Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં સિનિયર સિટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન:ઝાલાવાડ રોયલ વોરિયર્સ ચેમ્પિયન, સુપરસ્ટાર્સ રનર્સ-અપ બન્યા

    18 hours ago

    સુરેન્દ્રનગર ખાતે જય ઝાલાવાડ સિનિયર સિટીઝન ક્રિકેટ એસોસિએશન દ્વારા સિનિયર સિટીઝન રાત્રી પ્રકાશ ટેનિસ બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ-2026નું આયોજન કરવામાં આવ્યું હતું. સી.યુ. શાહ સ્પોર્ટ એકેડમી ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાયેલી આ ટુર્નામેન્ટમાં ઝાલાવાડ રોયલ વોરિયર્સ, ઝાલાવાડ સુપરસ્ટાર્સ અને રોયલ સ્ટ્રાઈકર્સ ટીમોએ ભાગ લીધો હતો. કેપ્ટન જે.પી. રાણાની આગેવાની હેઠળની ઝાલાવાડ રોયલ વોરિયર્સ ટીમ ચેમ્પિયન બની હતી. કેપ્ટન હર્ષદભાઈ મકવાણાની ઝાલાવાડ સુપરસ્ટાર્સ ટીમ રનર્સ-અપ રહી હતી, જ્યારે રોયલ સ્ટ્રાઈકર્સ ટીમ ત્રીજા સ્થાને રહી હતી. આ ટુર્નામેન્ટમાં ટીમના વડીલ ખેલાડી જોગેશ રાવલ દ્વારા ત્રણેય ટીમને મેડલ અને મોમેન્ટો આપવામાં આવ્યા હતા. તેમના આમંત્રણને માન આપીને દ્વારકાથી આવેલા ખાસ મિત્રોનું ક્લબ વતી મોમેન્ટો, શાલ અને ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું. દ્વારકાથી પધારેલા મિત્રોએ ક્લબને સ્મૃતિચિહ્ન રૂપે શ્રી દ્વારકાધીશ દાદાનો ફોટો આપી શુભેચ્છાઓ પાઠવી હતી અને શ્રી દ્વારકાધીશ દાદાના દર્શનનો લાભ લેવા ભાવભીનું આમંત્રણ આપ્યું હતું. ટુર્નામેન્ટ દરમિયાન સ્વરુચિ ભોજનની વ્યવસ્થા ટીમના યુવા ખેલાડીઓ અમિતભાઈ વ્યાસ અને સાહિલભાઈ સોલંકી દ્વારા કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ગુજરાત હાઈકોર્ટની 16 વર્ષીય સગીરાના 22 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી:મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટે આદેશ કર્યો, જામનગરની પીડિતાની પણ એબોર્શન માટે અરજી
    Next Article
    રાજકોટના ફુવારાઓ શોભાના ગાંઠિયા:વાણીયાવાડી અને ભક્તિનગર સર્કલના ફુવારા શરૂ કરવા માંગ, રાજકોટને સ્માર્ટ સિટી બનાવવાની વાતો સામે સવાલો ઉઠ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment