Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12.50 લાખ સામે 50 લાખનું વ્યાજ વસૂલ્યું:મોરબીમાં વ્યાજખોરોના ત્રાસથી હોટલ સંચાલકનો આપઘાત, 3ની ધરપકડ; 4 ફરાર

    10 hours ago

    ગુજરાતમાં વ્યાજખોરોનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે, જેનો વધુ એક ભોગ મોરબીના એક હોટલ સંચાલક બન્યા છે. વ્યાજખોરોના અમાનવીય ત્રાસ અને સતત મળતી ધમકીઓથી કંટાળીને અશ્વિનભાઈ હરખજીભાઈ બોપલિયા નામના 50 વર્ષીય આધેડે પોતાના ઘરે ગળાફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ મામલે મૃતકના પુત્રએ સાત વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ત્રણની ધરપકડ કરી છે. શું છે સમગ્ર ઘટના? મોરબીના આલાપ રોડ પર તિરૂપતિ સોસાયટીમાં રહેતા અને હોટલ વ્યવસાય સાથે સંકળાયેલા અશ્વિનભાઈ બોપલિયાને ધંધાકીય જરૂરિયાત માટે નાણાંની જરૂર પડતા તેમણે અલગ-અલગ વ્યાજખોરો પાસેથી રકમ લીધી હતી. મૃતકના પુત્ર નીરવભાઈએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેના પિતાએ લીધેલી મૂળ રકમ કરતાં અનેકગણું વ્યાજ ચૂકવી દીધું હોવા છતાં વ્યાજખોરોની ભૂખ સંતોષાઈ નહોતી. પઠાણી ઉઘરાણી અને દસ્તાવેજો પડાવી લેવાની મોડસ ઓપરેન્ડી ફરિયાદમાં ખુલાસો થયો છે કે વ્યાજખોરો માત્ર નાણાં જ નહીં, પણ મિલકતો અને કિંમતી વસ્તુઓ પર પણ કબજો જમાવતા હતા. માનસિક ત્રાસ અને ધમકીઓથી કર્યો આપઘાત વ્યાજખોરો દ્વારા માત્ર આર્થિક શોષણ જ નહીં, પરંતુ અશ્વિનભાઈને સતત ફોન પર ગર્ભિત ધમકીઓ આપી માનસિક રીતે તોડી પાડવામાં આવ્યા હતા. ઘરના દસ્તાવેજો અને કોરા ચેક વ્યાજખોરો પાસે હોવાથી અશ્વિનભાઈ સતત દબાણમાં હતા, જેના કારણે અંતે તેમણે આત્મહત્યા જેવું આત્યંતિક પગલું ભર્યું. 3 આરોપીઓ ઝડપાયા ઘટનાની ગંભીરતાને જોતા મોરબી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. અત્યાર સુધીમાં પોલીસે કિશનભાઇ મનુભાઈ રાઠોડ (મકનસર), લાલજીભાઈ ઉર્ફે ભરતભાઈ અણંદાભાઇ રાઠોડ (થોરાળા) અને ગિરિરાજસિંહ પ્રદ્યુમનસિંહ ગોહિલ (રાજકોટ)ની ધરપકડ કરી છે. પોલીસ હાલમાં ફરાર અન્ય ચાર આરોપીઓ - ઇમરાન માડકિયા, અજય ભટ્ટ, અજીત રાઠોડ અને વિપુલ રાઠોડને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. આ ઘટનાએ મોરબીમાં વ્યાજખોરોના વધતા આતંક સામે અનેક સવાલો ઊભા કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    સૌરાષ્ટ્રભરમાં સોની વેપારીઓ સાથે છેતરપિંડી આચરતી ટોળકી ઝડપાઇ:ઉપલેટાના ઢાંક ગામે જવેલર્સમાં ત્રાટકી વેપારીની નજર ચૂકવી સોનાની વિંટી સેરવી નકલી વિંટી રાખી નાસી છૂટ્યા'તા, બે મહિલા અને એક સગીર સહિત પાંચની ધરપકડ
    Next Article
    નવસારી, વાપી અને પાલનપુરમાં 17 નવા ST-બસ રૂટને લીલી ઝંડી:અંતરિયાળ વિસ્તારો સુધી બસ કનેક્ટિવિટી, સમય અને નાણાં બંનેની બચત થશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment