Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હુમલો:જૂનાગઢમાં પૈસાની લેતીદેતી મુદે સાળાએ બનેવીનું માથું ફોડ્યું

    17 hours ago

    જૂનાગઢના પાઠકનગરમાં પૈસાની લેતીદેતી મુદે સાળાના પરિવારે હુમલો કરી બનેવીનું માથું ફોડી નાખ્યું હતું અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બીલખા રોડ પર આવેલ પાઠકનગરમાં રહેતા અને ટ્રક ડ્રાઇવિંગ કરી ગુજરાન ચલાવતા 50 વર્ષીય ઇકબાલશા હુશેનશા શામદારના પુત્ર સોહિલશાએ તેના મામા ફારુકશા અલીશા શામદાર પાસેથી અગાઉ 500 રૂપિયા ઉછીના આપ્યા હતા. ગુરૂવાર રાત્રે જ્યારે પરિવાર જમવા બેઠો હતો, ત્યારે ફારૂકશાએ પૈસા પરત માંગવા માટે ફોન કરતા સોહિલશાએ 'મારા પિતાએ તમને અગાઉ 2000 રૂપિયા ઉછીના આપેલ છે તેમાંથી 500 રૂપિયા વાળી લેજો બાકીના રૂપિયા 5 તારીખ સુધીમાં આપી દેજો' તેમ કહેતા ફારુકશા, તેનો પુત્ર ઉજેબશા, ઇનાયતશા અને પત્ની ઝુબેદાબેન ઇકબાલશાના ઘરે પહોંચ્યા હતા. ​ બોલાચાલી કરી ઉજેબશાએ ઇકબાલશાના માથાના ભાગે લોખંડનો પાઇપ ઝીંકી દીધો હતો, તેમજ અન્ય આરોપીઓએ ઇકબાલશાના પત્ની અને પુત્રને પણ ઢીકાપાટુનો માર માર્યો હતો અને જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા. ​ઇજાગ્રસ્ત ઇકબાલશાને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, સી ડિવિઝન પોલીસે ઈકબાલશાની ફરિયાદ આધારે ચારેય વિરુદ્ધ કાર્યવાહી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    ગંભીર અકસ્માત સર્જાયો:વિસાવદરમાં 2 બાઈક વચ્ચે ટક્કર, હરિપુરના યુવકનું મોત
    Next Article
    છેતરપિંડી:હવે ભુજના ચીટરોએ આંધ્રપ્રદેશના વેપારીને સસ્તા સોનાના નામે 4 લાખનો ચૂનો લગાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment