Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગિફ્ટ સિટીમાં 'વિકસિત ગુજરાત ફંડ' પર મંથન:2047 સુધીમાં 3.5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનવાનું લક્ષ્ય

    11 hours ago

    ગુજરાતને વૈશ્વિક સ્તરે આર્થિક મહાસત્તા બનાવવાના વિઝન સાથે 22 એપ્રિલ, 2026ના રોજ ગિફ્ટ સિટી (GIFT City) ખાતે એક ઐતિહાસિક ઉચ્ચ સ્તરીય વ્યૂહાત્મક સંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત સરકારના નાણા વિભાગ અને પ્રતિષ્ઠિત ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIMA) દ્વારા સંયુક્ત રીતે આયોજિત આ કાર્યક્રમમાં 'વિકસિત ગુજરાત ફંડ' દ્વારા રાજ્યના ભવિષ્યને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટેની ગહન ચર્ચા કરવામાં આવી હતી. આ ઉચ્ચ સ્તરીય બેઠકમાં રાજ્યના વરિષ્ઠ વહીવટી અધિકારીઓ, નાણાકીય ક્ષેત્રના માંધાતાઓ અને ઉદ્યોગ જગતના અગ્રણીઓએ ભાગ લીધો હતો. આ સંવાદનું ઉદ્ઘાટન મુખ્ય સચિવ મનોજ કુમાર દાસ, IIMAના કાર્યકારી નિયામક પ્રો. સતીષ દેવધર, અધિક મુખ્ય સચિવ ડૉ. ટી. નટરાજન અને સચિવ (ખર્ચ) સંદીપ કુમારની પ્રેરક ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું. વિકસિત ગુજરાત @2047 મુખ્ય સચિવ મનોજ કુમાર દાસે પોતાના સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે ભારતને 2047 સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનાવવાના પ્રધાનમંત્રીના વિઝનમાં ગુજરાત સૌથી મહત્વનું યોગદાન આપશે. તેમણે લક્ષ્યાંક નિર્ધારિત કરતા જણાવ્યું હતું કે 2047 સુધીમાં ગુજરાતનો જીએસડીપી (GSDP) 3.5 ટ્રિલિયન યુએસ ડોલરથી વધુ કરવાનો છે. આ લક્ષ્ય હાંસલ કરવા માટે ગુજરાત ઉત્પાદન (Manufacturing), સેવાઓ અને ટકાઉ વિકાસના ક્ષેત્રે દુનિયાનું નેતૃત્વ કરશે. નાણા વિભાગ દ્વારા લેવામાં આવેલી આ પહેલની તેમણે મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. 5 લાખ કરોડની રોકાણ ક્ષમતા આ સંવાદમાં 'વિકસિત ગુજરાત ફંડ'ના માળખા વિશે મહત્વની જાહેરાત કરવામાં આવી હતી. આ પ્રસ્તાવિત ફંડ 50,000 કરોડના પ્રારંભિક કોર્પસ સાથે શરૂ થશે. આ ફંડ માત્ર સરકારી સહાય પૂરતું મર્યાદિત નહીં રહે, પરંતુ તે એક એવા ઉદ્દીપક (Catalyst) તરીકે કામ કરશે જે ખાનગી અને સંસ્થાકીય મૂડીના માધ્યમથી રાજ્યમાં અંદાજે 5,00,000 કરોડના પરિવર્તનકારી પ્રોજેક્ટ્સ માટે નાણાકીય વ્યવસ્થા ઉભી કરશે. અધિક મુખ્ય સચિવ ડૉ. ટી. નટરાજને ઉમેર્યું હતું કે ગુજરાત "સારી કમાણી અને સારું જીવન" (Good Earning and Good Living) ના બેવડા ધ્યેયો સાથે આગળ વધી રહ્યું છે. રાજ્ય હવે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) અને ઇનોવેટિવ ફાઇનાન્સિયલ મોડલ્સ દ્વારા વૈશ્વિક મૂડી રોકાણકારો માટે પ્રથમ પસંદગી બનવા સજ્જ છે.
    Click here to Read More
    Previous Article
    પાટણ નગરપાલિકા ચૂંટણી: 20 ઉમેદવારોની ડિપોઝીટ જપ્ત:નિયત મુજબના મતો મેળવવામાં નિષ્ફળ રહ્યા, ડિપોઝીટની કુલ રૂ. 26,000 ની રકમ સરકારી તિજોરીમાં જમા થશે
    Next Article
    અકસ્માતમાં બાળકી બાદ પિતાનું પણ મૃત્યુ:જામનગરમાં પૂરઝડપે આવતી કારે બાઈકને ટક્કર મારી હતી, પરિવાર પર શોક છવાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment