Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવસારીમાં વાદળછાયું વાતાવરણ, ખેડૂતો ચિંતિત:કમોસમી વરસાદથી કેરી, ચીકુ અને ડાંગરના પાકને નુકસાનની ભીતિ

    10 hours ago

    દક્ષિણ ગુજરાતના નવસારી જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાતાવરણમાં સતત બદલાવ જોવા મળી રહ્યો છે. કાળા વાદળો ઘેરાવા અને ભેજવાળા વાતાવરણને કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. કમોસમી વરસાદની દહેશતથી કેરી, ચીકુ અને ડાંગર જેવા પાકને નુકસાન થવાનો ભય સેવાઈ રહ્યો છે. શહેરમાં મહત્તમ તાપમાન ઘટીને 33 ડિગ્રી સેલ્સિયસ પર પહોંચ્યું છે, પરંતુ હવામાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી બફારો અનુભવાઈ રહ્યો છે. જોકે, સતત ફૂંકાતા પવનને કારણે ગરમીમાં આંશિક રાહત મળી છે, પરંતુ ઘરો અને ઓફિસોમાં લોકો પરસેવાથી રેબઝેબ થઈ રહ્યા છે. ખાસ કરીને નવસારી જિલ્લાના આંબાવાડીઓ અને ચીકુના બગીચામાં હાલ ફળો પાકવાની તૈયારીમાં છે. જો આ સમયે વરસાદ પડે તો પાકની ગુણવત્તા બગડી શકે છે અને ઉત્પાદનને મોટું નુકસાન થઈ શકે છે. ઉનાળુ ડાંગરનો પાક પણ ખેતરોમાં લહેરાઈ રહ્યો છે, જેને કમોસમી વરસાદથી વ્યાપક નુકસાન થવાની સંભાવના છે. આ ઉપરાંત, શેરડીના વાવેતરને પણ વાતાવરણનો આ પલટો પ્રતિકૂળ અસર કરી શકે છે. છેલ્લા એક દાયકાથી ઉનાળા દરમિયાન કમોસમી વરસાદ થવો સામાન્ય બની ગયું છે. જો આગામી દિવસોમાં વાતાવરણ વધુ બગડશે અને વરસાદી ઝાપટાં પડશે, તો તૈયાર થયેલો પાક બજાર સુધી પહોંચે તે પહેલાં જ નષ્ટ થવાનો ભય ખેડૂતોને સતાવી રહ્યો છે.
    Click here to Read More
    Previous Article
    મોપેડની ટ્રેક્ટર સાથે જોરદાર ટક્કર, CCTV:ટ્રેક્ટર રોડ ક્રોસ કરતું હતુંને ભયાનક અકસ્માત, તરસાલીમાં મોપેડ ચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત
    Next Article
    હેલ્મેટ પહેર્યા વિના આવેલી મહિલાનો પોલીસ સાથે હાઈવોલ્ટેજ ડ્રામા:સ્પેશિયલ ડ્રાઈવમાં પકડાયેલી ચાલકે ગાડી ડિટેઈન થતા વડોદરા પોલીસ ભવન બહાર હોબાળો કર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment