Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાસ્કર બ્રેકિંગ:MSUમાં હવે ‘મોદીતત્ત્વ’ અને RSSની વિચારધારા ભણાવાશે

    8 hours ago

    નામ, કામ અને સિદ્ધાંતો ઇતિહાસના પાને કંડારાઇ પેઢીઓના માનસમાં અભ્યાસ થકી સ્થાન પામે તેવો શૈક્ષણિક પ્રયાસ વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી (MSU)ની આર્ટ્સ ફેકલ્ટીના સોશિયોલોજી વિભાગથી શરૂ થયો છે. વિભાગમાં 4 નવા કોર્સ પેપરમાં સોશિયોલોજી પેટ્રિઓટિઝમ વિષયમાં ‘આરએસએસને જાણો’ યુનિટમાં ઉદયથી સંગઠનનું કાર્ય, ‘મોદી તત્ત્વ’માં નરેન્દ્ર મોદીનું નેતૃત્વ-વ્યક્તિત્વ ભણાવાશે. આ વિષય ફરજિયાત છે. બી.એ.ના અંતિમ વર્ષમાં ‘સોશિયોલોજી પેટ્રિઓટિઝમ’ મેજર હશે. જેમાં ‘આરએસએસ’ સાથે કરોડો લોકો કેમ જોડાયા છે, સંઘ સમાજને જોડવાનું કામ કરે છે, ‘નોન-પ્રોફિટ’ સંસ્થા છે, મહિલા તથા મુસ્લિમ પાંખ વિશે પણ અભ્યાસ થશે. નોંધનીય છે કે, અગ્રણીઓમાં વીર સાવરકર, મહારાજા સયાજીરાવ ગાયકવાડ વિષે ભણાવાશે. વિભાગીય બોર્ડ ઓફ સ્ટડીઝે કોર્સને મંજૂરી આપી દીધી છે. આ ચાર વિષય નવા ઉમેરાયા અને આવો હશે સિલેબસ... 1. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને જાણો (RSS) 2. ‘મોદીતત્ત્વ’ 3. અગ્રણી વ્યક્તિત્વ (વીર સાવરકર, મહારાજા સયાજીરાવ ગાયકવાડ-તૃતીય વગેરે) 4. રાષ્ટ્રવાદની સમજ સમાજમાં સમરસતા લાવવા માટેનો ઉદ્દેશ્ય, વર્તમાન સમકાલીન વિકાસ સમજવો જરૂરી કોર્સનો હેતુ સમાવિષ્ટ અભિગમનો છે. સમકાલીન વિકાસને સમજવો મહત્ત્વનો છે. સમાજશાસ્ત્રીય દૃષ્ટિકોણથી આ વિચારમાં માન્યતાનો અભ્યાસ જરૂરી છે. હિન્દુ સમાજ શાસ્ત્ર, દેશભક્તિ-ભારતનું સમાજ શાસ્ત્ર અને કટોકટી વ્યવસ્થાપનનું સમાજશાસ્ત્ર સામેલ છે. આરએસએસ સમરસતા પર કામ કરે છે અને તમામ જ્ઞાતિને સાથે લઈ ચાલે છે, તે વિશે ભણાવાશે. - પ્રો.વીરેન્દ્ર સિંહ, હેડ, સોશિયોલોજી, MSU બી.એ. સોશિયોલોજીમાં પ્રવેશ માટે બેઠકો 150થી વધારીને 286 કરાઈ બી.એ. સોશિયોલોજીમાં પ્રવેશ માટે 150 બેઠક હતી, જે આ વખતે 286 કરાઈ છે. ગત વર્ષે 850 વિદ્યાર્થીઓની અરજી આવી હતી. એમ.એ. સોશિયોલોજીમાં 25 બેઠકો રખાઈ છે. ગત વર્ષે તેમાં 150 અરજીઓ આવી હતી. આ રીતે ભણાવાશે.. યુનિવર્સિટી સ્તરે વિદ્યાર્થીઓ માટે કોઇ વિશેષ પુસ્તક હોતું નથી. જેથી નવા કોર્સમાં વિદ્યાર્થી રેફરન્સ બુકમાંથી મોદી તત્ત્વ અને આરએસએસ સહિતના વિષય ભણશે. વિભાગ દ્વારા અપાતા રેફરન્સ સિવાય વિદ્યાર્થીઓ જાતે પણ રેફરન્સ બુકનો ઉપયોગ કરી શકે છે.
    Click here to Read More
    Previous Article
    Were Virat Kohli, RCB Right To Complain Over Jason Holder's Catch? Here's What The Rule Says
    Next Article
    આજે બુદ્ધ પૂર્ણિમા:હરણી-લુંબીની બૌદ્ધ વિહારથી શાંતિયાત્રા,કમાટીબાગમાં મૂર્તિને પુષ્પ અર્પણ કરાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment