Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજપીપળામાં બંધ મકાનમાં આગ:મકાનમાં રાખેલો તમામ ઘરનો સામાન બળીને ખાખ

    10 hours ago

    રાજપીપળા શહેરના નવા ફળિયા વિસ્તારમાં એક બંધ રહેણાંક મકાનમાં આગ લાગી હતી. આ ઘટનામાં મકાનમાં રાખેલો તમામ ઘરનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, રાજપીપળાના નવા ફળિયામાં રહેતા આસિફ બલૂચીના મકાનમાં આજે અચાનક આગ લાગી હતી. રાજપીપળા નગરપાલિકાના બે ફાયર ફાઇટરોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. મકાન માલિક આસિફ બલૂચી પરિવાર સાથે અન્ય જગ્યાએ રહેતા હોવાથી તેમનું આ મકાન બંધ હતું. બંધ મકાનમાં આગ કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી. જોકે, આકરી ગરમીના કારણે આ ઘટના બની હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આગની આ ઘટનાની જાણ થતા જ ફળિયાના લોકો અને નગરપાલિકાના સદસ્ય ઈલુભાઈ બક્ષી ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં 575 સિરામિક કારખાના શરૂ:ઉદ્યોગકારો સામે હવે નવી મુશ્કેલી, વિદેશમાં નિકાસ બંદ અને સ્થાનિક બજારમાં માંગ ઓછી ; ખર્ચ વધવાનો પણ ભય
    Next Article
    રેલવે ફાટકની પળોજણમાંથી મુક્તિ મળશે:રાજકોટ ડિવિઝનના ખંભાળિયા-ભાટેલ સેક્શનના LC- 235 પર અંડર બ્રિજ બનતા સ્થાનિકોનો સમય બચશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment