Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વસ્ત્રાલની પરણિતાના ફોટા સાથે ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવ્યું:ફોટાઓમાં એડિટિંગ કરી બિભત્સ લખાણ લખ્યું, અજાણ્યા શખસ સામે ફરિયાદ નોંધાઈ

    6 days ago

    અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં રહેતી પરણિતાના ફોટા સાથેનું ફેક આઈડી બનાવી અને ખરાબ લખાણ સાથે ઈન્સ્ટાગ્રામ આઈડી પર પ્રોફાઇલમાં મૂકવામાં આવ્યો હતો. પરણિતાની મિત્રના બાબતે ધ્યાન આવી હતી જેથી તેને ધ્યાન દોર્યું હતું. ત્યારે તપાસ કરતા ખોટું ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવીને બદનામ કરવાની કોશિશ કરી હતી આ સમગ્ર મામલે પરણિતાએ રામોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. પરણિતાના ફોટા સાથે ઈન્સ્ટાગ્રામમાં ફેક આઈડી બનાવ્યું મળતી માહિતી મુજબ, રામોલ વિસ્તારમાં 20 વર્ષીય પરણિતા તેના પરિવાર સાથે રહે છે પોતે એક વર્ષથી instagramમાં પોતાના નામનું એકાઉન્ટ ધરાવે છે. વર્ષ 2025ના ઓક્ટોબર મહિનામાં જ્યારે પોતે ઘરે પતિ સાથે હાજર હતી. ત્યારે ઓરીજનલ instagram એકાઉન્ટમાં તેની મિત્રએ સ્ક્રીનશોટ મોકલી અને મેસેજ કર્યો હતો કે આ જુઓ જેથી તેમાં લખાણ લખવામાં આવ્યું હતું, કોઈ અજાણ્યા નામથી instagram આઈડીની લીંક મોકલી હતી. જેમાં પરણિતાનો ફોટો લગાવેલો હતો. ફોટાઓમાં એડિટિંગ કરી ખરાબ લખાણ લખ્યું હતું કોઈ વ્યક્તિએ ખોટું આઈડી બનાવી અને તેમાં પરણિતાનો ફોટો મુક્યો હતો અને તેમાં એડિટિંગ કરીને ખરાબ લખાણ લખવામાં આવ્યું હતું, ઈન્સ્ટાગ્રામ આઈડીમાં ફોટા પણ અપલોડ કરવામાં આવ્યા હતા. કોઈ અજાણી વ્યક્તિએ ઓરિજનલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાંથી ફોટા લઈ અને ફોટાઓમાં એડિટિંગ કરી ખરાબ લખાણ લખ્યું હતું. અજાણ્યા શખસ વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ જે સમગ્ર મામલે મહિલાએ રામોલ પોલીસ સ્ટેશનમાં અજાણ્યા વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરના વાસણા વિસ્તારમાં પણ એક યુવતીનું ફેક ઈન્સ્ટાગ્રામ આઈડી બનાવવામાં આવ્યું હતું. જે આઈડી બનાવવામાં આવ્યું હતું જેને લઈને યુવતીએ વાસણા પોલીસ સ્ટેશનમાં પણ ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    આગ્રામાં મહિલાઓએ સ્માર્ટ મીટર કાઢીને ફેંકી દીધા:સેંકડો મહિલાઓ મીટર લઈને વીજળી ઓફિસ પહોંચી, અખિલેશે કહ્યું- જનતા હાલ સ્માર્ટ મીટર તોડી રહી છે; આગળની વખતે EVM
    Next Article
    Opinion: 35 US Lawmakers Just Moved A Bill That Could Wreck Indian Techies' Careers

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment