Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલમાં પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ:કલેક્ટર અજય દહિયાએ અધિકારીઓને ઝીરો કેઝ્યુઆલિટી માટે તાકીદ કરી

    11 hours ago

    પંચમહાલ જિલ્લા કલેક્ટર અજય દહિયાના અધ્યક્ષસ્થાને આગામી ચોમાસાને ધ્યાનમાં રાખીને ‘પ્રિ-મોન્સુન-2026’ની જિલ્લા કક્ષાની સમીક્ષા બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં જિલ્લાના તમામ મુખ્ય અમલીકરણ અધિકારીઓને ઉપસ્થિત રહી અગમચેતીના પગલાં ભરવા આદેશ આપવામાં આવ્યા હતા. બેઠકમાં કલેક્ટર દ્વારા જિલ્લા પંચાયત, પ્રાંત, મામલતદાર અને તાલુકા પંચાયત કચેરીઓને 24 કલાક (રાઉન્ડ ધ ક્લોક) કંટ્રોલ રૂમ કાર્યરત કરી, ફરજ સોંપણીના હુકમો કરવા જણાવ્યું હતું. ભારે વરસાદ કે પૂર સમયે સ્થળાંતરની જરૂર પડે ત્યારે અસરગ્રસ્તોને ખસેડવા માટે સલામત આશ્રયસ્થાનો અને રાહત કેમ્પોની યાદી તૈયાર રાખવા તેમજ ત્યાં પાણી, ગટર અને શૌચાલય જેવી પ્રાથમિક સુવિધાઓની અગાઉથી ચકાસણી કરી લેવા સૂચના અપાઈ હતી. આરોગ્ય વિભાગને PHC, CHC અને સિવિલ હોસ્પિટલોમાં જરૂરી દવાઓ, ક્લોરીનેશનની દવાઓ અને એન્ટી સ્નેક વેનમનો પૂરતો જથ્થો અનામત રાખવા સૂચના અપાઈ છે. રોગચાળો ન ફેલાય તે માટે મેડિકલ ટીમોને પણ સજ્જ રાખવામાં આવી છે. માર્ગ અને મકાન વિભાગે ભારે વરસાદથી બંધ થતા રસ્તાઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવી અને ભયજનક કોઝવે પર 'વોટર લેવલ ઇન્ડિકેટર' તથા સાઈન બોર્ડ લગાવવા જણાવ્યું હતું. GSRTCને સ્થળાંતર માટે બસો સ્ટેન્ડ બાય રાખવા અને ડ્રાઈવરોને નદી-નાળા પસાર કરતી વખતે વિશેષ તકેદારી રાખવા સૂચના આપી હતી. MGVCLને જર્જરિત વાયરો અને થાંભલાઓનું સમારકામ કરી વરસાદ દરમિયાન વીજ પુરવઠો સતત જળવાઈ રહે તે માટે આયોજન કરવા જણાવાયું હતું. ડેમ અને કેનાલોની ચકાસણી કરવી તથા નીચાણવાળા ગામોમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી. શહેરી વિસ્તારોમાં ગટરો, નાળા અને નહેરોની સાફ-સફાઈ પૂર્ણ કરી તેનો રિપોર્ટ રજૂ કરવો તેમજ જર્જરિત મકાનોની ચકાસણી કરી જરૂરી કાર્યવાહી કરવા આદેશ અપાયા હતા. પૂરની સ્થિતિને પહોંચી વળવા માટે દરેક તાલુકા અને નગરપાલિકા કક્ષાએ તા. 15 જુલાઈ, 2026 સુધીમાં મોકડ્રીલનું આયોજન કરવા પણ જણાવ્યું હતું. આ ઉપરાંત, જિલ્લા કલેક્ટર અજય દહિયાએ તમામ અધિકારીઓને પરસ્પર સંકલન જાળવીને ‘ઝીરો કેઝ્યુઆલિટી’ના અભિગમ સાથે કોઈપણ જાનહાનિ ન થાય તે રીતે કામગીરી કરવા તાકીદ કરી હતી. આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર જે. જે. પટેલ, પોલીસ અધિક્ષક સહિત વિવિધ વિભાગના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    પોરબંદરમાં ચોરીના 5.5 તોલા સોના સાથે શખ્સ ઝડપાયો:કમલાબાગ પોલીસે ગણતરીના કલાકોમાં 5.5 લાખના દાગીના જપ્ત કર્યા
    Next Article
    સુરત મહાનગરપાલિકાના એકાઉન્ટ વિભાગમાં મોટો ફેરફાર:ચેતન દેસાઈ વયનિવૃત્ત થતા હેમા જરીવાલાને ચીફ એકાઉન્ટન્ટ સહિતની અનેક મહત્વની જવાબદારીઓનો હવાલો સોંપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment