Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વિજાપુરના લાંચિયા ગ્રામસેવકને કોર્ટે બે દિવસના રિમાન્ડ પર સોંપ્યો:અન્ય અધિકારીઓની સંડોવણી અંગે તપાસ તેજ, વધુ ખુલાસા થવાની શક્યતા

    10 hours ago

    વિજાપુર તાલુકા પંચાયતમાં કરાર આધારિત ફરજ બજાવતા અને રૂ. 5000ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયેલા ગ્રામસેવક અજયસિંહ રાજપુતને મહેસાણાની સ્પેશિયલ એસીબી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. કોર્ટે ગુનાની ગંભીરતાને ધ્યાને લઈને આરોપીના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. જેનાથી હવે લાંચના આ પ્રકરણમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે. આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી વિજાપુરના આનંદપુરા સર્કલ પાસે આવેલા એક ટી સેન્ટર પર એસીબી દ્વારા છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં જેપુર સેજાના ગ્રામસેવક અજયસિંહ રાજપુત રૂ. 5000ની લાંચ લેતા ઝડપાઈ ગયા હતા. આ મામલે મહેસાણા એસીબી પોલીસ મથકે ગુનો નોંધાયા બાદ તપાસની જવાબદારી સાબરકાંઠા એસીબીને સોંપવામાં આવી હતી. તપાસ અધિકારી પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી. સુથાર દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરી ત્રણ દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી. અન્ય કોઈ ઉચ્ચ અધિકારી કે કર્મચારીની મિલીભગત છે કે કેમ તે દિશામાં તપાસ એસીબી દ્વારા કોર્ટમાં રજૂ કરવામાં આવેલી દલીલોમાં જણાવાયું હતું કે આરોપી વર્ષ 2021થી આ વિસ્તારમાં ફરજ બજાવે છે. તેથી તેણે અગાઉ અન્ય કેટલા લોકો પાસેથી લાંચ લીધી છે તેની ઊંડાણપૂર્વક તપાસ કરવી જરૂરી છે. આ ઉપરાંત લાંચની રકમમાં અન્ય કોઈ ઉચ્ચ અધિકારી કે કર્મચારીની મિલીભગત છે કે કેમ તે દિશામાં પણ પૂછપરછ કરવાની બાકી છે. ટ્રેપ દરમિયાન થયેલી ટેલિફોનિક વાતચીત અને વોઈસ રેકોર્ડિંગના પુરાવાઓ એકત્રિત કરવા માટે આરોપીની હાજરી અનિવાર્ય હોવાનું જણાવાયું હતું. કોર્ટે આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવાનો આદેશ કર્યો બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ સ્પેશિયલ એસીબી કોર્ટે તપાસના હિતમાં આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર કરવાનો આદેશ કર્યો છે. રિમાન્ડ દરમિયાન એસીબી દ્વારા ભ્રષ્ટાચારના આ નેટવર્ક પાછળ અન્ય કયા ચહેરાઓ છુપાયેલા છે અને આરોપીએ અત્યાર સુધીમાં કેટલા નિર્દોષ નાગરિકોને શિકાર બનાવ્યા છે તેની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં ફર્યું દાદાનું બુલડોઝર:ભાયાવદરના કુખ્યાત આરોપી અલીમામદ તૈયબ શેઠાનું એક કરોડ કિંમતનો 300 ચોરસ વાર જગ્યામાં બનેલ આલીસાન બંગલો તોડી પાડવામાં આવ્યો
    Next Article
    Ahmedabad Gujarat Day Celebration | અમદાવાદમાં ભાજપ નેતાઓએ ગુજરાત સ્થાપના દિનની ઉજવણી કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment