Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાઇકોર્ટે આરોપીઓ ઉપરથી એક્ઝામિનેશન એક્ટની કલમો દૂર કરી:આરોપીઓએ પરીક્ષામાં ડમી બેસાડ્યા અથવા ડમી બનીને બેઠા હતા, ગુનાના સમયે આ કાયદો અમલમાં ન હતો

    8 hours ago

    ગુજરાત હાઇકોર્ટમાં અશોક બારૈયા, દિનેશરાય પંડ્યા, સાગર પંડ્યા, નિલેશ જાની, જયદીપ ધાંધલીયા, કિરણ બારૈયા, રમેશ બારૈયા, કલ્પેશ પંડ્યા, કલ્પેશ જાની અને જીજ્ઞાબેન ધાંધલીયા જેવા અરજદારો દ્વારા અરજી કરવામાં આવી હતી. જેઓની સામે ભાવનગરના ભરતનગર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2023માં ગુનો નોંધાયો હતો. તેમના પર આરોપ હતો કે વર્ષ 2017થી વર્ષ 2022 દરમિયાન લેવાયેલી વિવિધ સરકારી પરીક્ષાઓ જેમ કે બિન સચિવાલય ક્લાર્ક, મલ્ટી પર્પસ હેલ્થ વર્કર, ગ્રામ સેવક, SSC બોર્ડની પરીક્ષામાં અસલ ઉમેદવારને બદલે 'ડમી' ઉમેદવારો બેસાડવામાં આવ્યા હતા અથવા ડમી ઉમેદવાર તરીકે બેઠા હતા. ગેરરીતિઓ વર્ષ 2017થી 2022માં થઈ હતી અરજદારો ઉપર એક્ઝામિનેશન એક્ટ 2023 ની કલમો હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી હતી. અરજદારોની દલીલ હતી કે એક્ઝામિનેશન એક્ટ 3 માર્ચ, 2023ના રોજ અમલમાં આવ્યો છે. જ્યારે કથિત ગેરરીતિઓ તે પહેલાં એટલે કે વર્ષ 2017 થી 2022ના સમય ગાળામાં થઈ હતી. તેથી આ કાયદાનો અમલ ભૂતકાળની અસરોથી અરજદારો ઉપર લાગુ કરી શકાય નહીં. પરીક્ષા અધિનિયમ હેઠળની કાર્યવાહી ગેરકાયદેસર હાઇકોર્ટે ભારતીય બંધારણની કલમ ટાંકીને જણાવ્યું હતું કે કોઈ પણ વ્યક્તિને એવા કાયદાના ભંગ બદલ દોષિત ઠેરવી શકાય નહીં, જે કૃત્ય વખતે તે કાયદો અમલમાં ન હોય. જ્યાં સુધી કાયદામાં સ્પષ્ટ જોગવાઈ ન હોય, ત્યાં સુધી તેને પાછલી અસરથી લાગુ કરી શકાય નહીં. કોર્ટે જણાવ્યું હતું કે આ પરીક્ષા અધિનિયમ હેઠળની કાર્યવાહી ગેરકાયદેસર છે. એક્ઝામિનેશન એક્ટ અંતર્ગતની કલમોમાંથી મુકત કર્યા કોર્ટે ભાવનગરની સેશન્સ કોર્ટનો અગાઉનો આદેશ રદ કર્યો હતો અને તમામ અરજદારોને એક્ઝામિનેશન એક્ટ અંતર્ગતની કલમોમાંથી મુકત કર્યા હતા. જો કે અરજદારો પર IPC અને IT એક્ટ હેઠળના અન્ય જે આરોપો છે, તેના પર આ આદેશની કોઈ અસર થશે નહીં.
    Click here to Read More
    Previous Article
    હાથી દાંત સાથે ઝડપાયેલા આરોપીના 5 દિવસના રિમાન્ડ મંજૂર:આંતરરાજ્ય તસ્કરીના નેટવર્કની આશંકા, વનવિભાગ દ્વારા તપાસ તેજ
    Next Article
    JPMorgan Executive Lorna Hajdini Sexually Abused 'Brown Boy Indian', Threatened His Career: Report

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment