Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ:અમરેલી વલ્લભનગરમાં દારૂ પી આવતા પિતા સામે અરજી કરતા દીકરો પણ વિફર્યો

    9 hours ago

    અમરેલી શહેરના લાઠી રોડ વલ્લભનગર વિસ્તારમા એક જ દિવસે એકજ શખ્સ સામે દાદાગીરી અને ધમકી આપ્યાની બે અલગ અલગ ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે.ગઈકાલે બે અલગ સમયગાળામાં આ બનાવો બન્યા હતા. જેમાં પ્રથમ બનાવ સવારે અંદાજે 11:30 કલાકે લાઠી રોડ પર આવેલ કારના શોરૂમની પાછળ, વલ્લભનગર વિસ્તારમાં બન્યો હતો. આ બનાવ અંગે નારાયણ નગરમાં રહી ડ્રાઇવિંગનું કામ કરતા નરેશભાઈ ગોવિંદભાઈ છૈયા (ઉં.વ.35) દ્વારા ફરિયાદ આપી છે કે, અવાર નવાર જાહેરમાં ગાળો બોલ્યા કરે છે. ત્યારે આજે પણ જીતુ વામજા અને તેનો દીકરો વિકાસ બંનેએ વલ્લભનગર કારના શો રૂમ પાછળ નરેશભાઈ તથા અન્ય લોકોને ગાળો આપી વાન માથે ચડાવી દઈ મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ એ જ દિવસે બપોરે અંદાજે 03:30 કલાકે ફરી એક બનાવ લાઠી રોડ પર એજ વિસ્કાતારમાં બન્યો હતો. આ બનાવ અંગે વલ્લભનગરમાં રહી ઘરકામ કરતા કૈલાસબેન મનસુખભાઈ વામજા (ઉં.વ.50) એ ફરિયાદ નોંધાવી છે કે, જીતુ વામજા અવાર નવાર નશાની હાલતમાં સોસાયટીમાં આવી અપશબ્દો બોલી સ્થાનિકોને પરેશાન કરતો હોય જે બાબતે સ્થાનિકો દ્વારા અગાઉ પોલીસમાં અરજી કરતા તેનું મનદુઃખ રાખી આજે કૈલાસબેનને ગાળો બોલી વાન માથે ચડાવી દઈ મારી નાખવાની ધમકી આપી હતી. અમરેલી શહેર પોલીસે જીતુ ભૂપતભાઈ વામજા અને વિકાસ જીતુ વામજા વિરુદ્ધ ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. અવાર નવાર બનતી ઘટનાના કારણે રહીશો દ્વારા બંને વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા માંગ કરી છે.
    Click here to Read More
    Previous Article
    હુકમ:અમરેલીના શખ્સને પાસા હેઠળ સુરત જેલમાં ધકેલાયો
    Next Article
    કોણ બનશે શહેરના પ્રથમ નાગરિક?‎:રોટેશન મુજબ ઓબીસી મહિલાના ફાળે જશે તાજ, પ્રમુખ પદની રેસમાં 3 મહિલા વચ્ચે ખરાખરીનો જંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment