Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદ નગરપાલિકાના કર્મચારી બીપીનભાઈ રાઠોડ નિવૃત્ત:ટાઉન પ્લાનિંગ વિભાગમાં ફરજ બજાવતા હતા, વિદાય સમારોહ યોજાયો

    12 hours ago

    બોટાદ નગરપાલિકાના ટાઉન પ્લાનિંગ વિભાગમાં ફરજ બજાવતા કર્મચારી બીપીનભાઈ એન. રાઠોડ તા. 30 એપ્રિલ, 2026ના રોજ વયમર્યાદાના કારણે નિવૃત્ત થયા. તેમની નિવૃત્તિ નિમિત્તે બોટાદ નગરપાલિકા ખાતે વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર એચ.કે. પટેલ, ટાઉન પ્લાનિંગ એન્જિનિયર મોહિતભાઈ, ઓ.એસ. જયરાજભાઈ રાઠોડ અને નગરપાલિકાના વિવિધ શાખાના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. ચીફ ઓફિસર દ્વારા નિવૃત્ત થતા કર્મચારી બીપીનભાઈને શ્રીફળ અને સાકરનો પડો અર્પણ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત, નગરપાલિકાના દરેક શાખાના વડાઓ દ્વારા બીપીનભાઈને શાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા, જ્યારે અન્ય ઉપસ્થિતોએ સ્મૃતિ ભેટ અને શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમ દરમિયાન, ભારતીય મજદૂર સંઘ સંલગ્ન બોટાદ જિલ્લા મજદૂર સંઘના અધ્યક્ષ રાજુભાઈ ડેરૈયા, પ્રદેશમંત્રી સમીરભાઈ જોશી અને જિલ્લામંત્રી દીક્ષિતભાઈ અગ્રાવત દ્વારા બીપીનભાઈ રાઠોડને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કરાયા હતા. તેમને સ્વસ્થ અને સુખી નિવૃત્ત જીવન માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ફરી એકવાર સ્ટેટ મોનિટરિંગ સેલની રેડ:મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે પર વડોદરાના સાંસરોદ ગામ પાસે હોટલના પાર્કિંગમાંથી 48.36 લાખનો વિદેશી દારૂ ઝડપાયો, એકની ધરપકડ, 4 વોન્ટેડ
    Next Article
    ગરમીના પ્રકોપ વચ્ચે મસાલાના ભાવમાં ઘટાડો:મરચું, હળદર, ધાણાજીરું, ઘઉંની ખરીદી સસ્તી થઈ, 12 માસ બગડે નહીં તેવા વેક્યુમ પેક ઘઉં આવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment