Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તળાજાના ડબલ મર્ડરમાં વળાંક:આગ નહીં, હત્યા બાદ સળગાવ્યાની ફરિયાદ

    8 hours ago

    ભાવનગર જિલ્લાના તળાજામાં પતિ-પત્નીના સળગેલા મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી હતી. શરૂઆતમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી બંનેના મોત થયાનું સામે આવ્યું હતું, પરંતુ પોસ્ટમોર્ટમ રિપોર્ટની વિગતો બહાર આવતાં સમગ્ર ઘટનાએ ગંભીર વળાંક લીધો હતો. મૃતક મહિલાના ભાઈ રાજેશભાઈ રાણીંગાએ નોંધાવેલી ફરિયાદમાં પોતાના ભાણેજ વિમલભાઈ અને તેની પત્ની હેતલબેન સામે બંનેની હત્યા કરી બાદમાં સળગાવી દેવાયા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો. ફરિયાદમાં જણાવ્યા અનુસાર સુરતમાં રહેતા રાજેશભાઈને ગત 19 એપ્રિલની વહેલી સવારે તેમના નાના ભાઈ મારફતે જાણ કરવામાં આવી હતી કે તળાજામાં રહેતી તેમની બહેન રેખાબેનની તબિયત ખરાબ છે અને તાત્કાલિક આવવું. આ જાણ થતાં તેઓ પરિવારજનો સાથે તળાજા પહોંચ્યા હતા. ત્યાં પહોંચતાં અંતિમવિધિની કાર્યવાહી ચાલી રહી હતી અને તેમની બહેન રેખાબેન તેમજ બનેવી કિશોરભાઈ સળગેલી હાલતમાં મૃત જોવા મળ્યા હતા. શરૂઆતમાં સમગ્ર બનાવ શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાથી બન્યો હોવાનું માનવામાં આવ્યું હતું. પોસ્ટમોર્ટમ રિપોર્ટની વિગતો સામે આવતાં સમગ્ર ઘટનામાં નવો વળાંક આવ્યો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં કિશોરભાઈનું મોત ગળું દબાવવાના કારણે થયાનું બહાર આવ્યું હતું, જ્યારે રેખાબેનના શરીર પર મોત પહેલાં ઇજાના નિશાન હોવાનું પણ સામે આવ્યું હતું. વધુમાં શ્વાસનળીમાં મેશની હાજરી ન મળતાં આગ લાગતા પહેલાં જ બંનેના મોત નિપજાવાયા હોવાની શંકા મજબૂત બની હતી. મૃતક મહિલાના ભાઈએ પોતાના ભાણેજ વિમલભાઈ અને તેની પત્ની હેતલબેન સામે બંનેના મોત અંગે ગંભીર શંકા વ્યક્ત કરી ધોરણસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ અકસ્માતના બદલે હત્યાની દિશામાં તપાસનો મુદ્દો વધુ ગંભીર બનતા તળાજા પંથકમાં આ ડબલ ડેથ કેસે સનસનાટી ફેલાવી હતી. મિલકતના વિવાદે લીધો જીવલેણ વળાંક મૃતક કિશોરભાઈ પોતાના દીકરા વિમલભાઈ દ્વારા અવારનવાર રૂપિયા માંગણી અને મકાન-દુકાન વેચવા માટે દબાણ થતું હોવાની વાત પરિવારજનોને કરતા હતા. સાથે જ ઘરેણાં વેચવા મુદ્દે પણ તણાવ રહેતો હતો. દીકરા અને વહુ સાથે લાંબા સમયથી મિલ્કતને લઈને વિવાદ ચાલતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને આ જ વિવાદ આખરે ડબલ મર્ડરના ભયાનક બનાવ સુધી પહોંચ્યો હોવાની શંકા વ્યક્ત કરાઇ હતી.
    Click here to Read More
    Previous Article
    પોલીસ ફરિયાદ:મિત્રતાની જાળમાં ફસાવી પરિણીતા પાસેથી 1.39 લાખ પડાવનાર સામે પોલીસ ફરિયાદ
    Next Article
    'Lunatics Can't Have Nukes': Trump's Dig At Iran As 60-Day War Deadline Ends

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment