રહી છે. પ્રદેશ ભાજપ દ્વારા નિરીક્ષક તરીકે નીતિન ભજીયાવાલા, હેમાક્ષી ભોગાવાલા અને વિક્રમ તરસાડિયાને જવાબદારી સોંપવામાં આવી છે. "વંદે કમલમ" જિલ્લા કાર્યાલય ખાતે આ ત્રણેય નિરીક્ષકોએ સેન્સ પ્રક્રિયા શરૂ કરી છે. સેન્સ પૂર્ણ થયા બાદ રિપોર્ટ તૈયાર કરીને તે પ્રદેશ સ્તરે સુપ્રત કરવામાં આવશે. વડોદરા મનપા અને જિલ્લા પંચાયત માટે આવતીકાલે સેન્સ લેવાશે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે હાલમાં ચાલી રહેલી સેન્સ પ્રક્રિયામાં અત્યારે પાદરા, કરજણ, શિનોર, ડભોઇ, ડેસર, સાવલી, વડોદરા અને વાઘોડિયા તાલુકા પંચાયતો માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરાઈ છે. બાદમાં સાંજે વાઘોડિયા, પાદરા અને સાવલી નગરપાલિકાઓની સેન્સ પ્રક્રિયા યોજાશે. આવતીકાલે વડોદરા જિલ્લા પંચાયત માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. મહત્વની બાબત છે કે હાલમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ શહેર જિલ્લામાં મોટા ભાગે બહુમતી ધરાવતી પાર્ટી બની છે. ત્યારે હવે તાલુકા નગર પાલિકા અને જિલ્લા પંચાયત સહિત મહાનગર પાલિકા માટે મહત્વના હોદ્દાની જવાબદારીઓ સોંપવા માટે સેન્સ પ્રક્રિયાનો આજથી પ્રારંભ થયો છે. ત્યારે આવનાર દિવસોમાં કોનું કયા નસીબ ખુલે છે તે જોવાનું રહેશે.
    Click here to Read More
    Previous Article
    'આવનારી પેઢી શાહરૂખ ખાનને યાદ નહીં રાખે':અભિજીત ભટ્ટાચાર્યે ફરી SRK પર નિશાન સાધ્યું, કહ્યું- 'તેના અહંકારના લીધે અમારા સંબંધોમાં તિરાડ પડી'
    Next Article
    વાડી વિસ્તારમાં વૃદ્ધને ગભરામણ થતા ઢળી પડ્યા ને મોત થયું:પિતાને બચાવવા પુત્રએ CPR આપ્યું, છતાં પરિણામ ન મળતા હોસ્પિટલ ખસેડ્યા, જ્યાં મૃત જાહેર કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment