Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝાલાવાડમાં હીટવેવની ચેતવણી, 'લૂ'થી બચવા પગલાં લો:ગરમીથી બચવા પુષ્કળ પ્રવાહી પીવું હિતાવહ, વિશેષ કાળજી જરૂરી

    2 days ago

    ઝાલાવાડમાં હીટવેવની ચેતવણી અપાઈ છે. ત્યારે પ્રવર્તમાન સમયમાં હીટવેવની અસરથી બચવા માટે કેટલાક સરળ ઉપાયો કરવા અત્યંત જરૂરી છે. નાના બાળકો, સગર્ભા માતાઓ, વૃદ્ધો, અશક્ત અને બીમાર વ્યક્તિઓએ તડકામાં વિશેષ કાળજી રાખવી જોઈએ. શરીરમાં પ્રવાહીની માત્રા જાળવી રાખવા પૂરતું પાણી પીવું. તરસ ન લાગી હોય તો પણ નિયમિતપણે પાણી પીતા રહો. ORS દ્રાવણ, છાશ, લસ્સી, લીંબુ પાણી, ભાતનું ઓસામણ અને નારિયેળ પાણીનો ઉપયોગ કરવો હિતાવહ છે. વજનમાં હળવા, આછા રંગના, ઢીલા અને છિદ્રાળુ સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. તડકામાં ઘરની બહાર જતી વખતે માથાનો ભાગ કપડાં, છત્રી કે ટોપીથી ઢાંકી રાખો. આંખોના રક્ષણ માટે સનગ્લાસીસ અને ત્વચાના રક્ષણ માટે સનસ્ક્રીન લગાવો. શક્ય હોય ત્યાં સુધી ઘરની અંદર રહો અને વધુ પડતો શ્રમ ટાળો. ભરબપોરે કામ પર જતી વખતે થોડો સમય છાયડામાં આરામ કરવો. ઠંડક માટે માથા પર ઠંડું ભીનું કપડું રાખવું અને શ્રમિકોએ કામના સમયે ઉઘાડા શરીરે ફરવું નહીં. પીક અવર્સ (વધુ ગરમીના કલાકો) દરમિયાન રસોઈ કરવાનું ટાળો. રસોડામાં પૂરતા પ્રમાણમાં હવાની અવર-જવર માટે દરવાજા અને બારીઓ ખુલ્લી રાખો. ઘર, ઓફિસ અથવા અન્ય કામ કરવાની જગ્યાએ પંખા, કુલર તેમજ ACનો ઉપયોગ કરવો. ઘરની છત પર સફેદ રંગ, સફેદ ચૂનો અથવા સફેદ ટાઇલ્સ લગાવવાથી ઘરનું તાપમાન ઘટાડી શકાય છે. ઉપવાસ કરવાનું ટાળવું. મંદિર, મસ્જિદ, થિયેટર, શોપિંગ મોલ જેવા ઠંડકવાળા સ્થળોએ જવું. બાળકો માટે કેસૂડાનાં ફૂલ તથા લીમડાના પાનનો નાહવાના પાણીમાં ઉપયોગ કરવો. બાળકો, વૃદ્ધો, બીમાર વ્યક્તિ કે વધુ વજન ધરાવતી વ્યક્તિ કે જેઓ "લૂ"ના ભોગ બનવાની સંભાવના વધુ ધરાવે છે તેમની વિશેષ કાળજી રાખો. પ્રાથમિક સારવાર માટેની તાલીમ લેવી પણ ઉપયોગી છે. શક્ય હોય ત્યાં સુધી બપોરના 12 વાગ્યાથી 4 વાગ્યા સુધી તડકામાં બહાર ન નીકળવું જોઈએ. શરીરમાંથી પાણીનું પ્રમાણ ઘટાડે તેવા પીણાં જેવા કે ચા, કોફી, સોફ્ટ ડ્રિંક્સ પીવાનું ટાળવું. બજારમાં વેચાતા બરફનો ઉપયોગ પણ ટાળવો જોઈએ. વધુ પ્રોટીન ધરાવતો ખોરાક, મીઠો, મસાલેદાર અને તેલયુક્ત ખોરાક ટાળો. વાસી ખોરાક ન ખાવો. બાળકો અથવા પાલતુ પ્રાણીઓને પાર્ક કરેલા વાહનોમાં છોડશો નહીં. •અગ્નિથી પ્રકાશિત બલ્બનો ઉપયોગ કરવાનું ટાળો, જે બિનજરૂરી ગરમી પેદા કરી શકે છે; તેમજ ગરમી પેદા કરે તેવા કમ્પ્યુટર અથવા અન્ય ઉપકરણોનો ઉપયોગ ઘટાડો. લૂ લાગવાના/સનસ્ટ્રોકના લક્ષણો :- • માથું દુખવું, પગની પિંડીઓમાં દુખાવો થવો • શરીરનું તાપમાન વધી જવું • ખૂબ તરસ લાગવી • શરીરમાંથી પાણી ઓછું થઈ જવું • વધુ તાવ આવવો • ગરમ અને સૂકી ત્વચા • નાડીના ધબકારા વધવા • ઉલટી થવી, ઉબકા આવવા • ચક્કર આવવા, આંખે અંધારા આવવા • બેભાન થઈ જવું • શુદ્ધ-બુદ્ધ ગુમાવી દેવી • અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી હીટવેવની આગાહી દરમિયાન આવા લક્ષણ કોઈપણ વ્યક્તિમાં જણાય તો તાત્કાલિક નજીકના ડોક્ટર, નજીકના આરોગ્ય કેન્દ્ર અથવા સરકારી દવાખાનાનો સંપર્ક કરવો. આપાતકાલીન સ્થિતિમાં 108 એમ્બ્યુલન્સને ફોન કરવો. લૂ લાગે ત્યારે વ્યક્તિની પ્રાથમિક સારવાર માટે આટલું કરો :- • જો કોઈ વ્યક્તિને લૂ લાગી હોય તો પ્રાથમિક સારવાર માટે ભીના કપડાનો ઉપયોગ કરો અથવા તેના માથા પર પાણી રેડો. • શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે ORS દ્રાવણ અથવા લીંબુ પાણી આપો. • લૂ લાગેલ વ્યક્તિને તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર પર લઈ જવા. • જો શરીરનું તાપમાન સતત વધતું હોય, માથાનો અસહ્ય દુખાવો હોય, નબળાઈ હોય, ઉલટી થતી હોય કે બેભાન થઈ જાય તો તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવવી. લૂ લાગવાના અમુક કિસ્સામાં જો તાત્કાલિક રીતે દર્દીને સારવાર ન મળે તો હીટસ્ટ્રોક જેવી ગંભીર સમસ્યા સર્જાઈ શકે છે. ત્યારે આયુર્વેદમાં જણાવ્યા અનુસાર, ગરમીની ઋતુમાં વરિયાળી, કાચી કેરી, ગુલાબ, ખસ અને કાળી દ્રાક્ષનું શરબત પીવું જોઈએ. રાત્રે 10 નંગ કાળી દ્રાક્ષ પાણીમાં પલાળી સવારે આ પાણી પીવું અને દ્રાક્ષ ખાવી જોઈએ. આ ઉપરાંત તરબૂચનું દરરોજ સેવન કરવું જોઈએ.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં હિટ સ્ટ્રોકના કેસમાં 20% વધારો:તાપમાન 42 ડિગ્રી પાર, તબીબોએ સાવચેતી રાખવા ચેતવ્યા
    Next Article
    દૂર્ગંધ આવી ને લાશ પડી હોવાનું સામે આવ્યું:નવલખી મેદાનમાં અવાવરુ જગ્યાએ ખાડામાંથી અજાણી વ્યક્તિની લાશ મળી, 15 દિવસ પહેલા મોત થયાનું અનુમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment