Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રેલવે ફાટકની પળોજણમાંથી મુક્તિ મળશે:રાજકોટ ડિવિઝનના ખંભાળિયા-ભાટેલ સેક્શનના LC- 235 પર અંડર બ્રિજ બનતા સ્થાનિકોનો સમય બચશે

    12 hours ago

    પશ્ચિમ રેલવેના રાજકોટ ડિવિઝન દ્વારા લેવામાં આવેલા એક મહત્વપૂર્ણ નિર્ણય અને ઝડપથી કરવામાં આવેલી કામગીરીને કારણે ખંભાળિયા અને ભાટેલ વિસ્તારના હજારો લોકોને મોટી રાહત મળશે. રાજકોટ ડિવિઝને આ સેક્શનના લેવલ ક્રોસિંગ (LC) સંખ્યા 235 પર રોડ અંડર બ્રિજ (RUB) ના નિર્માણ માટે આરએચ ગર્ડરનું સફળતાપૂર્વક લોન્ચિંગ 30 એપ્રિલ, 2026 ના રોજ પૂર્ણ કર્યું છે. આ કામગીરી પૂર્ણ થતા જ હવે આ વિસ્તારના લોકો માટે ટ્રાફિક જામ અને અકસ્માતોનો ભય ભૂતકાળ બની જશે. એમ્બ્યુલન્સ પણ ફાટક બંધ હોવાને કારણે અટવાઈ જતી હતી સામાન્ય રીતે લેવલ ક્રોસિંગ એટલે કે રેલવે ફાટક પરથી પસાર થતા લોકોને ટ્રેન આવવાના સમયે 15 થી 20 મિનિટ સુધી રાહ જોવી પડતી હોય છે. ક્યારેક ઇમરજન્સી સેવાઓ જેવી કે એમ્બ્યુલન્સ પણ ફાટક બંધ હોવાને કારણે અટવાઈ જતી હતી. હવે આ સ્થળે અંડર બ્રિજ બની જવાથી વાહનચાલકોએ એક સેકન્ડ પણ થોભવું પડશે નહીં. લોકોના સમય અને ઇંધણની મોટી બચત થશે, જેની સીધી અસર સ્થાનિક અર્થતંત્ર અને લોકોના રોજિંદા જીવન પર હકારાત્મક રીતે પડશે. ખાસ કરીને ખેડૂતો અને નાના-નાના વેપારીઓ જેમને માલસામાનની હેરફેર માટે આ રસ્તાનો ઉપયોગ કરવો પડે છે, તેમના માટે આ પ્રોજેક્ટ આશીર્વાદરૂપ સાબિત થશે. અકસ્માતની શક્યતા 100% ઘટી જશે સુરક્ષાના દૃષ્ટિકોણથી જોઈએ તો, લેવલ ક્રોસિંગ હંમેશા અકસ્માત માટે સંવેદનશીલ વિસ્તારો રહ્યા છે. વારંવાર ઉતાવળમાં ફાટક ઓળંગતા વાહનચાલકોને કારણે ભૂતકાળમાં અનેક દુર્ઘટનાઓ સર્જાતી હતી. અંડર બ્રિજ બની જવાથી રેલવે ટ્રેક અને રોડ ટ્રાફિક સંપૂર્ણપણે અલગ થઈ જશે, જેના પરિણામે અકસ્માતની શક્યતા 100% ઘટી જશે. આ પરિવર્તનથી માત્ર રોડ પરના વાહનચાલકો જ નહીં, પણ ટ્રેનમાં મુસાફરી કરતા હજારો મુસાફરોની સુરક્ષામાં પણ વધારો થશે, કારણ કે ટ્રેન ડ્રાઇવરો પણ હવે આ સેક્શનમાં નિર્ભય થઈને નિર્ધારિત ગતિએ ટ્રેન ચલાવી શકશે. 30 એપ્રિલના રોજ માત્ર 3 કલાકનો ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો હતો આ ભગીરથ કાર્યને સફળ બનાવવા માટે રાજકોટ ડિવિઝનની એન્જિનિયરિંગ ટીમે અદભૂત કામગીરી કરી છે. સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીનાના જણાવ્યા મુજબ, રેલવે વ્યવહાર ખોરવાય નહીં તે માટે 30 એપ્રિલના રોજ માત્ર 3 કલાકનો ટ્રાફિક બ્લોક લેવામાં આવ્યો હતો. આ મર્યાદિત સમયમાં 600 ટનની અત્યાધુનિક ક્રેનનો ઉપયોગ કરીને ભારેખમ ગર્ડર ગોઠવવામાં આવ્યા હતા. ડિવિઝનલ એન્જિનિયર (વેસ્ટ) ઋષભ સિંહ ચૌહાણ અને આસિસ્ટન્ટ ડિવિઝનલ એન્જિનિયર સંજીવ કુમારની આગેવાનીમાં 40 સભ્યોની ટીમે મુસાફરોને ન્યૂનતમ અસુવિધા થાય તે રીતે આ કામગીરી પૂર્ણ કરી હતી. સ્થાનિક જનતાની સુવિધામાં અનેકગણો વધારો કરશે રેલવેના પરિચાલનમાં પણ આનાથી મોટો સુધારો જોવા મળશે. જ્યારે ફાટક ખુલ્લું હોય કે બંધ કરવામાં વિલંબ થાય ત્યારે ઘણીવાર ટ્રેનોને આઉટર પર ઊભી રાખવી પડતી હતી, જેનાથી ટ્રેનો મોડી પડતી હતી. જોકે હવે એલસી-235 નાબૂદ થવાથી ટ્રેનોની સમયપાલનતામાં નોંધપાત્ર સુધારો થશે. ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ જણાવ્યું હતું કે, રેલવેનું લક્ષ્ય મુસાફરોને વધુ સારી અને સલામત સેવા આપવાનું છે. આ અંડર બ્રિજ તે દિશામાં એક મજબૂત કદમ છે, જે સ્થાનિક જનતાની સુવિધામાં અનેકગણો વધારો કરશે. આમ, ખંભાળિયા-ભાટેલ સેક્શન પર તૈયાર થઈ રહેલો આ રોડ અંડર બ્રિજ માત્ર સિમેન્ટ અને લોખંડનું માળખું નથી, પરંતુ તે આ વિસ્તારના વિકાસની નવી ગતિ અને લોકોની સુરક્ષિત મુસાફરીની ગેરંટી છે. ટૂંક સમયમાં આ બ્રિજ સંપૂર્ણપણે કાર્યરત થતા સ્થાનિકકોની વર્ષો જૂની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજપીપળામાં બંધ મકાનમાં આગ:મકાનમાં રાખેલો તમામ ઘરનો સામાન બળીને ખાખ
    Next Article
    10 PM Gujarati News LIVE | 10 વાગ્યાના તમામ મહત્વના સમાચાર | Latest Gujarati News | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment