Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કરુણ દુર્ઘટના:મોરબીમાં ટાઇલ્સ ઉપાડવાનું ફોર ક્લિપ મશીન પલટી જતાં યુવાન દટાયો

    8 hours ago

    મોરબીના જૂના ઘૂટું રોડ ઉપર આવેલા સીરામીક કારખાનામાં વેરહાઉસના ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવતો યુવાન પોતાનું કામ કરી રહ્યો હોય ત્યારે ટાઇલ્સ ઉપાડવાનું ફોર ક્લિપ મશીન પલટી મારી જતા આ દુર્ઘટનામાં મશીન નીચે યુવાન દબાઈ ગયો હતો. જેથી ગંભીર ઇજા થતાં યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે બીજા બનાવમાં મોરબી તાલુકાના જોધપર નદી ગામે પિયરમાં આવેલ પરણીતાએ કોઈપણ કારણોસર ગળાફાંસો ખાઈને આપઘાત કરી લેતા તેનું મોત નીપજયું હતું આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી હતી. મૂળ ઉત્તરપ્રદેશનો રહેવાસી અને મોરબીના જૂના રોડ ઉપર આવેલ સિરામીક કારખાનામાં વેરહાઉસના ઇન્ચાર્જ તરીકે કામ કરતો ઘનશ્યામ મદનમોહન (ઉ.વ.23) નામનો યુવાન કારખાનામાં કામ કરી રહ્યો હતો, ત્યારે ટાઇલ્સ ઉપાડવાનું ફોર ક્લિપ મશીન પલટી મારી ગયું હતું અને ઘનશ્યામની ઉપર પડતા કમરથી ઉપરનો ભાગ દબાઈ ગયો હતો જેથી ઘનશ્યામને ગંભીર ઇજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર દરમિયાન તેનું મોત નીપજયું હતું. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. બીજા બનાવમાં મૂળ જામનગર જિલ્લાના દળીયાના રહેવાસી અને મોરબીના જોધપર નદી ગામે પિયરમાં આવેલા કમોયા આરતીબેન વિરમભાઈ નામની મહિલાએ ગઈકાલે સાંજે ઘરની અંદર ગળાફાંસો ખાઈ લીધો હતો. જેથી તેના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સામાજિક કાર્યકરની કમિશનરને રજૂઆત‎:મોરબીમાં રિવરફ્રન્ટ અને PM આવાસ બનાવવા માગણી
    Next Article
    Raja Shivaji Movie Review and Release Live Updates: Riteish Deshmukh-starrer eyes record-breaking opening

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment