Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફળિયામાં પાણી છાંટવા બાબતે આધેડ પર યુવકનો હુમલો:ઢીકાપાટુ મારીને જાનથી મારી નાખવાથી ધમકી આપી, કુંભારવાડામાંથી ઈજાગ્રસ્તને સારવારમાં ખસેડાયા

    14 hours ago

    ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં એક આધેડ પોતાના ઘરના ફળિયામાં પાણી છાંટી રહ્યા હતાં, ત્યારે આ જ શેરીમાં રહેતા એક શખ્સે પાણી છાંટવા બાબતે આધેડ સાથે ઝઘડો કર્યો હતો. શખસે આધેડ પર હુમલો કરીને મારમારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. આધેડના ભાઈએ આ અંગે શખ્સ વિરુદ્ધ બોરતળાવ પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે. ફળિયામાં પાણી છાંટવા બાબતે આધેડ પર હુમલો મળતી વિગતો અનુસાર, કુંભારવાડા વિસ્તારના નારી રોડ પર પ્લોટ નં. 13બીમાં રહેતા પંકજ અમૃતભાઈ મકવાણાએ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સાગર મકવાણા વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, તેના મોટાભાઈ નરેન્દ્ર અમૃતભાઈ મકવાણાએ ગતરોજ ઉનાળાનો સમય હોય અને ગરમીને લઈને પોતાના ફળિયામાં પાણી છાંટી રહ્યા હતાં. ત્યારે આ જ શેરીમાં રહેતો સાગર મહેશ મકવાણા નામનો શખ્સ નરેન્દ્ર પાસે આવ્યો હતો. હુમલો કરી ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો સાગરે કહ્યું હતું કે, 'અહીં તારે પાણી છાંટવું નહીં' તેમ કહી ગાળો દઈ આધેડ પર હુમલો કરી ઢીકાપાટુનો મૂંઢમાર માર્યો હતો. આધેડનું મસ્તક પટકી લોહિયાળ ઇજાઓ પહોંચાડીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારબાદ હુમલાખોર સાગર ફરાર થઈ ગયો હતો. સાગર વિરુદ્ધ ગુનો નોંધાયો જ્યારે ઇજાગ્રસ્ત આધેડને સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ અંગે બોરતળાવ પોલીસે સાગર મહેશભાઈ મકવાણા વિરુદ્ધ BNS એક્ટ 115(2), 117(2) મુજબ ગુન્હો દાખલ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
    Click here to Read More
    Previous Article
    સાવજ ડેરીના ચેરમેને જવાહર ચાવડાની 'શિખંડી' સાથે સરખામણી કરી:પડકાર ફેકતા કહ્યું- 'તાકાત હોય તો પીઠ પાછળ ખંજર ભોંકવાના બદલે ખુલ્લીને સામે આવે'
    Next Article
    ડી-કમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યો:નવલખી મેદાનમાં અવાવરુ જગ્યામાં ખાડામાંથી અજાણી વ્યક્તિની લાશ મળી, 15 દિવસ પહેલા મોત થયાનું અનુમાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment