Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં યુવા ભાજપ મંત્રી પર હુમલો:ચૂંટણીના મનદુઃખે મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો

    8 hours ago

    વેરાવળમાં નગરપાલિકા ચૂંટણીના પરિણામો બાદ રાજકીય તણાવ વધ્યો છે. શહેર યુવા ભાજપના મંત્રી નવલ ભારાવાલા પર હુમલો થયો છે, જેના કારણે શહેરમાં ચકચાર મચી ગઈ છે. ચૂંટણી દરમિયાન થયેલા મનદુઃખને કારણે આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત નવલ ભારાવાલાએ વેરાવળ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેઓ બપોરે લગભગ ૨:૪૫ વાગ્યે બાપા સીતારામ મંદિર, દિવાદાંડી પાસેથી પોતાની મોટરસાયકલ પર ઘરે જઈ રહ્યા હતા. ખારવાવાડ વિસ્તારમાં સાગરભુવન નજીક ડૉ. ઈશ્વરભાઈના નિવાસ પાસે પહોંચતા કેટલાક શખ્સોએ તેમને અટકાવ્યા હતા અને ચૂંટણી મુદ્દે ઉશ્કેરણીજનક પ્રશ્નો પૂછ્યા હતા. ફરિયાદમાં જણાવાયું છે કે, અજય વડીડુમ, વિશાલ ઉર્ફે મગરા કુહાડા અને પદમ વણીકે નવલ ભારાવાલાને ગાળો આપી હુમલો કર્યો હતો. તેમણે ઢીકાપાટુનો માર મારી ઇજા પહોંચાડી હતી. બાદમાં ગોપાલ ઉર્ફે વાટકો વડીડુમ અને ખીમજી કુહાડા પણ ત્યાં આવી હુમલાખોરો સાથે મારપીટમાં જોડાયા હતા. હુમલાખોરોએ "આજે તને જાનથી મારી નાખવો છે" તેવી ધમકીઓ પણ આપી હતી. નવલ ભારાવાલાએ બુમાબુમ કરતાં તેમના મિત્ર વિજયભાઇ માલમડી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. તેમણે નવલ ભારાવાલાને બચાવ્યા હતા. આસપાસના લોકો ભેગા થતાં હુમલાખોરો સ્થળ પરથી નાસી છૂટ્યા હતા. ઇજાગ્રસ્ત નવલ ભારાવાલાને તાત્કાલિક વેરાવળની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે નવલ ભારાવાલાએ વેરાવળ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે અજય વડીડુમ, વિશાલ ઉર્ફે મગરા કુહાડા, પદમ વણીક, ગોપાલ ઉર્ફે વાટકો વડીડુમ અને ખીમજી કુહાડા વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ ૧૧૫(૨), ૩૫૨, ૩૫૧(૩) અને ૫૪ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. આ ઘટના બાદ વેરાવળમાં રાજકીય ગતિવિધિઓ વધુ તેજ બની છે. ચૂંટણી પછીના મતભેદો હવે વ્યક્તિગત વિવાદમાં પરિણમી રહ્યા હોવાની ચર્ચા ચાલી રહી છે. શહેરના નાગરિકોમાં પણ સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત થઈ રહી છે.
    Click here to Read More
    Previous Article
    આ છે રાજકોટની પ્રથમ ઇંગ્લીશ મીડીયમ સરકારી માધ્યમિક હાઇટેક સ્કૂલ:ન્યૂ ભગવતીપરામાં રૂ.19 કરોડના ખર્ચે નિર્મિત શાળામાં 29 સ્માર્ટ ક્લાસ,ઇ લાઇબ્રેરી,સાયન્સ-કોમ્પ્યુટર લેબ,વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ: પ્રથમ દિવસે જ 15 એડમિશન થઈ ગયા
    Next Article
    KFC Pulling Customers Away From Ordering Online? Here's What We Know

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment