Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દેવાયત ખવડ પર સોના-ચાંદીની નોટોનો વરસાદ:નગરા ગામે માતાજીનો ભવ્ય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ; શૌર્યરસ ને છંદના લલકાર પર ભક્તોએ કર્યો નોટોનો અભિષેક, વીડિયો વાઈરલ

    2 days ago

    આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં આવેલું ઐતિહાસિક નગરા ગામ તાજેતરમાં ભક્તિ અને શૌર્યના ત્રિવેણી સંગમનું સાક્ષી બન્યું છે. સમસ્ત ડાંગર પરિવાર દ્વારા આયોજિત શ્રી મોમાંઈ માતાજી તથા શ્રી સિકોતર માતાજીના મઢનો દ્વિ-દિવસીય નૂતન પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત હર્ષોલ્લાસ અને શ્રદ્ધાપૂર્વક સંપન્ન થયો હતો. આ પ્રસંગે યોજાયેલા લોકડાયરામાં લોકપ્રિય કલાકાર દેવાયત ખવડ પર થયેલા સોના-ચાંદીના સિક્કા અને નોટોના વરસાદે ભારે આકર્ષણ જગાવ્યું છે. ધાર્મિક વિધિઓ અને ભવ્ય નગરયાત્રા બે દિવસીય આ મહોત્સવમાં શાસ્ત્રોક્ત વિધિ-વિધાન સાથે ધાર્મિક કાર્યક્રમોની હારમાળા યોજાઈ હતી. લોક ડાયરામાં સર્જાયો ઇતિહાસ મહોત્સવના મુખ્ય આકર્ષણ સમાન રાત્રિ 'સંતવાણી અને લોકડાયરા'માં ગુજરાતના ખ્યાતનામ કલાકારોએ જમાવટ કરી હતી. પ્રખ્યાત લોકસાહિત્યકાર દેવાયત ખવડ, માયાબેન ભરવાડ અને પિન્ટુ ડાંગરે પોતાની કલાથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. દેવાયત ખવડ પર સોના-ચાંદીનો વરસાદ જ્યારે દેવાયત ખવડે શૌર્યરસની વાતો અને માતાજીના છંદ લલકાર્યા ત્યારે, ઉત્સાહમાં આવેલા ભક્તો અને સ્નેહીજનોએ મંચ પર સોના અને ચાંદીની પ્રતિકૃતિ જેવી નોટોનો વરસાદ કર્યો હતો. આ દૃશ્યો સોશિયલ મીડિયા પર જોરદાર વાઈરલ થઈ રહ્યા છે, જે ભક્તોની અતૂટ શ્રદ્ધા અને ડાયરાના અનોખા ક્રેઝને દર્શાવે છે. સમગ્ર પંથકનું વાતાવરણ ભક્તિમય બન્યું આ ભવ્ય આયોજનને સફળ બનાવવા માટે સમસ્ત ડાંગર પરિવાર અને નગરા ગામના ગ્રામજનોએ રાત-દિવસ જહેમત ઉઠાવી હતી. મહોત્સવમાં સ્થાનિક રાજકીય અગ્રણીઓ, આસપાસના ગામના શ્રદ્ધાળુઓ અને સાધુ-સંતોએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા. માતાજીના જયઘોષ સાથે સમગ્ર પંથકનું વાતાવરણ પવિત્ર અને ભક્તિમય બની ગયું હતું. --- આ પણ વાંચો ચોટીલામાં કિર્તીદાન ગઢવી અને દેવાયત ખવડ પર ડોલરનો વરસાદ 20 એપ્રિલે ચોટીલાના આંગણે ભક્તિ અને શૌર્યનો અનોખો સંગમ રચાયો હતો. કાઠી ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત ભવ્ય લોક ડાયરામાં લોક કલાકારોએ એવી રમઝટ બોલાવી કે શ્રોતાઓ મંત્રમુગ્ધ થઈ ગયા હતા. આ પ્રસંગે કલાકારો પર ભારતીય ચલણની સાથે વિદેશી ડોલરનો પણ વરસાદ જોવા મળ્યો હતો. સંપૂર્ણ અહેવાલ વાંચો…
    Click here to Read More
    Previous Article
    મમ્મીએ હાથ પકડ્યો હતો, પણ છૂટી ગયો:જબલપુર ક્રુઝ દુર્ઘટનામાં કોઈએ પત્ની ગુમાવી કોઈએ આખો પરિવાર; માતાને ગુમાવનાર તનિષ્કા આઘાતમાં, કહ્યું- ભાઈનો સાથ છૂટ્યો
    Next Article
    સગીરા સાથે દુષ્કર્મની કોશિષ કરનાર આરોપીને 20 વર્ષની કેદની સજા:ભોગ બનનારને રૂ.50 હજાર વળતર ચૂકવવા મહેસાણા કોર્ટનો હુકમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment