Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટા ઉદેપુરમાં ભાજપ સમર્થકોએ રસ્તો તોડ્યાનો આક્ષેપ:સ્થાનિક ચૂંટણી હાર્યા બાદ ધમોડી ગામમાં આરસીસી રોડ તોડ્યાની ઘટના

    8 hours ago

    છોટા ઉદેપુર જિલ્લાના ધમોડી ગામમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં હાર મળ્યા બાદ ભાજપના સમર્થકો દ્વારા આરસીસી રસ્તો જેસીબી વડે તોડી પાડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તાજેતરમાં જ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થઈ હતી. છોટા ઉદેપુરના અંતરિયાળ વિસ્તારોમાં આશ્ચર્યજનક પરિણામો જોવા મળ્યા, જેમાં ભાજપને કારમી હાર મળી હતી અને આમ આદમી પાર્ટીનો વિજય થયો હતો. ચૂંટણીમાં હાર મળ્યા બાદ, હારી ગયેલા ભાજપના ઉમેદવારના સમર્થકો દ્વારા ધમોડી ગામમાં બનાવવામાં આવેલો આરસીસી રસ્તો તોડી પાડવામાં આવ્યો હોવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકો ભાજપની હારના કારણે રસ્તો તોડવામાં આવ્યો હોવાનો આક્ષેપ કરી રહ્યા છે અને આ રસ્તો ફરીથી બનાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સોશિયલ મીડિયામાં હથિયાર પ્રદર્શન, એકની ધરપકડ:સુરેન્દ્રનગર SOGએ પાટડીના ઝેઝરી ગામના રહેવાસી સામે કાર્યવાહી કરી
    Next Article
    No Words, Just Memes: Bengaluru Man's Farewell Email Has The Whole Office In Stitches

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment