Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    તપાસ:દારૂની મોજ માણતી વેળાએ પત્ની સાથેના આડાસંબંધનું કહેતા મિત્રએ જ હત્યા કરી

    15 hours ago

    જામનગર શહેરમાં નેપાળી યુવાનની હત્યાનો ભેદ પોલીસે ઉકેલી નાંખીને આરોપીને ઝડપી લીધો હતો. જેમાં બન્ને મિત્રો દારૂની મહેફીલ માણતી વેળાએ આરોપીની પત્ની સાથે જુના સંબંધ હોવાની વાત કરતા શખસ ઉશ્કેરાયો હતો અને માથામાં પથ્થરના બે ઘા મારીને કરપીણ હત્યા નિપજાવ્યાની આરોપી મિત્રએ કબુલાત કરી છે. શહેરના પ્રણામી ટાઉનશીપની પાછળ રંગમતિ નદીના કાંઠે તપેન્દ્ર જંકર સાઉદ નેપાળી (ઉ.વ.28) નામના યુવાનનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવતા પોલીસ બેડામાં દોડધામ મચી ગઈ હતી. હત્યાનો ભેદ ગણતરીની કલાકોમાં જ એલસીબી અને સીટી એ ડિવિઝન પોલીસે ઉકેલી નાંખ્યો છે, આરોપી આરોપી રાકેશ ઉર્ફે રામુ છેત્રી સાઉદ (રે. કિર્તિપાનવાળી શેરી-જામનગર, મુળ નેપાળી) શહેર છોડીને નાશી છુટે તે પહેલા જ ઝડપી લીધો છે. પોલીસે તેની આકરી ઢબે પુછપરછ કરતા મૃતક તપેન્દ્ર તેમનો મિત્ર જ હોય, અને બન્ને દેશી દારૂ પીવા માટે બનાવ સ્થળે એકઠા થયા હતા. દારૂની મહેફીલ માણતા હતા અને દેશી દારૂની 4 કોથળી પી ગયા હતા. આ દરમિયાન મૃતક તપેન્દ્રને તેમના આરોપી મિત્ર રામુની પત્ની સાથે જુના આડાસંબંધ અંગેની વાત કરતા બન્ને બોલાચાલી થઈ હતી. જેમાં આરોપી રામુ એકદમ ઉશ્કેરાઈ જઈને બાજુમાં પડેલા પથ્થર ઉપાડીને મિત્ર તપેન્દ્રને માથામાં માર્યો હતો. યુવાન ત્યાંથી ભાગે તે પહેલા જ થોડે આગળ જઈને ઢળી પડ્યો હતો. જે બાદ ફરી આરોપીએ મિત્રના માથામાં પથ્થર માર્યો હોવાની કબુલાત કરી છે. પોલીસે ગણતરીની કલાકોમાં જ ભેદ ઉકેલી નાંખીને આરોપીની ધરપકડ કરીને રીમાન્ડ માટેની તજવીજ હાથ ધરી છે. આ બનાવથી નેપાળી તેમજ તે વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનિય છે કે, આરોપી રામુએ ફોન કરીને મિત્ર તપેન્દ્રને દારૂ પીવા માટે બનાવ સ્થળે એકઠા થયા હતા. મૃતક યુવાન ચાર દિવસ પહેલા જ મુંબઈથી આવ્યો હતો અને મોટર સાયકલ પણ તેમના મિત્રનું લઇ ગયો હતો. જેથી પોલીસે સ્કુટર તેમજ દારૂની ચાર કોથળી તેમજ પથ્થર સહિતનો કબજો લીધો હતો. પિતા સાથે મૃતક પુત્રને ભળતું ન હતું મૃતક નેપાળી યુવાનના પિતા ગ્રીનસીટીમાં ગુરખા તરીકે નોકરી કરતા હતા, અને બન્ને પિતા-પુત્રને બનતું ન હતું. જેથી યુવાન ગમે ત્યાં સુઈ જતો હતો. તેમ મૃતક યુવાનના પિતાએ પોલીસને જણાવ્યું હતું. જેથી પિતા હત્યા અંગે વધુ માહિતી આપી શક્યા ન હતા.
    Click here to Read More
    Previous Article
    છેતરપિંડી:હવે ભુજના ચીટરોએ આંધ્રપ્રદેશના વેપારીને સસ્તા સોનાના નામે 4 લાખનો ચૂનો લગાવ્યો
    Next Article
    હુકમ:આપાતકાલીન સ્થિતિમાં નુકસાન અટકાવવા કલેક્ટર દ્વારા આદેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment