Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાત હાઈકોર્ટની 16 વર્ષીય સગીરાના 22 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાતની મંજૂરી:મેડિકલ રિપોર્ટના આધારે કોર્ટે આદેશ કર્યો, જામનગરની પીડિતાની પણ એબોર્શન માટે અરજી

    17 hours ago

    ગુજરાત હાઇકોર્ટમાં અમદાવાદથી 16 વર્ષીય દુષ્કર્મ પીડિતા સગીરાના 22 સપ્તાહના ગર્ભના ગર્ભપાત માટે અરજી આવી હતી. જેમાં આરોપી સામે વટવા પોલીસ મથકે ગુન્હો નોંધાયો છે. હાઇકોર્ટે અમદાવાદ સિવિલ હોસ્પિટલને મેડિકલ તપાસના નિર્દેશ આપ્યા હતા. હાઇકોર્ટે મેડિકલ રિપોર્ટને આધારે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી જેનો રિપોર્ટ આજે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. જે મુજબ ગર્ભપાતના રહેલા સામાન્ય જોખમો સિવાય ગર્ભપાત શક્ય છે. ગુજરાત હાઇકોર્ટે મેડિકલ રિપોર્ટને આધારે સગીરાને ગર્ભપાતની મંજૂરી આપી છે. તેના ગર્ભના DNA તપાસ અધિકારીને સોંપવા આદેશ આપ્યા છે. ગર્ભપાત કરતા પહેલા સગીરાની મંજૂરી લેવાનો પણ નિર્દેશ આપવામાં આવ્યો છે. જો બાળક જેવી જન્મે તો તેને સંપૂર્ણ કાળજી રાખવાની નિર્દેશ અપાયો છે. જામનગરની 17 વર્ષીય સગીરાની પણ ગર્ભપાત માટે અરજી જો સગીરા બાળકને રાખવામાં ન માંગતી હોય તો જુવેનાઇલ જસ્ટિસ એક્ટ મુજબ આગળની કાર્યવાહી કરવા માટે હાઇકોર્ટે જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે જામનગરથી પણ 17 વર્ષ અને 7 મહિનાની સગીરાના 24 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત માટે મંજૂરી માંગતી અરજી આવી છે. જે સંદર્ભે ગુજરાત હાઇકોર્ટે જામનગરની સિવિલ હોસ્પિટલને સગીરાના મેડિકલ તપાસના નિર્દેશ આપીને 4 મે સુધીમાં રિપોર્ટ રજૂ કરવા હુકમ કર્યો છે. ગર્ભાવસ્થાના ગર્ભપાતનો નિયમ શું કહે છે? મેડિકલ ટર્મિનેશન ઑફ પ્રેગ્નન્સી (MTP ) એક્ટ હેઠળ કોઈપણ પરિણીત મહિલા, બળાત્કાર પીડિતા, અલગ-અલગ-વિકલાંગ મહિલા અને સગીર છોકરીને 24 અઠવાડિયાં સુધીની ગર્ભાવસ્થાનો ગર્ભપાત કરવાની છૂટ છે. જો પ્રેગ્નન્સી 24 અઠવાડિયાંથી વધુ હોય તો મેડિકલ બોર્ડની સલાહ પર કોર્ટમાંથી ગર્ભપાતની મંજૂરી લેવી પડે છે. વર્ષ 2020માં MTP એક્ટમાં ફેરફારો કરવામાં આવ્યા હતા. એ પહેલાં 1971માં બનેલો કાયદો લાગુ હતો.
    Click here to Read More
    Previous Article
    અકસ્માતમાં બાળકી બાદ પિતાનું પણ મૃત્યુ:જામનગરમાં કાર-બાઈકને ટક્કર મારી હતી, પરિવાર પર શોક છવાયો
    Next Article
    સુરેન્દ્રનગરમાં સિનિયર સિટીઝન ક્રિકેટ ટુર્નામેન્ટ સંપન્ન:ઝાલાવાડ રોયલ વોરિયર્સ ચેમ્પિયન, સુપરસ્ટાર્સ રનર્સ-અપ બન્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment