Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવી ડિજિટલ શરૂઆત:સ્ટાર્ટઅપ ડિઝાઇનિયા, ભારતના ઘર નિર્માણ-ડિઝાઇન ક્ષેત્રમાં ડિજિટલ ક્રાંતિ

    7 hours ago

    ભારતના અસંગઠિત કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયર ડિઝાઇન ક્ષેત્રમાં એક નવી ડિજિટલ શરૂઆત થઈ છે. ઘરમાલિકો, આર્કિટેક્ટ્સ અને વેન્ડર્સને એક જ પ્લેટફોર્મ પર જોડીને હોમ કન્સ્ટ્રક્શનમાં પારદર્શિતા અને સરળતા લાવવાના પ્રયાસના ભાગરૂપે ગુજરાતમાં નવા સ્ટાર્ટઅપ ડિઝાઇનિયાની રજૂઆત કરવામાં આવી છે. પિનાકીન રાઠોડ દ્વારા સ્થાપિત નવું ટેકનોલોજી-સંચાલિત ઓનલાઇન માર્કેટપ્લેસનો મુખ્ય ઉદ્દેશ્ય ઘર બનાવવાની પરંપરાગત અને જટિલ પ્રક્રિયાને સરળ ડિજિટલ અનુભવમાં બદલવાનો છે. વધુમાં તેઓએ ઉમેર્યું કે ભારતમાં ઘરમાલિકોને સામાન્ય રીતે વિશ્વસનીય પ્રોફેશનલ્સ શોધવામાં મુશ્કેલી, કિંમતોમાં પારદર્શિતાનો અભાવ અને પ્રોજેક્ટમાં વિલંબ જેવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડે છે. ખાસ કરીને મધ્યમ-આવક ધરાવતા લોકો માટે પ્રોફેશનલ ડિઝાઇન મેળવવી પડકારજનક હોય છે. આ સમસ્યાઓના ઉકેલ માટે ડિઝાઇનિયા એક એવું પ્લેટફોર્મ પૂરું પાડે છે જ્યાં વપરાશકર્તાઓ પોતાની પ્રોજેક્ટ જરૂરિયાતો સબમિટ કરી શકે છે અને વેરિફાઈડ પ્રોફેશનલ્સ પાસેથી બહુવિધ ક્વોટેશન મેળવી શકે છે. આ સિસ્ટમથી ગ્રાહકો કિંમત, પોર્ટફોલિયો અને કુશળતાના આધારે યોગ્ય સરખામણી કરીને સાચો નિર્ણય લઈ શકે છે. ભારતનો કન્સ્ટ્રક્શન અને ઇન્ટિરિયર ઉદ્યોગ આશરે ₹50-60 લાખ કરોડનો છે. ડિઝાઇનિયા ખાસ કરીને ટીયર 1 અને ટાયર 2 શહેરોના મધ્યમ-આવક ધરાવતા ઘરમાલિકો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. કંપનીની વિસ્તરણ યોજના મુજબ, પ્રથમ વર્ષમાં અમદાવાદમાં 1000 થી વધુ યુઝર્સને જોડવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે. ત્યારબાદ બીજા વર્ષે મુંબઈ, દિલ્હી અને બેંગ્લોર જેવા શહેરોમાં 10,000 થી વધુ યુઝર્સ અને ત્રીજા વર્ષે ટીયર 2 શહેરોમાં 50,000 થી વધુ યુઝર્સ સુધી પહોંચવાની ભવિષ્યની યોજના છે. સ્ટાર્ટઅપ દોઢ વર્ષમાં 1.5 કરોડનું ફંડિંગ એક્ત્ર કરશે આગામી સમયમાં સમગ્ર દેશમાં વિસ્તરણ કરવા, મોબાઇલ એપ્લિકેશન રજૂ કરવા અને AI આધારિત ભલામણ સિસ્ટમ શરૂ કરવાનું સ્પષ્ટ વિઝન ધરાવે છે. વિસ્તરણ માટે દોઢ વર્ષમાં 1.5 કરોડ જેટલું ફંડિંગ મેળવશે.
    Click here to Read More
    Previous Article
    IPL 2026 Points Table Today: RR vs DC Update Orange & Purple Cap, Runs and Wickets List
    Next Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:વાંસદા કોટેજ હોસ્પિટલ વિવાદોના વંટોળમાં; ‘હાઈ રિસ્ક’ના બહાને ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિ.માં ધકેલવાનું નેટવર્ક?

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment