Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોરબંદરમાં ચોરીના 5.5 તોલા સોના સાથે શખ્સ ઝડપાયો:કમલાબાગ પોલીસે ગણતરીના કલાકોમાં 5.5 લાખના દાગીના જપ્ત કર્યા

    10 hours ago

    પોરબંદર પોલીસે ચોરીના ગુનાનો ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નાખ્યો છે. કમલાબાગ પોલીસ સ્ટેશનની ટીમે આશરે 5.50 લાખ રૂપિયાના 5.5 તોલા સોનાના દાગીના સાથે એક આરોપીની ધરપકડ કરી છે. કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરીનો બનાવ બન્યો હતો. પોલીસે ચોરાયેલા મુદ્દામાલને શોધી કાઢવા માટે સઘન તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન, સર્વેલન્સ સ્ટાફના પો.હેડ કોન્સ. ચેતન મોઢવાડિયા, સુભાષભાઈ જંબુચા અને પો.કોન્સ. બલદેવ કારાવદરાને બાતમી મળી હતી. બાતમી મુજબ, એક શંકાસ્પદ શખ્સ વી.જે. મોઢા કોલેજ સામે પક્ષી અભયારણ્યના ગેટ પાસે ચોરીના સોનાના દાગીના સાથે ઊભો હતો. પોલીસે તાત્કાલિક દરોડો પાડી શખ્સને ઝડપી પાડ્યો હતો. ઝડપાયેલા શખ્સ પાસેથી પોલીસે કુલ 57 ગ્રામથી વધુ (આશરે 5.5 તોલા) સોનાના દાગીના જપ્ત કર્યા હતા. જેમાં 27 ગ્રામ 410 મિલીગ્રામ વજનની રુદ્રાક્ષના પારાવાળી સોનાની માળા (કિંમત રૂ. 2,50,000) અને 30 ગ્રામ વજનની ગણેશના પેન્ડન્ટવાળી સોનાની ચેઈન (કિંમત રૂ. 3,00,000)નો સમાવેશ થાય છે. આરોપીની ઓળખ આશિષ રાજુભાઈ મોરબીયા (ઉંમર 27, રહે. ઝુરીબાગ શેરી નં. 11, પોરબંદર) તરીકે થઈ છે. આ સફળ કામગીરી જૂનાગઢ રેન્જના આઈજીપી રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર એસપી ભગીરથસિંહ જાડેજાની સૂચના હેઠળ કમલાબાગ પોલીસ ઈન્સ્પેક્ટર આર.સી. કાનમિયા, પીએસઆઈ એ.એ. ડોડીયા અને સર્વેલન્સ સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    બંગાળમાં હોબાળો, TMCના EVM સ્ટ્રોંગ રૂમની બહાર ધરણા:બેલેટ બોક્સ સાથે ચેડાંનો આરોપ, વીડિયો જાહેર કરીને લખ્યું- ખુલ્લેઆમ ગેરરીતિ થઈ છે
    Next Article
    પંચમહાલમાં પ્રિ-મોન્સુન તૈયારીઓની સમીક્ષા બેઠક યોજાઈ:કલેક્ટર અજય દહિયાએ અધિકારીઓને ઝીરો કેઝ્યુઆલિટી માટે તાકીદ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment