Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આ છે રાજકોટની પ્રથમ ઇંગ્લીશ મીડીયમ સરકારી માધ્યમિક હાઇટેક સ્કૂલ:ન્યૂ ભગવતીપરામાં રૂ.19 કરોડના ખર્ચે નિર્મિત શાળામાં 29 સ્માર્ટ ક્લાસ,ઇ લાઇબ્રેરી,સાયન્સ-કોમ્પ્યુટર લેબ,વિશાળ સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ: પ્રથમ દિવસે જ 15 એડમિશન થઈ ગયા

    10 hours ago

    આ છે રાજકોટની પ્રથમ ઇંગ્લીશ મીડીયમ સરકારી માધ્યમિક શાળા. ગુજરાતની સ્થાપનાકાળના 66 વર્ષ બાદ રંગીલા શહેરમાં સામાજિક કાર્યકરો અને શિક્ષણ વિભાગના પ્રયત્નોથી અલ્પવિકસિત ગણાતા ભગવતીપરા વિસ્તારમાં રૂ.19 કરોડના ખર્ચે હાઇટેક અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક શાળાનું નિર્માણ કરવામાં આવ્યું છે. જ્યાં એડમિશન પ્રક્રિયા શરૂ થતા એક જ દિવસમાં 15 વિદ્યાર્થીઓના પ્રવેશ થઈ ચૂક્યા છે. 2000 વિદ્યાર્થીઓની કેપેસિટી ધરાવતા બિલ્ડિંગમાં 29 સ્માર્ટ ક્લાસ, લાઇબ્રેરી, ઇ લાઇબ્રેરી, સાયન્સ અને કોમ્પ્યુટર લેબ, એક્ટિવિટી રૂમ, કાઉન્સિલિંગ રૂમ, બેડમિંટન કોર્ટ, ટેબલ ટેનિસ કોર્ટ, ઇન્ડોર ગેઇમ્સ રૂમ, વોલીબોલ ટ્રેક, કબડ્ડી ગ્રાઉન્ડ અને એથ્લેટીક્સ ટ્રેક ઉપરાંત કેન્ટીનની સુવિધા પણ છે. લાખો રૂપિયાની ફી ઉઘરાવતી ખાનગી શાળાઓને ટક્કર મારે તેવી આ અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક શાળા સરકારી સ્કૂલમાં ધોરણ 1 થી 8 માં ભણેલા વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહેશે. ખરેખર શિક્ષણ વિભાગ દ્વારા આ સરકારી શાળાનો પ્રચાર પ્રસાર કરવાનો હોય છે પરંતુ તે બીડું સામાજિક કાર્યકરોએ ઝડપ્યું હોય તેમ આ સ્કૂલની સ્પેશિયલ વિડીયોગ્રાફી કરાવી અને તેનો ન માત્ર રાજકોટ શહેર જ પરંતુ સૌરાષ્ટ્રમાં પ્રચાર પ્રસાર કરવામાં આવી રહ્યો છે. રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી દીક્ષિત પટેલે જણાવ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ભગવતીપરામાં સરકારી શાળાનું બિલ્ડિંગ બનાવવામાં આવ્યુ છે. મ્યુનિસિપલ કમિશનરની આગેવાની હેઠળ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા અહીં અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક શાળા મંજૂર કરવામાં આવેલી છે. વર્ષ 2025 ના જુલાઈ મહિનામાં મંજૂરી મળી હતી પરંતુ ત્યારે શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું હોવાથી સ્કૂલ શરૂ થઈ શકી ન હતી. જોકે ચાલુ વર્ષે વેકેશનથી જ અહીં પ્રવેશની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. જ્યાં વિદ્યાર્થીઓને સરકાર તરફથી મળતા તમામ લાભો મળવાના છે. જેથી અહીં વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રવેશ મેળવે તે માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે આ શાળા એવા બાળકો માટે ઉપયોગી થવાની છે કે જેઓ ધોરણ 1 થી 8 માં આરટીઇમાં અંગ્રેજી માધ્યમની સ્કૂલમાં અભ્યાસ કરે છે. અત્યાર સુધી આ પ્રકારના બાળકોને ઉચ્ચ અભ્યાસ માટે એક કે બે જ ગ્રાન્ટેડ શાળાઓ હતી. જ બંને શાળામાં આરટીઇના તમામ વિદ્યાર્થીઓનું પ્રવેશ થઈ શકે તેમ ન હતો. આ સંજોગોમાં વાલીઓને ન છૂટકે પોતાના બાળકોને અંગ્રેજી માધ્યમ માંથી ગુજરાતી માધ્યમમાં ધોરણ નવ થી ભણાવવા પડતા હતા અને જો ધોરણ 9 માં પણ ગુજરાતી માધ્યમની સરકારી માધ્યમિક શાળામાં પ્રવેશ ન મળે તો ફી ભરીને ખાનગી શાળામાં અંગ્રેજી માધ્યમમાં અભ્યાસ કરાવવો પડતો હતો. જેથી આ પ્રકારના બાળકોને અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક શાળા આશીર્વાદરૂપ બની રહેશે. જેથી વાલીઓને પણ અપીલ કરું છું કે જો આપનું બાળક ધોરણ 1 થી 8 માં આરટીઓમાં અભ્યાસ કરતું હોય તો ધોરણ 9 થી 12 ની ભગવતી પરાની શાળામાં પ્રવેશ અપાવો. હાલ અહીં સરકારી શાળાના શિક્ષકોને એડમિશન પ્રક્રિયા માટે ફરજ પર મૂકવામાં આવ્યા છે. સ્કૂલના નોટિસ બોર્ડ પર શિક્ષકોના નંબર પણ ડિસ્પ્લે પર મુકેલા છે. હાલ અહીં 60 વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું ટાર્ગેટ છે પરંતુ તેનાથી પણ વધુ વિદ્યાર્થીઓ જો પ્રવેશ મેળવવા ઈચ્છુક હશે તો તેઓને પણ એડમિશન આપવામાં આવશે. આ રીતે વિદ્યાર્થીઓના સરકારી ઇંગ્લીશ મીડીયમ સ્કુલમાં ભણવાના સપના સાકાર કરવા માટે સરકારના પ્રયત્નોને વેગવંતા બનાવશે. હાલ ઇંગ્લીશ મીડીયમમાં શિક્ષકોની કોઈ ભરતી થયેલી નથી. જેથી હાલની 48 સરકારી શાળાઓમાં ઈંગ્લીશ હેન્ડ શિક્ષકો છે તેઓને આઇડેન્ટીફાઈ કરવામાં આવેલા છે. આ પ્રકારના શિક્ષકોને કામગીરી ફેરફારથી આ શાળામાં મૂકવામાં આવેલા છે. આ સાથે જ સરકારની જ્ઞાન સહાયકની સ્કીમ અંતર્ગત અંગ્રેજી માધ્યમમાં ભણેલા ઉમેદવારોને મૂકવા માટેની દરખાસ્ત પણ સરકારમાં કરવામાં આવશે. આ ઉપરાંત શિક્ષણ સહાયકની ભરતી કરવા માટેની પણ દરખાસ્ત થશે. જોકે એક પણ વિદ્યાર્થી શિક્ષક વગર નહીં રહે અને ઈંગ્લીશ હેન્ડ શિક્ષકો દ્વારા આ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે તેવું આયોજન કરાયું છે. જ્યારે સામાજિક કાર્યકર જયદીપ પરમારે જણાવ્યું હતું કે, એક વર્ષ પહેલા રાજકોટ શહેરમાં અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક શાળા શરૂ થાય તે માટેની ઝૂંબેશ શરૂ કરી હતી. જે બાદ આજે તા.1, મે - 2026 ના રાજકોટને અંગ્રેજી માધ્યમની સરકારી માધ્યમિક શાળા મળી છે. જે શહેરના વોર્ડ નંબર 4 માં ન્યૂ ભગવતીપરા વિસ્તારમાં આવેલી શ્રી સરકારી ઇંગ્લીશ મીડીયમ માધ્યમિક શાળા નંબર 100 છે. અહીં ધોરણ 9 માં એડમિશન પ્રક્રિયા શરૂ થઈ ચૂકી છે. આ એક એવી સરકારી શાળા છે કે જ્યાં મોર્ડન ક્લાસરૂમ અને જ્ઞાનકુંજ પ્રોજેક્ટ અંતર્ગત સ્માર્ટ ક્લાસની ફેસીલીટી છે. ખાનગી શાળાઓમાં લાખો રૂપિયાની ફી ખર્ચવા છતાં પણ આ પ્રકારની ફેસિલિટી મળતી નથી. આ ઉપરાંત અહીં 40 વર્ગખંડો છે. આ સાથે જ લાઇબ્રેરી, રમત ગમતનું વિશાળ મેદાન, કેન્ટીન, કુમાર અને કન્યાઓ માટે અલગ અલગ ટોયલેટ બ્લોક, 300 થી વધુ વૃક્ષો ધરાવતું કેમ્પસ છે. આ સાથે જ અહીં મોર્ડન બેન્ચીસની સાથે સુરક્ષાને લઈને 140 CCTV કેમેરા છે. 32 કિલોવોટની સોલાર પેનલ સિસ્ટમ લગાવવામાં આવેલી છે. જેથી હું તમામ વાલીઓને વિનંતી કરું છું કે બાળકોને આ શાળામાં અભ્યાસ કરવો જોઈએ અને તે ન થઈ શકે તેમ હોય તો આ શાળાની મુલાકાત તો ચોક્કસ લેવી જ જોઈએ. ઇંગ્લીશ મીડીયમ સરકારી માધ્યમિક શાળાની સુવિધાઓ.. - રૂ.19 કરોડના ખર્ચે આધુનિક શાળાનું નિર્માણ - 2000 વિદ્યાર્થીઓની કેપેસિટી - 29000 ચોરસ મીટરમાં પથરાયેલી સ્કૂલ - 50 રૂમ પૈકી 29 કલાસરૂમ, 2 સ્ટાફ રૂમ, 2 એક્ટિવિટી રૂમ, 2 ચિલ્ડ્રન ટોય(રમકડ)રૂમ, અદ્યતન લાઈબ્રેરી, ઈ-લાઈબ્રેરી, વિજ્ઞાન પ્રયોગની લેબોરેટરી, કોમ્પ્યુટર લેબ, કાઉન્સિલિંગ રૂમ, એડમિનિસ્ટ્રેટિવ રૂમ, પ્રિન્સીપાલ ઓફિસ, 1 એકાઉન્ટ રૂમ, 4 ટોયલેટ અને 4 વોટરરૂમ - સ્પોર્ટ્સ બિલ્ડીંગમાં બેડમિંટન કોર્ટ, ટેબલ ટેનિસ કોર્ટ અને ઇન્ડોર ગેઇમ્સ રૂમ - સ્પોર્ટ્સ ગ્રાઉન્ડમાં વોલીબોલ ટ્રેક, કબડ્ડી ગ્રાઉન્ડ અને એથ્લેટીક્સ ટ્રેક -કેન્ટીન રૂમમાં સ્ટોરરૂમ, રસોડું, ડિનરરૂમ, ટોયલેટ.
    Click here to Read More
    Previous Article
    દેશના 9 રાજ્યોમાં વાવાઝોડા-વરસાદનું એલર્ટ:યુપીના 15 જિલ્લામાં તાપમાન 30 થી 32°C; એમપીના 21 જિલ્લામાં વરસાદ; બિહારમાં વીજળી પડવાથી એકનું મોત
    Next Article
    વેરાવળમાં યુવા ભાજપ મંત્રી પર હુમલો:ચૂંટણીના મનદુઃખે મારામારી, પાંચ સામે ગુનો નોંધાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment