Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઝોમેટો ડિલિવરી બોય આપઘાત કેસ:પો. કમિશનરે કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપી, મૃતકના પરિવારજનોના નિવેદનો લેવાયા

    13 hours ago

    વડોદરાના અટલાદરામાં આવેલા માધવનગરમાં રહેતા 31 વર્ષીય યુવકે માધવનગર વુડાના બિલ્ડીંગ પરથી કૂદીને આપઘાત કર્યો હતો. આ કેસની તપાસ ક્રાઇમ બ્રાંચને સોંપવામાં આવી છે. આ કેસની તપાસ માટે આજે ક્રાઇમ બ્રાંચની ટીમ માધવનગર ખાતે ગઇ હતી અને મૃતકના પરિવારજનોના નિવેદનો લીધા હતા. મૃતકને કયા પોલીસકર્મીઓએ માર માર્યો તેની તપાસ કરવામાં આવી રહી છે. પરિવારજનો આ કેસમાં ન્યાયની માંગ કરી રહ્યા છે. યુવકે આઠમા માળેથી આપઘાત કર્યો કે, અન્ય કોઇ માળેથી તે પણ તપાસનો વિષય છે કારણ કે, યુવકને કૂદતા કોઇએ જોયો નથી. પરિવારજનોનો આક્ષેપ - પોલીસના મારની બીકથી ટેરેસથી ઝંપલાવ્યું માધવનગર વુડાના મકાનમાં રહેતા 31 વર્ષીય દિલીપ વસાવા નામના યુવકનો અન્ય મિત્રો સાથે ઝઘડો થયો હતો. જેમાં પોલીસની ગાડી બોલાવવામાં આવી હતી, જેને લઈને પરિવારજનોએ આક્ષેપ હતો કે, પોલીસ દ્વારા ઢોર માર મારવાથી ગભરાઈને ટેરેસ પરથી નીચે પડતું મૂકી હતું. સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ ઘટનાની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીને થતા પોલીસ અધિકારી ઘટનાસ્થળે ગયા આવ્યા હતા. પરિવારજનોએ પોલીસ કમિશનરને પણ આવેદનપત્ર આપીને ન્યાયની માંગ કરી હતી. જ્યારે એસીપી દ્વારા ઘટનાની સંપૂર્ણ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવાનો આશ્વાસન આપવામાં આવ્યું હતું. પોલીસ કમિશનરને અરજી આપી પરિવારની ન્યાયની માગ ઉલ્લેખનીય છે કે, સુનિલ નામના વ્યક્તિએ પોલીસને ઝઘડા વિશે જાણ કરતા અટલાદરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે દિલીપભાઈને દંડા વડે ઢોર મારવામાં આવ્યો હોવાના આક્ષેપ થયા હતા.દિલીપભાઇની પત્ની પણ ત્યા આવી પહોંચી હતી અને પોતાના પતિને ઘરમાં લઈ ગઈ હતી. જોકે દિલીપભાઈ અગાસીમાં ગયા હતા અને ઝંપલાવીને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસ સ્થળ પર હાજર હોવાથી પડવાનો અવાજ આવતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી હતી. પોલીસ દિલીપભાઈને લઈને ગોત્રી જીએમઈઆરએસ હૉસ્પિટલે પહોંચી હતી જ્યાં તબીબે તેઓને મૃત જાહેર કર્યાં હતા. પરિવારના પોલીસ વિરુદ્ધ ગંભીર આક્ષેપ કરતાં અધિકારીઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. પરિવારે પોલીસ કમિશનર નરસિમ્હા કોમારને પણ અરજી આપી હતી અને ન્યાય અપાવવાની માંગણી કરી હતી. પોલીસ કમિશનર નરસિમ્હા કોમારે આ કેસની તપાસ વડોદરા ક્રાઇમ બ્રાંચને સોંપી છે. જેને પગલે આજે વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમ માધવનગર ખાતે પહોંચી હતી અને આ મામલે તપાસ શરૂ કરી છે. આ દરમિયાન ક્રાઇમ બ્રાંચે મૃતક દિલીપની પત્ની પાયલ સહિત પરિવારજનોના નિવેદનો લીધા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડ પાલિકાની સામાન્ય સભામાં હોબાળો:વર્ષ 2010ના પેન્ડિંગ પેમેન્ટ વિવાદ મામલે સભામાં ગરમાવો, સફાઈ કામદારોના પગાર વધારા પર ચર્ચા
    Next Article
    પોરબંદરમાં કાર અને બે બાઈક વચ્ચે ત્રિપલ અકસ્માત:5 યુવાનો ઇજાગ્રસ્ત, એક ગંભીર; બગવદરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડાયા,

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment