Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    આજે બુદ્ધ પૂર્ણિમા:હરણી-લુંબીની બૌદ્ધ વિહારથી શાંતિયાત્રા,કમાટીબાગમાં મૂર્તિને પુષ્પ અર્પણ કરાશે

    9 hours ago

    શહેરમાં શુક્રવારે બુદ્ધ પૂર્ણિમાની ઉજવણી કરાશે. જે અંતર્ગત ડો.બાબાસાહેબ આંબેડકરે સ્થાપેલી ભારતીય બૌદ્ધ મહાસભા સંસ્થા દ્વારા શાંતિયાત્રા યોજાશે. જેમાં મ.સ. યુનિ.માં ભણતા વિદેશી બૌદ્ધ ભીક્ષુ હાજરી આપશે. જ્યારે જ્યુબિલીબાગમાં સવારે 9થી 12 સુધી ભારતીય બૌદ્ધ મહાસભા દ્વારા વંદનાનો કાર્યક્રમ કરાશે. બૌદ્ધ સમુદાયના અન્ય અનુયાયીઓ દ્વારા કમાટીબાગ ખાતે સવારે બુદ્ધ ભગવાનની પ્રતિમાને પુષ્પ અર્પણ કરી પ્રાર્થના કરાશે. કમાટીબાગ ખાતે વડોદરા ઉપરાંત પાદરા, ડભોઈ, સાવલી સહિત વડોદરા જિલ્લાના અલગ-અલગ સ્થળેથી લોકો ભેગા થશે. શાખ્ય મુનિ ચેરિટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ બૌદ્ધચાર્ય રવિન્દ્ર ગાઢેએ કહ્યું કે, ભારતીય બૌદ્ધ મહાસભા વડોદરા શાખા તેમજ શાખ્ય મુનિ ચેરિટેબલ ટ્રસ્ટ મળી હરણી સવાદ ક્વાર્ટર્સ સ્થિત લુંબીની બૌદ્ધ વિહાર વડોદરા ખાતેથી શાંતિ યાત્રાનું આયોજન કર્યું છે. આ યાત્રા ફક્ત દોઢ કિમી ચાલશે. જેમાં ભગવાન બૌદ્ધના કરુણા, મૈત્રી, અહિંસા, બંધુત્વ અને કર્મ શુદ્ધિ પર આપેલા સંદેશોના પ્લેકાર્ડ દર્શાવાશે. યાત્રામાં ભગવાન બૌદ્ધનો રથ કઢાશે. મહાસભાના સભાસદો પંચશીલની ધ્વજા લઈ બુદ્ધમ્ શરણમ્ ગચ્છામિના નારા સાથે જોડાશે. સાંજે 7:30 પછી ભગવાન બુદ્ધના સંદેશા પર પ્રવચન થશે. ડો.આંબેડકરે 1956માં બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો ડો.આંબેડકરે ધી બુદ્ધિસ્ટ સોસાયટી ઓફ ઈન્ડિયા થકી 1956માં અનુયાયીઓ સાથે બૌદ્ધ ધર્મ અપનાવ્યો હતો. આ સંસ્થા ભારતીય બૌદ્ધ મહાસભા તરીકે ઓળખવામાં આવે છે. સંસ્થાનું સંચાલન હાલ ડો.બાબા સાહેબ આંબેડકરના પરિવારજનો કરતા હોય છે. અત્યારે તેના રાષ્ટ્રીય અધ્યક્ષ બાબા સાહેબના પૌત્ર એડવોકેટ ભીમરાવ આંબેડકર છે. યાત્રાનો રૂટ : એરપોર્ટ રોડથી સંગમ ચાર રસ્તા, સંગમ ચાર રસ્તાથી ધવલ ચાર રસ્તા અને ત્યાંથી લુંબીની બૌદ્ધ વિહાર શાખા સુધી યાત્રા નીકળશે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર બ્રેકિંગ:MSUમાં હવે ‘મોદીતત્ત્વ’ અને RSSની વિચારધારા ભણાવાશે
    Next Article
    વેધર રિપોર્ટ:50 કિમીના પવન ફૂંકાતાં ગરમી ઘટી, તાપમાન 39.8 ડિગ્રી થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment