Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુનવ્વર ફારૂકી અને મહેજબીનના ઘરે દીકરી જન્મી:ગુજ્જુ કોમેડિયને કહ્યું, 'ઘરમાં બરકત આવી'; બોલિવૂડ સેલેબ્સે અભિનંદનની વર્ષા કરી

    2 days ago

    ‘બિગ બોસ 17’નો વિજેતા અને ગુજ્જુ સ્ટેન્ડઅપ કોમેડિયન મુનવ્વર ફારૂકીની પત્ની મહેઝબીને શુક્રવારે એક દીકરીને જન્મ આપ્યો છે. મુનવ્વરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર દીકરી અને પત્નીના ફોટો શેર કરીને ચાહકો સાથે ખુશીના સમાચાર શેર કર્યા છે. 'દુઆઓમાં ખાસ યાદ રાખજો' મુનવ્વરે પત્ની અને દીકરીની તસવીરો શેર કરીને કેપ્શનમાં લખ્યું, 'ઘરમાં બરકત આવી. ધન્ય અનુભવી રહ્યો છું. અલ્હમદુલિલ્લાહ. દુઆઓમાં ખાસ યાદ રાખજો!' સેલેબ્સે શુભેચ્છાઓ પાઠવી જેવી આ પોસ્ટ સામે આવી, ઇન્ડસ્ટ્રીની ઘણી જાણીતી હસ્તીઓએ તેને અભિનંદન પાઠવ્યા. કોમેન્ટ્સ સેક્શનમાં વરુણ ધવન, જન્નત ઝુબેર, મિસ્ટર ફૈઝુ, રીમ શેખ અને અલી ગોનીએ શુભેચ્છાઓ પાઠવી. 2026માં મુનવ્વર અને મહેઝબીને બીજા લગ્ન કર્યાં મુનવ્વરના પહેલા લગ્ન વર્ષ 2017માં જાસ્મિન સાથે થયા હતા. આ એક અરેન્જ મેરેજ હતા. આ લગ્નથી મુનવ્વરને એક દીકરો મિખાઇલ છે. તેમના લગ્ન લગભગ 5 વર્ષ સુધી ચાલ્યા અને 2022માં બંનેના સત્તાવાર રીતે છૂટાછેડા થઈ ગયા. ત્યારબાદ 26 મે 2024ના રોજ મુનવ્વરે મેકઅપ આર્ટિસ્ટ મહેઝબીન કોટવાલા સાથે બીજા લગ્ન કર્યા. મહેઝબીનને એક દીકરી પણ છે. વર્કફ્રન્ટની વાત કરીએ તો, મુનવ્વરે છેલ્લે સોનાલી બેન્દ્રે સાથે 'પતિ, પત્ની ઔર પંગા' શો હોસ્ટ કર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    Tamil Nadu Election Exit Poll 2026: ‘Wait for 3 more days… NDA will form next government,’ says BJP leader Murugan
    Next Article
    પાટણમાં ભાજપની સેન્સ પ્રક્રિયા શરૂ:તા.પંચાયતના નવા હોદ્દેદારોની પસંદગી માટે સદસ્યોના અભિપ્રાય લેવાનું શરૂ; આવતીકાલે જિ.પંચાયત અને 2 નગરપાલિકા સેન્સ લેવાશે

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment