Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અકસ્માતમાં બાળકી બાદ પિતાનું પણ મૃત્યુ:જામનગરમાં પૂરઝડપે આવતી કારે બાઈકને ટક્કર મારી હતી, પરિવાર પર શોક છવાયો

    9 hours ago

    જામનગરના કાલાવડ નાકા બહાર રવિવારે રાત્રે થયેલા હિટ એન્ડ રન અકસ્માતમાં પાંચ વર્ષની બાળકીના મૃત્યુ બાદ હવે તેના પિતાનું પણ સારવાર દરમિયાન નિધન થયું છે. આ ઘટનાથી સમા પરિવાર અને કાલાવડ નાકા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. અકસ્માત રવિવારે રાત્રે બન્યો હતો જ્યારે એક એફ.ઝેડ. મોટરસાયકલને પૂરપાટ ઝડપે આવતી લાલ રંગની કારે ટક્કર મારી હતી. બાઈક પર ઈસરાઈલભાઈ ઈકબાલભાઈ સમા (28), તેમના પત્ની રુકષાદબેન સમા અને પાંચ વર્ષની પુત્રી અબીરા સમા સવાર હતા. આ ટક્કરના કારણે ત્રણેયને ગંભીર ઈજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં પાંચ વર્ષની બાળકી અબીરાને મૃત જાહેર કરવામાં આવી હતી. બાળકીના માતા-પિતાને જી.જી. હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન આજે ઈસરાઈલભાઈ સમાનું પણ મૃત્યુ થયું છે. પુત્રી બાદ પિતાના નિધનથી સમા પરિવારમાં ભારે શોક વ્યાપી ગયો છે અને સમગ્ર કાલાવડ નાકા વિસ્તારમાં ગમગીની છવાઈ છે.
    Click here to Read More
    Previous Article
    ગિફ્ટ સિટીમાં 'વિકસિત ગુજરાત ફંડ' પર મંથન:2047 સુધીમાં 3.5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવાનું લક્ષ્ય
    Next Article
    केवल 15 साल के लिए होगा महिला आरक्षण, पुरुषों को मिलेगा ज़्यादा लाभ, बिल का विरोध

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment