Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નારોલમાં સામાન્ય અકસ્માત બાબતે લાકડીઓ અને ડંડા વડે મારામારી:ત્રણ મહિલા ઇજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા, પોલીસ કર્મીએ દંડા લઇને આવેલા શખસોને ભગાડ્યા

    8 hours ago

    અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં મારામારીના બનાવો દિન પ્રતિદિન વધી રહ્યા છે. જાહેરમાં લાકડી, ડંડા અને છરી વડે માર મારવો સામાન્ય બાબત બની ગઈ છે. નારોલ વિસ્તારમાં બાગે શિફા રો-હાઉસ ખાતે સામાન્ય અકસ્માતની ઘટનામાં વચ્ચે પડતા મારામારી થઈ હતી. મહિલા અને તેના પતિ અન્ય સાગરીતો સાથે આવી સ્થાનિક મહિલા તેમજ તેના પાડોશી સાથે મારામારી કરી હતી. પોલીસને જાણ કરવામાં આવતા નારોલ પોલીસની ગાડી ઘટનાસ્થળ પર પહોંચી હતી. પોલીસની હાજરીમાં જ અસામાજિક તત્વો લાકડી અને દંડા લઈને વધુ માર મારવા જતા હતા. જોકે પોલીસે તેમને અટકાવ્યા હતા અને ત્યારબાદ સમગ્ર મામલે નારોલ પોલીસે બંને પક્ષો અંગેની ફરિયાદ લઈ વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતની ઘટનામાં ઝઘડો થયો મળતી માહિતી મુજબ નારોલ વિસ્તારમાં બાગે શિફા રો-હાઉસ ખાતે હુસેનાબાનુ પઠાણ તેની બહેન શબનમ સાથે રહે છે. 29 એપ્રિલના રોજ રાત્રે 10 વાગ્યે સોસાયટી પાસે બે અજાણ્યા વ્યક્તિ વચ્ચે સામાન્ય અકસ્માત થયો હતો. જેમાં આયેશાબાનુનો ભત્રીજો ઓસામા વચ્ચે પડ્યો હતો ત્યારે ત્યાં શબનમબાનુએ વચ્ચે પડવાની ના પાડતા ઓસામા ઉશ્કેરાઈ ગયો હતો અને શબનમને ગાળાગાળી કરવા લાગ્યો હતો. બાદમાં આયેશાબાનુએ ફોન કરીને બોલાવતા થોડીવારમાં તેનો દીકરો રેહાન અને પતિ સાજીદ સહિત અલગ અલગ માણસોને બોલાવીને લાવ્યા હતા અને લાકડીઓ તેમજ દંડા વડે મારામારી કરી હતી. ઝઘડો થતા પાડોશી મુવીનાબાનુ ત્યાં આવી ગયા હતા અને રેહાન નામના વ્યક્તિએ તેના હાથમાં રહેલો ડંડો મારી દીધો હતો. મારામારીમાં ત્રણ મહિલાઓને ઈજા થઈ હતી. પોલીસ કર્મીએ દંડા લઇને આવેલા શખસોને ભગાડ્યા 10થી 15 લોકો હાથમાં લાકડીઓના ડંડા લઈ સામસામે મારામારી કરવા માટે પહોંચ્યા હતા. ત્યારે 112 નંબર પર ફોન કરવામાં આવ્યો હતો. જેથી તાત્કાલિક ધોરણે નારોલ પોલીસની ગાડી સ્થળ ઉપર પહોંચી હતી. પોલીસ જ્યારે સ્થળ ઉપર પહોંચી ત્યારે પોલીસ કર્મચારી દ્વારા બનાવને અટકાવવા માટે હાથમાં જેટલા પણ લોકો લાકડીઓ અને ડંડા લઈને જઈ રહ્યા હતા તેને રોકવામાં આવ્યા હતા. પોલીસ કર્મચારીએ હાથમાં લાકડી લઈને જે પણ લોકો હાથમાં લાકડીઓ ડંડા લઈને આવ્યા હતા તેમને પરત મોકલી દીધા હતા. ગાળા ગાળી કરી હતી અને ધક્કો મારીને પાડી દીધા હતા શહેરના મણીનગર વિસ્તારમાં પણ પૈસા લેવાની બાબતે મારામારીની ઘટના બની હતી મણિનગરમાં રહેતા માતુલ પંડ્યા નામના યુવકના સંબંધીની દુકાને તેઓ હાજર હતાં. ત્યારે ચાર જેટલા લોકો આવ્યા હતા અને બાકી નીકળતા રૂપિયાની ઉઘરાણી કરી હતી ગાળા ગાળી કરી અને બોલાચાલી કરી હતી. જેમાં છરી અને ચપ્પુ લઈને મારવા જતા તેને રોકવામાં આવ્યા હતા. બાકી નીકળતા પૈસાને લઈને યુવકના સંબંધી અને તેના પિતાને ગાળા ગાળી કરી હતી અને ધક્કો મારીને પાડી દીધા હતા આ સમગ્ર મામલે મણિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. ‘મારામારી કરી વાહનોમાં તોડફોડ કરી’ શબનમ નામની મહિલાએ જણાવ્યું હતું કે મારા ભાણીયાના લગ્ન હતા ત્યારે અકસ્માતની સામાન્ય ઘટના બની હતી. જેમાં આયેશાને ફોન કર્યો કે તમારા છોકરાઓની માથાકૂટ થઈ છે પરંતુ બીજા લોકોની માથાકૂટ હતી ત્યારબાદ લાકડીઓને દંડાઓ સાથે લોકોને લઈને આવી હતી અને મારામારી અને તોડફોડ કરી હતી. જેમાં મારી બહેન અને પાડોશીને ઈજા થઈ હતી. મહિલાએ આક્ષેપ કર્યો હતો કે આયેશા દારૂ અને ગાંજાનો ધંધો કરે છે. અગાઉ પણ ત્રણ વખત આવા બનાવ બની ચૂક્યા છે. બંને પક્ષે સામ સામે મારા મારી ફરિયાદ નોંધાઈ લાકડીઓ અને ડંડા વડે માર મારવામાં આવ્યો છે અને તમામના ફોટા પણ અમારી પાસે છે. નારોલ પોલીસ દ્વારા બંને પક્ષે સામ સામે મારા મારી અંગેની ફરિયાદ લઈને એકબીજા વિરુદ્ધ ચારથી પાંચ લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. અકસ્માત જેવી સામાન્ય બાબતમાં બે પરિવારના લોકો આમને સામને આવી જઈ અને મારા મારી કરી હતી. પોલીસે આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ગઢડાના રહેણાંક મકાનમાં આગ લાગી:કાર અને બાઈક બળીને ખાખ, જાનહાનિ ટળી, કારણ અકબંધ
    Next Article
    UK Raises National Terror Threat Level After Stabbing Of 2 Jewish Men

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment