Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જહાંગીરપુરામાં પૂરઝડપે આવતી લક્ઝરી કારે ફૂડ ડિલિવરી બોયને ઉડાવ્યો:ઘટનાસ્થળે જ કરૂણ મોત, વોક્સવેગન કારની ટક્કરથી મોપેડના ફુરચા ઉડી ગયા

    10 hours ago

    સુરત શહેરમાં બેફામ દોડતા વાહનો જાણે નિર્દોષ નાગરિકો માટે કાળ બની રહ્યા છે. સુરતના જહાંગીરપુરા વિસ્તારમાં ગત સાંજે એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. નાયરા પેટ્રોલ પંપ પાસે પૂરઝડપે આવી રહેલી એક લક્ઝરી વોક્સવેગન કારે એક્સેસ મોપેડ સવાર યુવાનને જોરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં યુવાનનું ઘટનાસ્થળે જ ગંભીર ઈજાઓને કારણે મોત નીપજ્યું હતું. ફૂડ ડિલિવરી કરવા જઈ રહેલા આશાસ્પદ યુવાનનો માળો વિખેરાયો મળતી માહિતી મુજબ, રાંદેર વિસ્તારમાં રહેતા 65 વર્ષીય મહેફૂજ઼અહમદ મુમતાજ શેખનો 33 વર્ષીય પુત્ર ઉમેર શેખ (મૃતક) રાબેતા મુજબ પોતાની એક્સેસ મોપેડ પર ફૂડ ડિલિવરી આપવા માટે નીકળ્યો હતો. ગત રોજ સાંજના સુમારે જ્યારે તે જહાંગીરપુરા શહેરી આરોગ્ય કેન્દ્ર પાસેના ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કાળ બનીને આવેલી એક કારે તેને અડફેટે લીધો હતો. આ અકસ્માતને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. સફેદ રંગની લક્ઝરી કારે મોપેડના ફુરચા ઉડાડી દીધા ઘટનાની વિગત એવી છે કે, એક સફેદ રંગની વોક્સવેગન ટાઈગન કાર (GJ-05-JT-3737) ના ચાલકે પોતાનું વાહન અત્યંત ગફલતભરી રીતે હંકારી ઉમેરની મોપેડને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. અકસ્માતની તીવ્રતા એટલી ભયંકર હતી કે કારની ટક્કર વાગતા જ મોપેડના ફુરચા ઉડી ગયા હતા અને ઉમેર રોડ પર જોરદાર રીતે ફંગોળાયો હતો. તેને માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચી હતી અને લોહીલુહાણ હાલતમાં તેણે ત્યાં જ દમ તોડ્યો હતો. અકસ્માત સર્જી ચાલક ફરાર, પિતાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી અકસ્માત સર્જાયા બાદ ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા એકઠા થઈ ગયા હતા. જોકે, આ ભીડનો લાભ ઉઠાવી આરોપી કાર ચાલક પોતાની ગાડી મૂકીને નાસી છૂટ્યો હતો. આ સમગ્ર મામલે મૃતક યુવાનના પિતા મહેફૂજ઼અહમદ શેખે જહાંગીરપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કાર ચાલક વિરુદ્ધ બેદરકારીથી વાહન ચલાવી મોત નીપજાવવા બદલ ગુનો નોંધ્યો છે. કાર માલિક અને ચાલકની ઓળખ કરવાની તજવીજ જહાંગીરપુરા પોલીસે અકસ્માત સ્થળ અને કારના નંબરના આધારે તેના માલિક અને ચાલકની ઓળખ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. શહેરમાં મોડી સાંજે બેફામ દોડતા કાર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે એવી લોકમાંગ ઉઠી છે. એક આશાસ્પદ યુવાનના મોતથી રાંદેર વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
    Click here to Read More
    Previous Article
    8 વર્ષના બાળકના પેટમાંથી સિક્કો કઢાયો:ધારપુર મેડિકલ કોલેજમાં એન્ડોસ્કોપીથી 15 મિનિટમાં સફળતા
    Next Article
    Kutch Road Accident News | દાદા સાથે ઘર નજીક રસ્તો ક્રોસ કરી રહેલા પૌત્રને કારે મારી ટક્કર |Accident

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment