Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'જો લારી નહીં આપો તો કાલથી દારૂ વેચવાનું શરૂ કરીશ':રડતા રડતા આજીજી કરતી મહિલાને મ્યુનિ.કમિશનરને મળતા અટકાવાઈ, જપ્ત થયેલી ફ્રુટની લારી પરત લેવા આવી હતી

    9 hours ago

    અમદાવાદના રાયપુર દરવાજા વિસ્તારમાં રહેતા અને રુગનાથ પીઠ પાસે ફ્રૂટની લારી ચલાવતા આરતીબેન નામની મહિલાની લારી AMCના એસ્ટેટ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવી હતી. ત્યારે આજે આરતીબેન પોતાની લારી પરત લેવા માટે રજૂઆત કરવા મ્યુનિસિપલ કોર્પોરેશનની ઓફિસ દાણાપીઠ ખાતે પહોંચ્યા હતા. ત્યારે મ્યુનિસિપલ કમિશનરને મળવા માટે જીદ કરી હતી અને આજે નહીં મળવા દો તો હું અહીંયા જ ઓટલા ઉપર બેસીને તેમની રાહ જોઈશ એમ કહીને ત્યાં બેસી ગઈ હતી. એટલું જ નહીં જો આજે લારી નહીં મળે, તો કાલથી હું કાગડાપીઠ પોલીસ ચોકીની સામે જ દારૂ વેચવાનો ધંધો શરૂ કરી દઈશ તેવી ચીમકી ઉચ્ચારી હતી. મહિલા સિક્યુરિટી ગાર્ડે મહિલાને અટકાવ્યા આરતીબેન નામના મહિલા વિધવા છે અને પાંચ સંતાનોના પાલનપોષણની જવાબદારી તેમના શિરે છે. લારી જપ્ત થતા છેલ્લા બે મહિનાથી પડોશીઓ જે ખાવાનું આપે તેના પર તેમનો પરિવાર નભી રહ્યો છે. પોતાની રોજીરોટી પાછી મેળવવા આરતીબેન દાણાપીઠ સ્થિત મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય કચેરીએ પહોંચ્યા હતા. જ્યારે એસ્ટેટ વિભાગના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર રિદ્ધેશ રાવલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે મહિલાએ તેમને રજૂઆત કરવા પ્રયાસ કર્યો હતો. પરંતુ સિક્યુરિટીએ તેમને મળવા દીધા નહીં અને અધિકારીએ પણ તેમની સામે જોયા વગર સીધા ઓફિસમાં જતા રહ્યા. મહિલા ઓટલા પર બેસીને આજીજી કરતી રહી અન્યાયથી કંટાળેલી મહિલા કમિશનરને મળવાની જીદ સાથે ઓફિસના ઓટલા પર જ બેસી ગઈ હતી. તંત્રના વલણથી વ્યથિત થઈને આરતીબેને ભ્રષ્ટાચાર અને કાયદો-વ્યવસ્થા પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ચીમકી આપી કે, જો આજે લારી નહીં મળે, તો કાલથી હું કાગડાપીઠ પોલીસ ચોકીની સામે જ દારૂ વેચવાનો ધંધો શરૂ કરી દઈશ. તેમણે આક્ષેપ કર્યો કે જેઓ ગેરકાયદેસર ધંધા કરે છે અને પૈસા આપે છે તેમને હેરાન કરવામાં આવતા નથી, જ્યારે ગરીબ અને પ્રામાણિક લોકોને ત્રણ-ત્રણ મહિના સુધી હપ્તાખોરીના કારણે હેરાન કરવામાં આવે છે. પોલીસની મધ્યસ્થી અને ભાવુક દ્રશ્યો મામલો બિચકતા 112 જનરક્ષક અને કારંજ પોલીસની ગાડી ઘટનાસ્થળે પહોંચી હતી. બે પુરુષ પોલીસ કર્મીઓએ મહિલાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાએ રડતા રડતા પોલીસને જણાવ્યું કે, "હું દંડ ભરવા પણ તૈયાર છું, છતાં લારી કેમ નથી આપતા? મારા બાળકો ભૂખ્યા મરે છે." જ્યારે પોલીસે તેમને નવી લારી લઈ લેવા અથવા પોલીસ સ્ટેશન આવી ફરિયાદ કરવા કહ્યું, ત્યારે તેમણે કંટાળીને કહ્યું કે, "જો આજે લારી નહીં મળે તો હું દવા પીને મરી જઈશ અને આ લડાઈ ગાંધીનગર સુધી લઈ જઈશ." આ ઘટના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગની કાર્યપદ્ધતિ અને ગરીબ ફેરિયાઓ પ્રત્યેની સંવેદનહીનતા સામે ગંભીર સવાલો ઊભા કરે છે. એક તરફ દબાણ હટાવવાની કામગીરી છે, તો બીજી તરફ એક વિધવા મહિલાના અસ્તિત્વનો જંગ છે.
    Click here to Read More
    Previous Article
    ખેરગામ હિંસા કેસ: કોંગ્રેસ નેતાઓ સામે દલીલો પૂર્ણ:નવસારી કોર્ટે ચુકાદો અનામત રાખ્યો, 25 મે 2026ના રોજ નિર્ણય
    Next Article
    JPMorgan Executive Sexually Abused 'Brown Boy Indian', Threatened His Career

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment