Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌરાષ્ટ્રભરમાં સોની વેપારીઓ સાથે છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઇ:ઉપલેટાના ઢાંક ગામે જવેલર્સમાં ત્રાટકી વેપારીની નજર ચૂકવી સોનાની વિંટી સેરવી નકલી વિંટી રાખી નાસી છૂટ્યા'તા, બે મહિલા અને એક સગીર સહિત પાંચની ધરપકડ

    8 hours ago

    સૌરાષ્ટ્રભરમાં સોની વેપારીની દુકાને જઈ અસલીની જગ્યાએ ખોટા દાગીના મૂકી છેતરપીંડી આચરતી ગેંગને ભાયાવદર પોલીસે પકડી રૂ.5 લાખનો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે. ઉપલેટાના ઢાંક ગામે વારાહી જવેલર્સમાં ઘુસેલ ગેંગે વેપારીની નજર ચૂકવી સોનાની વિંટી સેરવી ધાતુની વિંટી રાખી નાસી છૂટી હતી જે કેસમાં પોલીસે ગણતરીની કલાકોમાં ગુનાનો ભેદ ઉકેલી બે મહિલા અને એક સગીર સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢાંક ગામે વારાહી જવેલર્સ નામે દુકાન ચલાવી સોના-ચાંદીની વસ્તુનો વેપાર કરતા વેપારી તુષારભાઈ મનસુખભાઇ કુલરએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત તા.28 એપ્રિલના સવારે 11 વાગ્યા આસપાસ પોતે દુકાને હાજર હતા દરમ્યાન ત્રણ અજાણી મહીલાઓ દુકાનમાં ખરીદી કરવાના બહાને પ્રવેશ કરી પોતે ચરેલીયા ગામની હોવાની ખોટી ઓળખ આપી હતી અને સોનાની વિટ્ટી તથા બુટ્ટી બતાવવાનું કહેતા વેપારીએ મહીલાઓને સોનાની વિટ્ટી તથા બુટ્ટીના બોક્સ આપતા આરોપી મહીલાઓએ ફરીયાદીની નજર ચુકવી સોનાની વિટ્ટીના બોક્સમા બે ખોટી ધાતુની વિટ્ટી રાખી અસલી સોનાની વિટ્ટી લઇ જઇ ફરીયાદી સાથે છેતરપીંડી કરી નાસી છૂટી હતી. પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ તપાસી ટેક્નિકલ અને હ્યુમન સોર્સીસ આધારે તપાસ શરૂ કરતા ગણતરીના કલાકોમાં આરોપીઓને ઝડપી પાડી ફૂલ રૂ.5,01 લાખના મુદામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ આરોપીઓમાં પ્રવિણ કાન્તી જખવાડીયા, કિશન જીતેન્દ્ર મેટાળીયા, રૂપાબેન જયેશ ડાભી, સવીતાબેન હકા ભોજવીયા અને એક સગીરનો સમાવેશ થાય છે. પોલીસે પકડાયેલ આરોપી પાસેથી 2 સોનાની વિટ્ટી રૂ.70 હજાર, બોલેરો અને 4 મોબાઈલ મળી કુલ રૂ.5.01 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. શું હતી મોડેસ ઓપરેન્ડી.? અને અગાઉનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલ આરોપી મહીલાઓ સોના ચાંદીની દુકાનમા ખરીદી કરવાના બહાને પ્રવેશ કરી ઓરીજનલ સોનાની વસ્તુની જગ્યાએ ડુપ્લીકેટ સોનાની વસ્તુ મુકી, ઓરીજનલ સોનાની વસ્તુ લઇ જઇ છેતરપીંડી કરવાની મોડ્સ ઓપરેન્ડી ધરાવે છે. ઢાંક ગામ ઉપરાંત બે મહીના પહેલા પોરબંદરમા સોની બજારમાં એક સોનાની દુકાનમાથી સોનાના ઘરેણાની છેતરપીંડી કરી હોવાનું, બે મહીના પહેલા વિરમગામ પાસે મોડલ ગામમા એક સોનાની દુકાનમાથી સોનાના ઘરેણાની છેતરપીંડી કર્યા હોવાનું, 25 દિવસ પહેલા બાંટવામાં એક સોનાની દુકાનમાથી સોનાના ઘરેણાની છેતરપીંડી કર્યા હોવાનું, 20 દીવસ પહેલા મીઠાપુરમા એક સોનાની દુકાનમાથી સોનાના ઘરેણાની છેતરપીંડી કર્યા હોવાનું, બે મહીના પહેલા પ્રાચીમા એક સોનાની દુકાનમાથી સોનાના ઘરેણાની છેતરપીંડી કર્યા હોવાનું અને બે મહીના પહેલા તાલાલામાથી બે અલગ અલગ સ્થળો પરથી સોનાના ઘરેણાની છેતરપીંડી કર્યાની કબૂલાત પોલીસ સમક્ષ આપી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધીએ કહ્યું-VIP કલ્ચર છોડીને જનતા સાથે સંવાદ કરો:પંજાબ, JK અને હિમાચલ કોંગ્રેસના જિલ્લા પ્રમુખોને ટ્રેનિંગ આપી, સંગઠનને મજબૂત બનાવવાની આપી ટિપ્સ
    Next Article
    12.50 લાખ સામે 50 લાખનું વ્યાજ વસૂલ્યું:મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી હોટલ સંચાલકનો આપઘાત, 3ની ધરપકડ; 4 ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment