Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નૃસિંહ જયંતીની ભવ્ય ઉજવણી:નૃસિંહ જયંતી ઊજવાઈ, ભક્તો સાંધ્ય આરતીના દર્શનાર્થે ઊમટ્યા

    2 days ago

    નૃસિંહ જયંતી નિમિત્તે ચાર દરવાજા વિસ્તારમાં નરસિંહજીની પોળમાં આવેલા સુપ્રસિદ્ધ નરસિંહજીના મંદિરમાં સાંજે 7 વાગે ભગવાનના જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે ભગવાનના દર્શન કરવા મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યાં હતાં. ભક્તોએ નરસિંહજીની સાંધ્ય આરતીમાં ઉપસ્થિત રહી જન્મોત્સવના દર્શનનો લ્હાવો લીધો હતો. બીજી તરફ ઘડિયાળી પોળમાં આવેલી વિરાસાની પોળમાં આવેલા નરસિંહજીના મંદિરમાં ફૂલોનો શણગાર કરાયો હતો. જ્યારે નરસિંહજીની પોળમાં 1 મેના રોજ સવારે નંદ મહોત્સવની ઉજવણી પણ કરાશે. નરસિંહ ભગવાનને જન્મોત્સવ નિમિત્તે સવારથી જ વિવિધ ભોગ પણ ધરાવ્યાં હતાં. જેમાં ગ્રીષ્મ ઋતુમાં ભગવાનને ઠંડક મળે તે માટે સાકરનો પનો ખાસ ધરાવ્યો હતો. જ્યારે કેસરી ઘટાના દર્શન પણ યોજાયા હતા.
    Click here to Read More
    Previous Article
    ભયંકર આગ લાગી:નિઝામપુરાના પતંજલિ એપાર્ટમેન્ટમાં આગથી લોકો દોડ્યા, 8 મીટરો ખાક
    Next Article
    Commercial LPG Prices Hiked By Rs 993 Amid War, Petrol, Diesel Rates Steady

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment